ઓક્ટોબર 10, 2024 9:32 એ એમ (AM)

views 16

પીએમ મોદી આજે આસિયાન–ભારત શિખર પરિષદમાં ભાગ લેવા લાઓસ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી લાઓસની મુલાકાતે જશે. તેઓ લાઓસના પાટનગર વીએતિયાનીમાં 21મી આસિયાન – ભારત શિખર પરિષદ અને 19મી પૂર્વ એશિયા શિખર પરિષદમાં ભાગ લેશ. વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મઝૂમદારે ગઈકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, લાઓસના પ્રધાનમંત્રી સોનેક્સાય સિફાન્ડોનના આમંત્રણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઓસ જવાના છે. જયદીપ મઝૂમદારે વધુમાં જણાવ્યું હતું કે, લાઓસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસિયાન દેશોના વડાઓ સાથે પ્રાદેશિક અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સ...

ઓક્ટોબર 2, 2024 9:50 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના હજારીબાગની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના હજારીબાગની મુલાકાત લેશે. તે દરમિયાન 83 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં 79 હજાર 150 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથે ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-જનમન) હેઠળ બહુવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી 40 એકલવ્ય શાળાઓનું ઉદ્ઘાટન પણ કરશે અને 25 એકલવ્ય શાળાઓનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ વિનોબા ભાબે યુનિવર્સિટીના કેમ્...

ઓક્ટોબર 2, 2024 9:14 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં 155મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં 155મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના દસ વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં યોજાશે, જે સ્વચ્છતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જન ચળવળ છે. પ્રધાનમંત્રી 9,600 કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્વચ્છતા અને સ્વચ્છતા સંબંધિત અનેક પ્રોજેક્ટ લોન્ચ કરશે. તેમાં AMRUT અને AMRUT 2.0, સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશન અને ગોબરધન યોજના હેઠળ 15 કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM)

views 17

પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં 11,200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર માટે 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે. તેઓ એક હજાર, 810 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પૂણે જિલ્લા અદાલતથી સ્વરગેટ સુધીની પુણે મેટ્રોનું ઉદ્ઘઘાટન કરશે. ઉપરાંત પુણે મેટ્રોના બીજા તબક્કામાં સ્વરગેટ – કટરાજ એક્સ્ટેન્શન પ્રોજેક્ટનું ખાતમહૂર્ત કરશે. બે હજાર, 955 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 5.4 કિલોમીટરનો આ મેટ્રો રુટ ભૂર્ગભમાં છે, જેના ત્રણ સ્ટેશનમાં માર્કેટયાર્ડ, પદ્માવતી અને કટરાજ સામેલ છે. ...

સપ્ટેમ્બર 29, 2024 9:00 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 114મી કડી છે. આજે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્ર...

સપ્ટેમ્બર 28, 2024 8:36 એ એમ (AM)

views 18

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનો આ 114મો એપિસોડ છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમ...

સપ્ટેમ્બર 25, 2024 10:57 એ એમ (AM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે. આ રેલી દ્વારા ભાજપ સોનીપત, રોહતક અને પાણીપતમાં આવતા 22 વિધાનસભા ક્ષેત્રોના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. આજની રેલીને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, હરિયાણાના લોકોએ ભારતીય જનતા પાર્ટીની જંગી જીત સુનિશ્ચિત કરવાનું મન બનાવી લીધું છે. શ્રી મોદીએ આ મહિનાની 14 તાર...

સપ્ટેમ્બર 21, 2024 10:15 એ એમ (AM)

views 19

પ્રધાનમંત્રી મોદી અમેરિકા જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. તા.21થી 23 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે, તેમજ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી અમેરિકા પ્રવાસ માટે આજે વહેલી સવારે રવાના થયા છે. અમેરિકાના ડેલવેરે ખાતે યોજાનારી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં તેઓ ભાગ લેશે. આ પ્રસંગે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને અન્ય મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ત્યાર બાદ તેઓ ન્યૂ...

સપ્ટેમ્બર 19, 2024 9:04 એ એમ (AM)

views 28

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે. તેઓ આજે શ્રીનગરમાં શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરના બેઝકેમ્પ કતરા ખાતે ચૂંટણી સભા સંબોધશે.આ પહેલાં પ્રધાનમંત્રીએ ડોડામાં એક રેલીને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે સરકારની સિદ્ધિઓ અને છેલ્લા ઘણા વર્ષ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ લાવવાના તેના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ગઈકાલે સરેરાશ 61.13 ટકામતદાન ન...

સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM)

views 24

પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પુસ્તક ભેટ આપ્યું

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું 'જ્ઞાની પુરુષ' પુસ્તક જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કર્યું હતું.