ડિસેમ્બર 29, 2025 10:12 એ એમ (AM) ડિસેમ્બર 29, 2025 10:12 એ એમ (AM)

રાજ્યોને ઉત્પાદન અને વ્યવસાયમાં પ્રોત્સાહન આપવા હાકલ કરી : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોને ઉત્પાદન અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા અને ભારતને વૈશ્વિક સેવાઓનું કેન્દ્ર હાકલ કરી છે. નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં રાષ્ટ્રીય ઉત્પાદન મિશન શરૂ કરશે. પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને આયાત પર નિર્ભરતા ઘટાડવા અને દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સ્થાનિક ઉત્પાદન માટે 100 ઉત્પાદનો ઓળખવા વિનંતી કરી. તેમણે રાજ્યોને તેમના ક્ષેત્રમાં ઓછામાં ઓછું એક વિશ્વ-સ્તરીય પર્યટન સ્થળ વિ...

સપ્ટેમ્બર 3, 2025 8:32 એ એમ (AM) સપ્ટેમ્બર 3, 2025 8:32 એ એમ (AM)

views 13

PM નરેન્દ્ર મોદી આજે સેમિકોમ ઈન્ડિયાની બેઠકમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં SEMICON India-2025 ખાતે મુખ્ય અધિકારીઓની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં, ઉદ્યોગ જગતના નેતાઓ ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને તેના વિકાસ પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી મોદી આ બેઠક દરમિયાન વિશ્વભરના CEOs સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે SEMICON India-2025 સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. ત્રણ દિવસીય સંમેલનનો ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટરમાં વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્થાપિત કરવાનો છે. પ્રધાનમંત્રીએ સંમેલનનું ઉદ્ઘાટન કરતી વખતે ...

માર્ચ 18, 2025 1:58 પી એમ(PM) માર્ચ 18, 2025 1:58 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઊભરતા ભારતની ચેતનાના દર્શન થયા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઊભરતા ભારતની ચેતના જોવા મળી હતી અને સમગ્ર વિશ્વએ ભારતની તાકાતને જોઇ. તેમણે જણાવ્યું કે, અનેકતામાં એકતા એ ભારતની વિશેષતા છે. લોકસભામાં નિવેદન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, જ્યારે સમગ્ર વિશ્વ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એકતાનું આ ભવ્ય પ્રદર્શન દેશની સૌથી મોટી તાકાત છે. તેમણે જળસંચયનાં મહત્વ પર ભાર મૂક્યો હતો અને મહાકુંભ પરથી પ્રેરણા લઈને નદી ઉત્સવનું વિસ્તરણ કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.

ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM)

views 20

વિકસિત ગુજરાતના નિર્માણ માટે નાગરિકોને વરસાદી પાણીનો સંગ્રહ સાથે પર્યાવરણની જાળવણી કરવા મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતના નિર્માણમાટે વરસાદી પાણીનો સંગ્રહ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણને સહજ સ્વભાવ બનાવવા નાગરિકોને અપીલ કરી છે. અમદાવાદમાં ગઈકાલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદાના પાણીનું વિતરણ નેટવર્ક, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 24 કલાક વીજળીથી ગુજરાત દેશના વિકાસનું આદર્શ રાજ્ય બન્યું છે.” આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે ભારતમાં સેમિ-કન્ડક્ટરની પહેલી ચી...

ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM)

views 7

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાશે. તેમાં રાજ્યના 51 લાખ 41 હજારથી વધુ ખેડૂત પરિવારને એક હજાર 148 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે એમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. આ તરફ નવસારીમાં યોજાનારા કિસાન સન્માન સમારોહમા...

ફેબ્રુવારી 15, 2025 11:00 એ એમ (AM) ફેબ્રુવારી 15, 2025 11:00 એ એમ (AM)

views 16

ફ્રાંસ અને અમેરિકાના પ્રવાસથી પ્રધાન મંત્રી મોદી પરત ફર્યા

ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ભારત પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની મુલાકાતે ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રીની અમેરિકાની આ પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી હતી. ગુરુવારે મોડીરાત્રે વ્હાઇટ હાઉસમાં ચાર કલાક સુધી દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.

ફેબ્રુવારી 11, 2025 11:30 એ એમ (AM) ફેબ્રુવારી 11, 2025 11:30 એ એમ (AM)

views 39

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે. આ સંવાદનો ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તેઓ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી મોદી આજે  કૃત્રિમ બુદ્ધિમતા  એક્શન સમિટની સહ-અધ્યક્ષતા  કરશે . આ પરિષદનો ઉદ્દેશ્ય કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવાની સાથે જવાબદાર કૃત્ર...

ફેબ્રુવારી 10, 2025 8:25 એ એમ (AM) ફેબ્રુવારી 10, 2025 8:25 એ એમ (AM)

views 9

પરીક્ષા પે ચર્ચા અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ક્રિસ્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ ગોષ્ઠિ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત  પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરેલી છે. આ પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી આજે યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં પરીક્ષા પેર ચર્ચા કાર્યક્રમનું વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે...

જાન્યુઆરી 26, 2025 5:58 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 5:58 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના દ્રશ્યો શેર કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2025ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના દ્રશ્યો શેર કરતા તેને ભારતની વિવિધતામાં એકતાનું જીવંત પ્રદર્શન ગણાવ્યું. તેમણે ઉમેર્યું કે ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા X પર અલગ અલગ પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું: “પ્રજાસત્તાક દિવસ ઉજવણી 2025ની ઝલક… ભારતની વિવિધતામાં એકતાનું જીવંત પ્રદર્શન. ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું. જીવંત ટેબ્લો આપણા રાજ્યોની સમૃદ્ધ પરંપરાઓનું પ્ર...

જાન્યુઆરી 26, 2025 1:29 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 1:29 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા એક સંદેશમાં તેમણે કહ્યું કે, અમે તે તમામ મહાન લોકોને વંદન કરીએ છીએ, જેમણે આપણા બંધારણને બનાવીને ખાતરી અપાવી કે આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવ અને એકતા પર આધારિત છે. આ રાષ્ટ્રીય તહેવાર બંધારણના મૂલ્યોને જાળવવા અને એક મજબૂત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાના આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવે તેવી પ્રાર્થના.