ડિસેમ્બર 28, 2024 8:22 એ એમ (AM)

views 30

કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનનાં સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વૅબસાઈટ અને newsonair મૉબાઇલ એપ પર કરાશે. ઉપરાંત AIR ન્યૂઝ, ડીડી ન્યૂઝ, PMO અને માહિતી પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યૂબ ચૅનલો પર પણ ‘મન કી બાત’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી પર હિન્દી ભાષામાં પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં...

ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM)

views 15

પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સથી 71000 યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવનિયુક્ત ઉમેદવારોને વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી 71 હજારથી વધુ નિમણૂકપત્ર એનાયત કરશે. ગાંધીનગરના બીએસએફ હેડ ક્વાટર્સ ખાતે પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરાશે. દેશભરના 45 સ્થળ પર યોજાનારો આ રોજગાર મેળો રોજગાર સર્જનને વધુ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધlતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે, જે દેશનિર્માણ અને સ્વરોજગારમાં યુવાનોની ભાગીદારીને તક પૂરી પાડશે. દેશભરમાંથી પસંદગી પામેલા નવનિયુક્ત ઉમેદવારોની ગૃહ મંત...

ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM)

views 10

પીએમ મોદી આજે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય આ ઉત્સવમાં ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોની સંસ્કૃતિ, કાપડ ઉદ્યોગ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. 250 થી વધુ કારીગરો અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને 34 GI-ટેગવાળી વસ્તુઓ સહિત કૃષિ-બાગાયત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફેશન શો, ડિઝાઇન કોન્ક્લેવ, ખરીદનાર-વિક્રેતા બેઠકનું પણ આયોજન કરવામાં આવશે.

નવેમ્બર 21, 2024 9:08 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ગયાનામાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન તેમના ડોમિનિકન સમકક્ષ રૂઝવેલ્ટ સ્કેરીટને મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ગયાનામાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન તેમના ડોમિનિકન સમકક્ષ રૂઝવેલ્ટ સ્કેરીટને મળ્યા હતા. શ્રી મોદીએ ડોમિનિકાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવા બદલ તેમનો આભાર માન્યો હતો. નેતાઓએ આબોહવા સ્થિતિસ્થાપકતા, આરોગ્યસંભાળ, ક્ષમતા નિર્માણ અને લોકો-થી-લોકોના સંબંધોને વધુ ગાઢ બનાવવા જેવા ક્ષેત્રોમાં ભારત-ડોમિનિકા સહકાર માટેની તકોની ચર્ચા કરી. તેઓએ સંયુક્ત રાષ્ટ્રમાં સહકાર અંગે પણ ચર્ચા કરી.

નવેમ્બર 21, 2024 8:52 એ એમ (AM)

views 14

ભારત અને ગયાનાએ આરોગ્ય, હાઇડ્રોકાર્બન, કૃષિ સહિત દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને ગયાનાએ આરોગ્ય, હાઇડ્રોકાર્બન, કૃષિ અને સંલગ્ન બાબતો સહિત અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે દસ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તબીબી ઉત્પાદનો, જન ઔષધિયોજના, સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ, ગયાનામાં UPI સિસ્ટમના અમલીકરણ અને પ્રસાર ભારતી અને ગયાનાના નેશનલ કોમ્યુનિકેશન નેટવર્ક વચ્ચે પ્રસારણ ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નેશનલ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ, ગયાના અને નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી, ગુજરાત વચ્ચે પણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગઈકા...

નવેમ્બર 20, 2024 10:09 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસના અંતિમ ચરણમાં ગયાનાના જોર્જટાઉન પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિયો ડી જાનેરોમાં G-20 સમિટમાં ભાગ લીધા બાદ ત્રણ દિવસની મુલાકાતે ગયાના પહોંચ્યા છે. 1968 પછી ભારતીય પ્રધાનમંત્રીની ગયાનાની આ પ્રથમ મુલાકાત છે. શ્રી મોદી જ્યોર્જ ટાઉનમાં ગયાનાના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ ઈરફાન સાથે વાતચીત કરશે. તેઓ બીજી કેરીકોમ-ઈન્ડિયા સમિટમાં પણ ભાગ લેશે. CARICOM એટલે કે કેરેબિયન કોમ્યુનિટી એન્ડ કોમન માર્કેટ એ 20 વિકાસશીલ દેશોનું જૂથ છે. પ્રધાનમંત્રી CARICOM સભ્ય દેશોના નેતાઓ સાથે બેઠક કરશે. આ મંત્રણામાં આ પ્રદેશ સાથે ભારતની લાંબા સમયથી ચાલતી મિત્રતાને વધ...

નવેમ્બર 20, 2024 8:42 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રીએ જી-20 સમિટના બીજા દિવસે ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 સમિટના બીજા દિવસે ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતાં ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી દિલ્હી જી-20 સમિટ દરમિયાન, જૂથે 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ત્રણ ગણી અને ઊર્જા કાર્યક્ષમતા દર બમણા કરવાનું વચન આપ્યું હતું. તેઓએ ટકાઉ વિકાસની પ્રાથમિકતાઓને આગળ ધપાવવાના બ્રાઝિલના નિર્ણયને આવકાર્યો. ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા પગલામાં છેલ્લા 10 વર્ષમાં ચાર કરોડ પ...

નવેમ્બર 14, 2024 8:54 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે બિહારના જમુઈની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારના જમુઈની મુલાકાત લેશે જ્યાં તેઓ આદિવાસી ગૌરવ દિવસ પર આયોજિત ઉજવણીમાં ભાગ લેશે. આ ઘટના સાથે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી શરૂ થશે. શ્રી મોદી ભગવાન બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કરશે. આ અવસરે, પ્રધાનમંત્રી આદિવાસી સમુદાયોના ઉત્થાન અને પ્રદેશના ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે રૂ. 6,640 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

નવેમ્બર 11, 2024 8:53 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી મોદી આજે વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યૂઅલ સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ખેડા જિલ્લાના વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી સમારોહમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. વડતાલમાં આવેલું સ્વામિનારાયણ મંદિર અનેક દાયકાઓથી લોકોના સામાજિક અને આધ્યાત્મિક જીવનની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશ પર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ અક્ષરાનંદ સ્વામીએ કરાવ્યું હતું. વડતાલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિ-શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે દેશ-હજારોની સંખ્યામ...

ઓક્ટોબર 15, 2024 10:42 એ એમ (AM)

views 8

પીએમ મોદીએ I.T.U.ના વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલનનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ– I.T.U.ના વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલન – W.T.S.A. 2024 અને ઇન્ડિયા મૉબાઈલ કૉંગ્રેસની આઠમી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વ દૂરસંચાર ધોરણ સંમેલન સંયુક્ત રાષ્ટ્ર ડિજિટલ ટેક્નૉલોજી સંસ્થાના આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘના પ્રમાણિત કાર્યનું સંચાલન પરિષદ છે. તેનું આયોજન દર ચાર વર્ષે કરાય છે. I.T.U.ના ઇતિહાસમાં પહેલીવાર આવો પ્રતિષ્ઠિત વૈશ્વિક કાર્યક્રમ ભારત અને એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં થઈ રહ્યો છે. આ મહત્વનો...