નવેમ્બર 9, 2024 1:40 પી એમ(PM)

views 24

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાશે વિધાનસભાની ચૂંટણી, PM મોદીએ સંબોધી જંગી જનસભા

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આ પ્રચાર અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રનાં અકોલામાં જાહેર સભાની સંબોધી હતી. તેમણે સભાને સંબોધતા કહ્યું હતું કે છેલ્લા બે કાર્યકાળ દરમિયાન સરકારે ચાર કરોડ પાકા મકાનો બનાવીને લોકોને ઘરનુ ઘર આપ્યું છે. તેમણે દરેક ગરીબને પાકું મકાન આપવાનું વચન પણ આપ્યું હતું. તેમણે વિપક્ષો પર પ્રહારો પણ કર્યા હતા. મહારાષ્ટ્રની સાથે 81 બેઠકોની ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આ મહિનાની 13મી અને...

ઓક્ટોબર 30, 2024 8:55 એ એમ (AM)

views 96

PMJAY યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય કવરેજનું વિસ્તરણ શરૂ

70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય કવરેજનું વિસ્તરણ શરૂ ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય કવરેજનું વિસ્તરણ શરૂ કર્યું છે. આ તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની આવકને ધ્યાનમાં લીધા વિના આયુષ્માન આરોગ્ય કવરેજ પ્રદાન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો કે દેશમાં લગભગ ચાર કરોડ ગરીબ લોકોએ એક પણ રૂપિયો ચૂકવ્યા વિના સારવાર કરાવીને આયુષ્માન યોજનાનો લાભ લીધો છે. તેમને હોસ્પિટલમાં મફત સારવાર મળશે. શ્રી મોદીએ ભાર...

ઓક્ટોબર 30, 2024 8:52 એ એમ (AM)

views 56

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ એકતાનગરની મુલાકાતે

પ્રધાનમંત્રી ₹75 કરોડના ખર્ચે બનનારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વે સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી નર્મદા જિલ્લાના એકતાનગરની બે દિવસની મુલાકાતે છે. પ્રધાનમંત્રી આજે 284 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આજે 22 કરોડ રૂપિયનાં ખર્ચે બનેલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ અને ₹75 કરોડના ખર્ચે બનનારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપ અને પિક-અપ સ્ટેન્ડ, કાર ચાર...

ઓક્ટોબર 27, 2024 8:49 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે, વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે, જ્યાં તેઓ કેટલાકં પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ અને શિલારોપણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેઝ આવતી કાલે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસ ખાતે C-295 વિમાનનાં ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સનું ઉદઘાટન કરશે. ભારતમાં લશ્કરી વિમાનનાં ઉત્પાદન માટેની ખાનગી ક્ષેત્રની આ પ્રથમ એસેમ્બલી લાઇન છે. ઉડ્ડયન ક્ષેત્રમાં આ મહત્વની મેક ઇન ઇન્ડિયા પહેલ છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ સ્પેનની એરબસ સાથે મળીને આ...

ઓક્ટોબર 11, 2024 7:47 પી એમ(PM)

views 50

ભારત અને લાઓ PDRએ સંરક્ષણ સહિત છ સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા

ભારત અને લાઓ PDRએ સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગેની છ સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ ભાગીદારી ભંડોળ દ્વારા લાઓસમાં પોષણક્ષમ આહાર સુનિશ્વિત કરવાના પ્રોજેક્ટ માટે ભારત 10 લાખ અમેરિકી ડોલર આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લાઓ PDR ના પ્રધાનમંત્રી સોનેક્સાય સિફાન્ડોને વિયંગચાન ખાતે આજે મંત્રણા કરી છે. બંને આગેવાનોએ દ્વિપક્ષીય સહકાર મજબૂત કરવા અંગે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ આસિયાન શિખર બેઠક અને પૂર્વ એશિયા શિખર બેઠકના સફળ આયોજન માટે શ્રી સિફાન્ડ...

ઓક્ટોબર 11, 2024 2:05 પી એમ(PM)

views 41

લાઓસમાં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને પ્રગતિ માટે મુક્ત, સમાવેશી, સમૃધ્ધ અને નિયમ આધારિત વ્યવસ્થાતંત્ર જરૂરી છે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ ચીની સમુદ્રમાં શાંતિ, સલામતી અને સ્થિરતા સમગ્ર ભારત-પ્રશાંત વિસ્તારનાં હિતમાં છે. પ્રધાનમંત્રી આજે લાઓ PDRનાં વિયેન્તિયાનેમાં 19મી પૂર્વ એશિયા શિખર સંમેલનને સંબોધી રહ્યા હતા. વિશ્વનાં વિવિધ પ્રદેશોમાં હાલ ચાલી રહેલા સંઘર્ષ અંગે શ્રી મોદીએ જણાવ્યું કે, વિસ્તારનો નહીં, પણ વિકાસનો અભિગમ હોવો જોઇએ. તેમણે જણાવ્યું ક...

સપ્ટેમ્બર 28, 2024 8:36 એ એમ (AM)

views 47

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનો આ 114મો એપિસોડ છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમ...

સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM)

views 46

પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પુસ્તક ભેટ આપ્યું

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું 'જ્ઞાની પુરુષ' પુસ્તક જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કર્યું હતું.