ફેબ્રુવારી 17, 2025 10:11 એ એમ (AM)

views 61

દિલ્હીમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા

આજે સવારે નવી દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ સવારે 5:36 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર દિલ્હી નજીક પાંચ કિલોમીટરની ઊંડાઈએ હોવાનું કહેવાય છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી, નોઈડા, ઈન્દિરાપુરમ અને એનસીઆર ના અન્ય વિસ્તારોમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર 28.59 ઉત્તર અક્ષાંશ અને 77.16 પૂર્વ રેખાંશ પર હતું. જો કે હજુ સુધી સંપત્તિ કે જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી.

ફેબ્રુવારી 17, 2025 9:50 એ એમ (AM)

views 34

આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી અગ્રેસર : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે.” ગાંધીનગરના નીલાંબર સભાગૃહ ખાતે વાયુદળ મંડળ ગુજરાત શાખા દ્વારા યોજાયેલા આઠમા વાર્ષિક સ્મારક વ્યાખ્યાયનમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉપરોક્ત બાબત જણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “ગત 10 વર્ષમાં દેશભરમાં માઓવાદ અને નક્સલવાદ સામેની લડાઈમાં મહત્વની સફળતા મળી છે, જેના કારણે અનેક રાજ્યના વિકાસમાં વધારો થયો છે.” આ વ્યાખ્યાન માળા કાર્યક્રમ ભારતીય વાયુસેનાના એકમાત્ર પરમવી...

ફેબ્રુવારી 15, 2025 11:00 એ એમ (AM)

views 47

ફ્રાંસ અને અમેરિકાના પ્રવાસથી પ્રધાન મંત્રી મોદી પરત ફર્યા

ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ભારત પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની મુલાકાતે ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રીની અમેરિકાની આ પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી હતી. ગુરુવારે મોડીરાત્રે વ્હાઇટ હાઉસમાં ચાર કલાક સુધી દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.

ફેબ્રુવારી 12, 2025 9:04 એ એમ (AM)

views 44

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પેરિસમાં 14મા ભારત-ફ્રાન્સ સીઈઓ મંચને સંબોધિત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગઈકાલે પેરિસમાં 14મા ભારત-ફ્રાન્સ સીઈઓ મંચને સંબોધિત કર્યું. બંને નેતાઓએ વેપાર સંબંધોને મજબૂત કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને દેશોના ઉદ્યોગના ટોચના પ્રતિનિધિઓએ સંરક્ષણ, એરોસ્પેસ, કૃત્રિમ બુદ્ધિમત્તા, માળખાગત સુવિધાઓ અને ટકાઉ વિકાસના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્રધાનમંત્રીએ વૈશ્વિક રોકાણ સ્થળ તરીકે ભારતના વધતા આકર્ષણ પર પ્રકાશ પાડી સ્થિર નીતિઓ અને તાજેતરના આર્થિક સુધારાઓ પર ભાર...

ફેબ્રુવારી 11, 2025 11:35 એ એમ (AM)

views 60

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ યુનાની દિવસ નિમિતે આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે યુનાની દિવસ નિમિતે નવી દિલ્હીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ પણ ઉપસ્થિત રહેશે. પ્રખ્યાત યુનાની ચિકિત્સક, શિક્ષક અને સ્વાતંત્ર્ય સેનાની હકીમ અજમલ ખાનના જન્મદિન નિમિતે દર વર્ષે 11 ફેબ્રુઆરીને યુનાની દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આયુષ મંત્રાલય હેઠળની અગ્રણી સંશોધન પરિષદ, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યુનાની મેડિસિન, "સંકલિત આરોગ્ય ઉકેલો માટે યુનાની દવામાં નવીનતાઓ” વિષય પર બે દિવસીય આંતરરા...

ફેબ્રુવારી 11, 2025 11:30 એ એમ (AM)

views 63

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે. આ સંવાદનો ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તેઓ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી મોદી આજે  કૃત્રિમ બુદ્ધિમતા  એક્શન સમિટની સહ-અધ્યક્ષતા  કરશે . આ પરિષદનો ઉદ્દેશ્ય કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવાની સાથે જવાબદાર કૃત્ર...

ફેબ્રુવારી 10, 2025 9:55 એ એમ (AM)

views 44

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લેશે. તેઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. રાષ્ટ્રપતિ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે. તેઓ ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટરમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મહાકુંભ વિશેની માહિતી મેળવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. મહાકુંભનાં મેળા વિસ્તારમાં ગાંધી શિલ્પ બજાર આકર્ષણનું મોટું કેન્દ્ર બન્યું છે. આ બજારમાં દેશભરમાં કારીગરો પરંપરાગત કળા...

ફેબ્રુવારી 10, 2025 8:25 એ એમ (AM)

views 43

પરીક્ષા પે ચર્ચા અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ક્રિસ્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ ગોષ્ઠિ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત  પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરેલી છે. આ પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી આજે યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં પરીક્ષા પેર ચર્ચા કાર્યક્રમનું વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે...

ફેબ્રુવારી 6, 2025 8:13 એ એમ (AM)

views 45

અમેરિકાથી પરત મોકલાયેલા 33 ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચશે

અમેરિકામાં ગેરકાયદે રહેતા 104 જેટલા ભારતીયોને ગઈકાલે અમેરિકન વિમાનમાં પંજાબના અમૃતસર ખાતે લવાયા હતા. અમારા અમદાવાદના પ્રતિનિધિ જણાવે છે કે, અમેરિકાથી પરત મોકલાયેલા આ ભારતીયોમાં રાજ્યના 33 લોકો સામેલ છે. આમાં પણ સૌથી વધુ લોકો ઉત્તર ગુજરાતના અને એક વ્યક્તિ અમદાવાદના થલતેજ વિસ્તારના રહેવાસી હોવાનું જણાયું છે. આ તમામ લોકોને આજે સવારે અમદાવાદ લવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકામાં ગેરકાયદે વસતા વિવિધ દેશનાં લોકોને પરત મોકલવા કાર્યવાહી હાથ ધ...

ફેબ્રુવારી 3, 2025 9:41 એ એમ (AM)

views 40

આજે લોકસભામાં વકફ સુધારા બિલ, 2024 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિનો અહેવાલ રજૂ કરાશે

આજે લોકસભામાં વકફ સુધારા બિલ, 2024 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તેનો અહેવાલ રજૂ કરવામાં આવશે. વકફ સુધારા બિલ, 2024 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ - જેપીસી નો અહેવાલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. જેપીસી ના અધ્યક્ષ જગદંબિકા પાલ ભાજપના સાંસદ સંજય જયસ્વાલ સાથે મળીને રિપોર્ટ રજૂ કરશે. તેઓ સંયુક્ત સમિતિ સમક્ષ આપેલા પુરાવાઓનો રેકોર્ડ પણ રજૂ કરશે. આ રિપોર્ટ ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સુપરત કરવામાં આવ્યો છે. જેપીસીએ 29 જાન્યુઆરીએ વક્ફ સુધારા બિલમાં સુધારો કરીને ડ્...