જૂન 24, 2025 9:10 એ એમ (AM)

views 17

મધ્ય પૂર્વમાં હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ

મધ્ય પૂર્વમાં હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ છે. અમદાવાદ એરપોર્ટ પરથી હવાઇ મુસાફરો કરતાં મુસાફરોને અમદાવાદ એરપોર્ટના તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે તેઓ એરપોર્ટ પર પહોંચતા પહેલા તેમની સંબંધિત એરલાઇન્સ સાથે તેમની ફ્લાઇટ્સની સ્થિતિ તપાસે.આ સ્થિતિની જાણકારી મેળવીને જ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે તેવી પણ સલાહ એરપોર્ટ સત્તાવાળોએ મુસાફરોને આપી છે.

ફેબ્રુવારી 27, 2025 9:28 એ એમ (AM)

views 23

ઊંઝા ખાતે દેશના પ્રથમ એકસકલુઝિવ કન્ટેનર યાર્ડનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉદઘાટન કર્યું

ઊંઝા ખાતે ભારતના પહેલા એક્સક્લુજીવ રેલવે કન્ટેનર યાર્ડનું રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઊંઝા ક્લસ્ટર એક્સપોર્ટર્સ અને અમદાવાદ ડિવિઝનના સહયોગથી એક ખાનગી કંપનીના સહયોગથી મસાલાનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ, ઊંઝાથી મુંદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે રવાના કરવામાં આવ્યો. મહેસાણા જિલ્લામાં ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં સરળતાથી પહોંચશે. દર વર્ષે 65 હજાર કન્ટેનર આ યાર્ડથી સપ્લાય થશે.

ફેબ્રુવારી 27, 2025 8:29 એ એમ (AM)

views 25

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સવારે નર્મદા જિલ્લાનાં એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાજ્યની ચાર દિવસની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ મૂર્મું નર્મદા અને કચ્છ જીલ્લામાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં બે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ફેબ્રુવારી 25, 2025 9:33 એ એમ (AM)

views 11

આવતીકાલે મહાશિવરાત્રીના અવસરે પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ પૂર્ણ થશે

પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ આવતીકાલે મહાશિવરાત્રીના શુભ અવસર પર સત્તાવાર રીતે પૂર્ણ થશે. વહીવટીતંત્રે આ પ્રસંગને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર માંડદ એ જણાવ્યું હતું કે મહાકુંભને પવિત્ર, સુવ્યવસ્થિત અને યાદગાર રીતે પૂર્ણ કરવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વહીવટીતંત્રનો ઉદ્દેશ ભક્તો માટે સરળ મુસાફરી અને તેમના અનુભવો દિવ્ય ...

ફેબ્રુવારી 24, 2025 8:42 એ એમ (AM)

views 20

આજથી સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મહોત્સવનો પ્રારંભ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજથી સોમનાથ મહોત્સવનો પ્રારંભ થશે. સોમનાથના સમુદ્ર દર્શન વોક વે પર 26 મી ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ યોજાશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ મહોત્સવ અંગે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે મંદિર સવારે 4 વાગ્યાથી 42 કલાક સુધી ખુલ્લુ રહેશે. આ દરમિયાન ભક્તો માટે સવારે 8 થી 11 અને સાંજે એકથી 5 વાગ્યા સુધી વિશેષ પાત્ર સાથે ગંગાજળ અભિષેકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM)

views 27

વિકસિત ગુજરાતના નિર્માણ માટે નાગરિકોને વરસાદી પાણીનો સંગ્રહ સાથે પર્યાવરણની જાળવણી કરવા મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતના નિર્માણમાટે વરસાદી પાણીનો સંગ્રહ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણને સહજ સ્વભાવ બનાવવા નાગરિકોને અપીલ કરી છે. અમદાવાદમાં ગઈકાલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદાના પાણીનું વિતરણ નેટવર્ક, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 24 કલાક વીજળીથી ગુજરાત દેશના વિકાસનું આદર્શ રાજ્ય બન્યું છે.” આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે ભારતમાં સેમિ-કન્ડક્ટરની પહેલી ચી...

ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM)

views 14

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાશે. તેમાં રાજ્યના 51 લાખ 41 હજારથી વધુ ખેડૂત પરિવારને એક હજાર 148 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે એમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. આ તરફ નવસારીમાં યોજાનારા કિસાન સન્માન સમારોહમા...

ફેબ્રુવારી 20, 2025 9:17 એ એમ (AM)

views 25

શ્રીમતી રેખા ગુપ્તા આજે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

શ્રીમતી રેખા ગુપ્તા આજે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગઈકાલે દિલ્હી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા બાદ, તેઓ રાજભવન ખાતે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને મળ્યા અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. આજે બપોરે 12.35 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર રેખા ગુપ્તાને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવશે. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ પણ હાજરી આપી શકે છે. આ કાર્યક્રમમાં લગભગ 20 રાજ્યોના મુ...

ફેબ્રુવારી 19, 2025 8:46 એ એમ (AM)

views 58

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે.

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે. આજે પહેલા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી સત્રની શરૂઆત થશે. જ્યારે આવતીકાલે નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરશે. આ સત્ર દરમિયાન સરકારી ખરડા, સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા અંગે બેઠકમાં ચર્ચા કરાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, આ સત્રને ધ્યાનમાં રાખી 6 નાયબ પોલીસ અધીક્ષક, 10 પોલીસ ઇન્સ્પેક્ટર, 35 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 660થી વધુ જવાન ફરજ પર તહેનાત રહેશે. જ્યારે વિશેષ...

ફેબ્રુવારી 19, 2025 8:44 એ એમ (AM)

views 91

ભારત અને કતાર વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર. – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કતાર સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે અને બંને દેશો વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રોમાં વિશ્વસનીય ભાગીદાર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-સાનીનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ એવું સૂચન કર્યું કે ભારત અને કતારે નવીનતા, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સમાં સહયોગ વધારવા માટે તેમની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું કે બંને દેશોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રગતિ અને...