જાન્યુઆરી 17, 2025 9:13 એ એમ (AM) જાન્યુઆરી 17, 2025 9:13 એ એમ (AM)

views 13

કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં અને નિવૃત્ત કર્મચારીઓનાં પેન્શનમાં વધારાનાં મુદ્દે નિર્ણય લેશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, વર્ષ 1947થી અત્યાર સુધી સાત પગાર પંચની રચના થઈ છે. વર્ષ 2016માં સાતમા પગાર પંચની રચના થઈ હતી, જેની મુદત વર્ષ 2026માં પૂર્ણ થઈ હતી. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી કેન્દ્ર સરકારનાં 50 લાખ કર્મચારીઓને લાભ થશે, જેમાં સંરક્ષણ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 65 લાખથી વધુ પ...

જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 16

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ તેમના હસ્તે નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમની આ વડનગરની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી 15, 2025 7:31 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:31 પી એમ(PM)

views 10

નવી મુંબઈ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી મુંબઈના ખારઘર ખાતે ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ પ્રાર્થના પણ કરી હતી. આ પ્રસંગે શ્રીમોદીએ જણાવ્યું હતું કે શ્રીશ્રી રાધા મદનમોહનજી મંદિર આધ્યાત્મિકતા અને જ્ઞાનની સમગ્ર પરંપરાને પ્રતિબિંબિત કરે છે. દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી આધ્યાત્મિક સંસ્કૃતિનો પાયો માનવ સેવાની ભાવના છે. તેમણે ઉમેર્યું હતું કે આ ભાવનાને અનુરૂપ કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત, હર ઘર જલ અને ઉજ્જવલા યોજના જેવી સામાજિક કલ્યાણ યોજનાઓ લાગુ કરી છે. નવ એકરમાં ફેલ...

જાન્યુઆરી 15, 2025 2:05 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 2:05 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યું

ભારતીય સંરક્ષણ દળો અને આત્મનિર્ભર ભારત પહેલ માટે એક મોટું પ્રોત્સાહન આપતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડવૈયાઓ- INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડવૈયાઓ રાષ્ટ્રને સમર્પિત કરવા અંગે, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે આપણે 21મી સદીના નૌકાદળને મજબૂત બનાવવા તરફ એક ખૂબ જ મોટું પગલું ભરી રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે, આ પહેલી વાર છે જ્યારે એક વિનાશક, ફ્રિગેટ અને સબમરીન એકસાથે રાષ્ટ્રને સ...

જાન્યુઆરી 15, 2025 1:36 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 1:36 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સેના દિવસની શુભેચ્છાઓ પાઠવી

આજે સશસ્ત્ર દળો અને દેશ માટે તેમના અપાર બલિદાનને માન આપવા માટે 77મા સેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સેના દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૈનિકો, સેનાના ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા સંદેશમાં, રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સેનાની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, સૈનિકો દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવામાં ફાળો આપે છે...

જાન્યુઆરી 11, 2025 9:48 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 9:48 એ એમ (AM)

views 18

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી 3000 ઊભરતા નેતાઓ સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ પર દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં ભાગ લેશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી દેશભરના ત્રણ હજાર ઊભરતા નેતાઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી દસ વિષયો પર સહભાગીઓ દ્વારા લખાયેલા શ્રેષ્ઠ નિબંધોના સંગ્રહનું પણ વિમોચન કરશે. જેમાં ટેકનોલોજી, ટકાઉપણું, મહિલા સશક્તિકરણ, ઉત્પાદન અને કૃષિ જેવા વિષયો પરના નિબંધોનો સમાવેશ થાય છે. વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદનો ઉદ્દેશ...

ડિસેમ્બર 28, 2024 2:11 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 2:11 પી એમ(PM)

views 8

ડૉ.મનમોહન સિંઘનું જીવન ભવિષ્યની પેઢીઓ માટે એક ઉદાહરણ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘના અવસાનથી દેશ ઘણો દુઃખી છે. ડૉ. સિંઘનું જીવન ભવિષ્યની પેઢીઓ માટે એક ઉદાહરણ છે કે, કેવી રીતે લોકો સંઘર્ષથી ઉપર ઉઠી શકે છે અને વધુ ઉંચાઈઓ હાંસલ કરી શકે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ ડૉ. મનમોહન સિંઘના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. જ્યારે કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે તેમની યાદમાં શોક ઠરાવ પસાર કર્યો હતો અને 2 મિનિટનું મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, સોન...

ડિસેમ્બર 14, 2024 7:19 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 7:19 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણને દેશની એકતાનો આધારસ્તંભ ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણને દેશની એકતાનો આધારસ્તંભ ગણાવીને જણાવ્યું છે કે, તેમની સરકારની નીતિઓ દેશની એકતા વધુ મજબૂત બનાવવા માટેની છે. આજે લોકસભામાં બંધારણના 75 નિમિત્તે યોજાયેલા ખાસ ચર્ચા સત્રમાં જવાબ આપતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. દેશની એકતા મજબુત બનાવવા એનડીએ સરકારે જમ્મુ અને કાશ્મીરમાં 370 કલમ નાબુદ કરવી અને એક દેશ – એક વેરો નીતિ અંતર્ગત જીએસટીનો અમલ કર્યો છે. એવી જ રીતે સમગ્ર દેશમાં એક રેશનકાર્ડ, એક દેશ એક ગ્રીડ અને સર્વસમાવેશક માળખાકીય સુવિધાઓનો વિકાસ જેવી યોજનાઓ પણ અમલમાં મૂકી છ...

ડિસેમ્બર 14, 2024 1:38 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:38 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રીએ સ્વર્ગીય રાજ કપૂરની 100મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા સ્વર્ગીય રાજ કપૂરને આજે તેમની 100મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું કે, રાજ કપૂર માત્ર એક ફિલ્મનિર્માતા જ નહીં પરંતુ સાંસ્કૃતિક રાજદૂત હતા કે, જેઓ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ સુધી લઈ ગયા. પ્રધાનમંત્રીએ સિનેમા પ્રત્યે તેમના જુસ્સાની પ્રશંસા કરતા કહ્યું, રાજ કપૂરની ફિલ્મો કલાત્મકતા અને લાગણીઓનું મિશ્રણ છે, જે સામાન્ય નાગરિકોની આકાંક્ષાઓ અને સંઘર્ષોને પ્રતિબિંબિત કરે...

ડિસેમ્બર 14, 2024 1:02 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:02 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યસચિવોના ચોથા રાષ્ટ્રીય સંમેલનની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં મુખ્યસચિવોના ચોથા રાષ્ટ્રીય સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે. ત્રણ દિવસનું આ સંમેલન ગઈકાલે શરૂ થયું હતું, જેમાં રાજ્યોની સાથે ભાગીદારીમાં એક પરસ્પર વિકાસ કાર્યસૂચિ અને યોગ્ય કાર્યવાહીની રચના તૈયાર કરવા તેમજ તેને લાગુ કરવા પર ધ્યાન અપાશે. આ સંમેલનનો ઉદ્દેશ સહકારી સંઘવાદ પર ધ્યાન કેન્દ્રિત કરતાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઝડપી વૃદ્ધિ તેમજ વિકાસ હાંસલ કરવા માટે યોગ્ય સહયોગ સુનિશ્ચિત કરવાનો છે. સંમેલનમાં દરેક રાજ્યો અને કેન્દ્રશાસ...