જાન્યુઆરી 26, 2025 7:26 પી એમ(PM)

views 24

વિવિધ દેશોના નેતાઓએ ભારતને તેના 76માં પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન પાઠવ્યા

વિવિધ દેશોના નેતાઓએ ભારતને તેના 76મા પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે માલદીવ હંમેશા ભારત સાથે મિત્રતા અને સહયોગના મજબૂત બંધનોને જાળવી રાખશે, જે પરસ્પર વિશ્વાસ, આદર અને સમજણ પર આધારિત છે. તેના જવાબમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી ભાગીદારી અંગેની તેમની લાગણીને સંપૂર્ણપણે શેર કરે છે. ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગેએ તેમના સંદેશમાં કહ્યું કે ...

જાન્યુઆરી 26, 2025 6:01 પી એમ(PM)

views 31

DRIએ વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવીને દીપડાના ચામડા અને નખ જપ્ત કર્યા

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવીને દીપડાના ચામડા અને નખ જપ્ત કર્યા. DRI દ્વારા ચોક્કસ ખાનગી માહિતી અને CID (ક્રાઇમ), ગુજરાતના ઇનપુટ્સના આધારે, અમદાવાદના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં એક સંગઠિત વન્યજીવ પ્રતિબંધિત વેપાર કામગીરીને સફળતાપૂર્વક અટકાવી અને બે દીપડાના ચામડા અને 18 દીપડાના નખ જપ્ત કર્યા હતા. ગેરકાયદે વેપારમાં સામેલ પાંચ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે, અને જપ્ત કરાયેલી વસ્તુઓ વન્યજીવ સંરક્ષણ અધિનિય...

જાન્યુઆરી 26, 2025 5:41 પી એમ(PM)

views 27

હમાસ-ઇઝરાયલ વચ્ચે કેદી-બંધક મુક્ત કરવાનો બીજો તબક્કો પૂર્ણ: ICRC

રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ, ICRCએ જાહેરાત કરી છે કે હમાસ અને ઇઝરાયલ વચ્ચે કેદી-બંધક મુક્ત કરવાનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. યુદ્ધવિરામ કરારની પ્રારંભિક શરતો હેઠળ આ વિનિમય અમલમાં મૂકવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં, ICRC દ્વારા હાથ ધરવામાં આવેલા સંપૂર્ણ સંકલન અને સમીક્ષા પ્રક્રિયાઓ પછી, 200 પેલેસ્ટિનિયન કેદીઓ અને 4 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. IDF પ્રવક્તા ડેનિયલ હાગારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હમાસની કેદમાં 477 દિવસ પછી 4 વધુ ઇઝરાયલી બંધકોનું સ્વાગત કરવામાં આવ્યું છે. તે...

જાન્યુઆરી 26, 2025 5:30 પી એમ(PM)

views 26

કેન્દ્રીય પિયૂષ ગોયલ 27-28 જાન્યુઆરીએ ઓમાનના પ્રવાસે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ, 27-28 જાન્યુઆરી દરમિયાન ઓમાનના પ્રવાસે જશે. તેઓ ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી કૈસ બિન મોહમ્મદ બિન મુસા અલ-યુસેફ સાથે 11મી સંયુક્ત કમિશન મીટિંગમાં હાજરી આપશે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, “મુલાકાત દરમિયાન બંને નેતાઓ વેપાર અને રોકાણ તથા વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ પર વ્યાપક ચર્ચા કરશે. ફિક્કી અને ઓમાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે સંયુક્ત વ્યાપાર પરિષદની બેઠકમાં મંત્રી સાથે એક વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ ઓમાન જશે.” મુલાકાત ...

ડિસેમ્બર 28, 2024 7:16 પી એમ(PM)

views 29

ઇસરો સોમવારે અવકાશ ઉપગ્રહ જોડાણ પરિક્ષણ કરશે, આગવી અવકાશ ટેકનોલોજી ધરાવતા દેશોમાં ભારત સ્થાન મેળવશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરો મહત્વનું અવકાશ ઉપગ્રહ જોડાણ પરિક્ષણ આ સોમવારે હાથ ધરશે. કેન્દ્રીય અવકાશ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, આ ઐતિહાસિક મિશનમાં બે ઉપગ્રહોને PSLV રોકેટની મદદથી અવકાશમાં મોકલ્યા બાદ તેમણે સ્વદેશી ટેકનોલોજી - ભારતીય ડોકિંગ સિસ્ટમ દ્વારા અવકાશમાં જોડવામાં આવશે. આ મિશન સફળતાથી પૂર્ણ થતાં આવી આગવી અવકાશ ટેકનોલોજી ધરાવતા થોડા દેશોના જૂથમાં ભારત સ્થાન મેળવશે.

ડિસેમ્બર 28, 2024 7:04 પી એમ(PM)

views 25

BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા સાત દિવસના રિમાન્ડ પર

BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને આજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેને સાત દિવસના રિમાન્ડ આપ્યાં હતા. રિમાન્ડ મંજૂર થયા બાદ તેને સીઆઇડી ક્રાઇમની ઓફિસે પરત લવાયો હતો. તેના સાત દિવસના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. આરોપી ભૂપેન્દ્ર ઝાલાની વિસનગરના દવાડાથી ગામેથી ઝડપાયા બાદ તેની સીઆઇડી ક્રાઇમે પ્રાથમિક પૂછપરછ કરી હતી..આરોપીની પૂછપરછ અંગેની વધુ વિગતો આપતા સીઆઇડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડ એ જણાવ્યું હતું કે લોકોના 95 કરોડ રૂપિયા ચૂકવવાના હોવાનું પ્ર...

ડિસેમ્બર 28, 2024 5:50 પી એમ(PM)

views 30

લોથલ: CM ભૂપેન્દ્ર પટેલે દેશના પ્રથમ NMHCની કાર્યપ્રગતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ, NMHCની કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને મનસુખ માંડવિયાએ નિર્માણના પ્રથમ તબક્કા હેઠળ ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતની પ્રાચીન ભવ્ય સામુદ્રિક વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને વિરાસત ભી વિકાસ ભી સાકાર કરવાની નેમ પાર પડશે. NMHCનો પહેલો તબ્બકો હાલ નિર્માણાધીન છે. આ તબક્કા હેઠળ NMHC મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે, જેમાં છ ગેલેરીઓનો સમાવે...

ડિસેમ્બર 28, 2024 5:37 પી એમ(PM)

views 31

તહેવારોમાં સોમનાથ મહાદેવના દર્શન મોટી સંખ્યામાં યાત્રિકોનો પ્રવાહ ઊમટી પડ્યો

સોમનાથ મહાદેવના દર્શન મોટી સંખ્યામાં યાત્રિકોનો પ્રવાહ ઊમટી પડ્યો છે. ક્રિસમસ અને 31ના મીની વેકેશનને લઈને જગવિખ્યાત યાત્રાધામ સોમનાથ અને સિંહોના રહેઠાણ એવા સાસણ ગીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા ગીર અને સોમનાથમાં તમામ હોટલો, ગેસ્ટહાઉસ અને રિસોર્ટ પહેલી જાન્યુઆરી સુધી હાઉસફૂલ થઈ ગયા પ્રવાસીઓના ધસારાના પગલે હોટલ, ટેક્સી, ટ્રાવેલ્સના ભાડાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સાસણ ગીરની આજુબાજુ અંદાજે 300 જેટલા ફાર્મ હાઉસ અને 100 જેટલા હોટલ રિસોર્ટ આવેલા છે તેમજ સ...

ડિસેમ્બર 14, 2024 6:33 પી એમ(PM)

views 24

રાજ્યભરના વિવિધ જીલ્લાઓમાં આજે લોક અદાલતનું આયોજન કરાયું

રાજ્યભરના વિવિધ જીલ્લાઓમાં આજે લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલી લોક અદાલતમાં બેન્કિગ, ફાઈનાન્સ, અકસ્માત વીમા કંપનીના કલેઈમ, RTO મેમો સહિતના કેસોનું સમાધાન કરાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ અદાલતમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં મોટર અકસ્માત હેઠળ વળતર કેસો, લેબર અદાલતના સમાઘાન પાત્ર કેસો, જમીનને લગતા, મિલકતોને લગતા, પાર્ટીશનને લગતા પેન્ડીંગ કેસો મુકાયા હતા. અરવલ્લી જિલ્લાના ધનસુરા, મોડાસા, બાયડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓની ...

ડિસેમ્બર 14, 2024 5:59 પી એમ(PM)

views 30

IND vs AUS: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ મેચ આજે બ્રિસ્બનમાં શરૂ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં આજથી શરુ થયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પહેલા દિવસની રમત 13 ઓવર બાદ વરસાદના કારણે બંધ રાખવાની ફરજ પડી છે. ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરમાં વિના વિકેટે 28 રન નોંધાવ્યા છે. ઉસ્માન ખ્વાજા 19 રન સાથે અને નાથન ચાર રન સાથે રમતમાં છે. ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે તેની ટીમમાં આર. અશ્વિન અને હર્ષિલ રાણાના બદલે રવિન્દ્ર જાડેજા અને આકાશદીપને રમવાની તક આપી છે.