ઓક્ટોબર 6, 2024 7:45 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 7:45 પી એમ(PM)

views 5

આવતીકાલથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય

રાજ્યમાં આવતીકાલથી 15મી ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. વર્ષ 2001માં સાતમી ઑક્ટોબરે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી અત્યાર સુધી 23 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા લોકોમાં ઉજાગર કરવા હવે દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવાશે. આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ અંગે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘આ સપ્તાહ દરમિયાન ભારત વિકાસ પ્રતિજ્ઞા, યુવા વર્ગની સહભાગિતા અંગે શાળા-કૉલેજમાં નિબંધ સ્પર્ધા સ...

ઓક્ટોબર 6, 2024 7:29 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 7:29 પી એમ(PM)

views 11

બનાસકાંઠા: સૂઈગામમાં બુટ કેમ્પનું સમાપન, વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમથી માહિતગાર કરાયા

બનાસકાંઠાના સૂઈગામ ખાતે ગુજરાત પ્રવાસન અને સરહદ સુરક્ષા દળ-BSF દ્વારા આયોજિત ત્રણ દિવસીય બુટ કેમ્પનું આજે સમાપન થયું. આઠમા તબક્કાની આ શિબિરમાં રાજસ્થાનની એક શાળાના 19 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને સરહદ વ્યવસ્થાપન અને શિસ્તના પરિચય સાથે લશ્કરી તાલીમની મૂળભૂત બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તેઓને ઉપરાંત શારીરિક તાલીમ, યોગ, રૂટ માર્ચ, શસ્ત્રોનું સંચાલન સહિતની તાલીમ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ નડાબેટની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, પહેલ દેશના યુવાનોમાં જુસ્સો...

ઓક્ટોબર 6, 2024 7:25 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 7:25 પી એમ(PM)

views 7

મહીસાગર: ATM ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 4 લોકોની ધરપકડ; 3.85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

મહીસાગર જિલ્લામાં ATM કાર્ડની અદલા બદલી કરી લોકો સાથે છેતરપિંડી કરનારા ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડી 3 લાખ 85 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સંતરામપુરથી લુણાવાડા તરફ એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ કારની તપાસ કરતાં 40 એટીએમ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ કરતા રાજ્યના ઝાલોદ, કરજણ અને વડોદરા સહિત અન્ય રાજ્યોમાં પણ ATM ચોરી સામે આવી છે. પકડાયેલા આ ચાર ઇસમો ઉત્તરપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે.

ઓક્ટોબર 6, 2024 7:07 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 7:07 પી એમ(PM)

views 4

ડાંગ: સુબિરમાં આયોગના ત્રિ-માસિક “સંપૂર્ણતા અભિયાન”નું સમાપન

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા ખાતે નીતિ આયોગના ત્રિ-માસિક “સંપૂર્ણતા અભિયાન”નું સમાપન થયું છે. આ ત્રણ મહિના દરમિયાન તમામ વિભાગ દ્વારા આરોગ્ય ક્ષેત્રે 3, પોષણ ક્ષેત્રના એક, ખેતીવાડીના એક, જિલ્લા ગ્રામવિકાસ સંસ્થાના એક મળી કુલ 6 સૂચકને સેચ્યુરેશન લેવલ એટલે કે, સંતૃપ્તિ સ્તર સુધી લાવવા આપેલા લક્ષ્યાંકો પૂર્ણ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, “સંપૂર્ણતા અભિયાન”ના સમાપનના ભાગરૂપે મહાત્વાકાંક્ષી તાલુકા સુબીર ખાતે સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં આ અભિયાન દરમિયાન થયેલી કામગીરીનો ચિતાર રજૂ કરી, શ્રેષ્ઠ કામગીરી કરના...

ઓક્ટોબર 6, 2024 3:15 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 3:15 પી એમ(PM)

views 6

વિસનગર: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગરબાનો પ્રારંભ કરાવ્યો

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સામાજિક સંસ્થા દ્વારા યોજાયેલા ગરબાનો પ્રારંભ કરાવ્યો હતો. જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવાય તે હેતુથી સંસ્થા દ્વારા આ ગરબાનું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા મેડિકલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે 360 જેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારે મદદ પહોંચાડવામાં આવી છે.