ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM) ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM)

views 5

કેન્દ્રીય અંદાજપત્રથી સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, “આ વખતનું પહેલું કેન્દ્રીય અંદાજપત્ર એવું છે, જેમાં સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો છે.” સુરતમાં ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધતા તેમણે કહ્યું, “આ અંદાજપત્રથી ખેડૂતો અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ- MSMEને લાભ થશે. ગત 10 વર્ષમાં દેશમાં આત્મનિર્ભરતા વધી હોવાનું પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું.

ફેબ્રુવારી 1, 2025 8:39 એ એમ (AM) ફેબ્રુવારી 1, 2025 8:39 એ એમ (AM)

views 8

આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. 2024માં ભાજપનાં અગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે. દરમિયાન સુશ્રી સિતારમણે ગઈકાલે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણમાં રજૂ કર્યું  હતું જે મુજબ નાણાકીય વર્ષ 2025માં ભારતના વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન-GDPમાં 6.4 ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે અને નાણાકીય વર્ષ 2026માં આ વૃદ્ધિ 6.3 થી 6.8 ટકા વચ્ચે રહેવાની શક્યતા છે. આર્થિક સર્વેક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ઘરેલ...

જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM) જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM)

views 9

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે.

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે. દીકરીઓનાં રક્ષણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે એક દાયકાનાં સતત પ્રયાસોની સફળતા પ્રસંગે આજે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સશસ્ત્ર દળો, અર્ધ લશ્કરી દળો, દિલ્હી પોલિસ, વિદ્યાર્થિનીઓ અને આંગણવાડી કાર્યકરો ભાગ લેશે. 10મી વર્ષગાંઠની ઉજવણી 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સુધી ચાલશે. રાજ્ય અને જિલ્લા સ્તરે પણ આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

જાન્યુઆરી 21, 2025 10:15 એ એમ (AM) જાન્યુઆરી 21, 2025 10:15 એ એમ (AM)

views 3

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ મુખ્ય મહેમાન બનશે

દિલ્હી ખાતે આ વર્ષનાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને સૈન્ય શક્તિનું શાનદાર પ્રદર્શન કરવામાં આવશે. તેમાં બંધારણ લાગુ થયાના 75 વર્ષ અને જનભાગીદારી પર વિશેષ રૂપથી ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આ વર્ષે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રાબોવો સુબિયાન્તો પરેડના મુખ્ય મહેમાન રહેશે. સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે જણાવ્યું કે, કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સશસ્ત્ર દળોની સાથે-સાથે ઇન્ડોનેશિયાનાં 160 સભ્યોની કૂચ ટુકડી અને 190 સભ્યોની બેન્ડ ટીમ પણ ભાગ લેશે. તેમણે જણાવ્યું કે, વિવિધ રાજ્...

જાન્યુઆરી 20, 2025 9:36 એ એમ (AM) જાન્યુઆરી 20, 2025 9:36 એ એમ (AM)

views 17

પ્રથમ ખો ખો વર્લ્ડ કપની જીતમાં ગુજરાતની ઓપિનાર ભીલારની મહત્વની ભૂમિકા

દિલ્હીમાં રમાયેલા પ્રથમ ખો ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને 78-40નાં નોંધપાત્ર સ્કોર સાથે પરાજય આપીને પ્રથમ વર્લ્ડ કપની વિજેતા બની હતી. ભારતીય ટીમના વિજયમાં મૂળ ડાંગનાં અને તાપીમાં DLSS તેમજ આર્ટ્સ એન્ડ કૉમર્સ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતાં ઓપિનાર ભીલારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

જાન્યુઆરી 20, 2025 8:29 એ એમ (AM) જાન્યુઆરી 20, 2025 8:29 એ એમ (AM)

views 9

કેન્દ્રીય મંત્રી નડ્ડાએ ગઈકાલે સિપેટ ખાતે અંશશોધન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ ગઈકાલે અમદાવાદમાં કેન્દ્રીય પેટ્રૉકેમિકલ્સ એન્જિનિયરિંગ અને ટેક્નોલૉજી સંસ્થાન- સિપેટ ખાતે અંશશોધન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સિપેટને ખેતી અને આરોગ્ય ક્ષેત્રમાં એડવાન્સ સંશોધન કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, સ્ટૅન્ડ-અપ ઇન્ડિયા કે નવાચારને આગળ વધારવાની યોજનાથી સિપેટને નવી ઊર્જા મળી છે.

જાન્યુઆરી 17, 2025 9:29 એ એમ (AM) જાન્યુઆરી 17, 2025 9:29 એ એમ (AM)

views 5

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 માઓવાદી માર્યા ગયા

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથે ચાલી રહેલી અથડામણમાં ઓછામાં ઓછા 12 માઓવાદીઓ માર્યા ગયા છે. બીજાપુર જિલ્લામાં તેલંગાણા સરહદ પર દક્ષિણ બસ્તરના જંગલોમાં ગઇકાલે સવારથી આ અથડામણ ચાલી રહી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, કોબ્રા બટાલિયન અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની સંયુક્ત ટીમ દક્ષિણ બસ્તરના જંગલોમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી. ગઇકાલે સવારથી સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે સમયાંતરે ગોળીબાર ચાલુ છે. બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને સ...

જાન્યુઆરી 17, 2025 9:13 એ એમ (AM) જાન્યુઆરી 17, 2025 9:13 એ એમ (AM)

views 10

કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં અને નિવૃત્ત કર્મચારીઓનાં પેન્શનમાં વધારાનાં મુદ્દે નિર્ણય લેશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, વર્ષ 1947થી અત્યાર સુધી સાત પગાર પંચની રચના થઈ છે. વર્ષ 2016માં સાતમા પગાર પંચની રચના થઈ હતી, જેની મુદત વર્ષ 2026માં પૂર્ણ થઈ હતી. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી કેન્દ્ર સરકારનાં 50 લાખ કર્મચારીઓને લાભ થશે, જેમાં સંરક્ષણ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 65 લાખથી વધુ પ...

જાન્યુઆરી 16, 2025 10:07 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 10:07 એ એમ (AM)

views 7

ફિલ્મ અભિનેતા સૈફઅલી ખાન પર હુમલો, ઘાયલ સૈફઅલી લીલાવતી હોસ્પિટલમાં દાખલ

ફિલ્મ અભિનેતા સૈફઅલી ખાન પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના ગત મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ગત મોડી રાતના હુમલો થયો હોવાની વિગતો સામે આવી છે. ગત મોડી રાતના એક હુમલાખોરે તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેણે સૈફઅલી ખાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ઘાયલ ફિલ્મ અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મુંબઈ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના ગત મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસ...

જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદીય ક્ષેત્રમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જળવ્યવસ્થાપનનાં પરિણામે ઉત્તરગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગામેગામ સિંચાઈ અને પીવાનું શુધ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે. ગઇકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના સંસદીય વિસ્તાર ગાંધીનગરનાં માણસામાં અંદાજે 241 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.તેમણે અંબોડ ખાતે 234 કરોડ રૂપિયાનાં ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શા...