ઓગસ્ટ 4, 2024 8:56 એ એમ (AM) ઓગસ્ટ 4, 2024 8:56 એ એમ (AM)

views 9

અમિત શાહની દેશવાસીઓને 9 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો લહેરાવા અપીલ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય આંદોલન બની ગયું છે. આ અભિયાને દરેક ભારતીયમાં મૂળભૂત એકતા જાગૃત કરી છે.

ઓગસ્ટ 4, 2024 8:41 એ એમ (AM) ઓગસ્ટ 4, 2024 8:41 એ એમ (AM)

views 7

રાજ્યમાં 15,820 માતાએ પોતાના દૂધનું દાન કરી 12,403 બાળકોની પરોક્ષ માતા બની

રાજ્યમાં અત્યાર સુધી 15 હજાર 820 માતાઓ પોતાના દૂધનું દાન કરી 12 હજાર 403 બાળકોની પરોક્ષ માતા બની છે. ગાંધીનગરની “હ્યુમન મિલ્ક બેન્ક”માં 415 માતાએ 449 બાળકોને નવજીવન આપ્યું છે. હવે આગામી સમયમાં અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં હ્યુમન મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવશે. રાજ્યમાં સાતમી ઑગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાશે, જેનો ઉદ્દેશ્ય બાળકના જન્મના પ્રથમ કલાકથી જ સ્તનપાનનો પ્રારંભ, 6 માસ સુધી ફક્ત સ્તનપાન પર ઉછેર અને 6 માસ બાદ માતાના દૂધની સાથે ઉપરી આહારની શરૂઆતની પરંપરાની જાગૃતિ કેળવવાનો...

ઓગસ્ટ 3, 2024 10:55 એ એમ (AM) ઓગસ્ટ 3, 2024 10:55 એ એમ (AM)

views 10

મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની 54 નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો અને વાહનો માટે રૂ.63 કરોડ ફાળવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો – સાધનો (ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસ)ની ખરીદી માટે કુલ ૬૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. ગુજરાત દેશના વિકાસનું રોલમોડેલ સ્ટેટ છે અને તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, ફાયર સેફ્ટીની જરૂરિયાતો પણ વધી છે. આ સંદર્ભમાં પ્રજાકીય પ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. જેનો સકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યમ...

ઓગસ્ટ 3, 2024 10:18 એ એમ (AM) ઓગસ્ટ 3, 2024 10:18 એ એમ (AM)

views 6

આજે ભારતીય અંગદાન દિવસ : દિલ્હી ખાતે ગુજરાતને પાંચ શ્રેણીમાં એવોર્ડ મળશે

આજે 3 ઓગસ્ટ ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે. વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૩માં અંગદાતાઓની સંખ્યામાં ૧૨૮ ટકા અને અંગોના દાનમાં ૧૭૬ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1654 અંગનું દાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 થી 2021 દરમિયાન રાજ્યમાં 170 અંગદાન થયા હતા. કોરોનાકાળ બાદ રાજ્યમાં સર્વત્ર પ્રસરેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે 2022 થી જુલાઇ 2024 એટલે કે અઢી વર્ષમાં 367 જેટલા અંગદાન થય...

ઓગસ્ટ 2, 2024 3:08 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 3:08 પી એમ(PM)

views 1

આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ઘણા વિસ્તારમાં વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે.આજે સવારે છ વાગે પૂર થતાં ચોવીસ કલાકમાં 129 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં 62 મીલીમીટર, ડાંગના આહવા અને વઘઈમાં 50 મીલીમીટર કરતાં વધુ વરસાદ વરસ્યો છે.. વરસાદને કારણે રાજ્યમાં ૭૦ રસ્તાઓ બંધ હાલતમાં છે.. સ્ટેટ હાઈવે હસ્તકના ચાર રસ્તાઓ પણ બંધ થયા છે.જ્યારે પંચાયત હસ્તકના ૬૩ રસ્તાઓ બંધ છે અને અન્ય ૩ રસ્તા અવરજવર માટે સ્થગિત કરાયાં છે. જીલ્લાવાર જોઇ તો પોરબંદરમાં પંચાયત હસ્તકના સૌથી વધુ ૨૩ રસ્તા બંધ, જૂનાગઢમાં પંચાયત હસ્તકના ૧૧ રસ્તા બ...

ઓગસ્ટ 2, 2024 10:35 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:35 એ એમ (AM)

views 6

ગીર સોમનાથ જિલ્લાના ધામળેજ ખાતે દરિયા કિનારેથી પાંચ કરોડ 30 લાખ રૂપિયાનાં માદક દ્રવ્યો જપ્ત

ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કાંઠેથી વધુ એક વાર મોટી માત્રામાં માદક પદાર્થો મળી આવ્યા છે. ગઇ કાલે ગીર સોમનાથ SOG, FSL સહિતની ટીમોએ સુત્રાપાડાના ધામળેજ ખાતે દરિયાકિનારાથી પાંચ કરોડ 30 લાખ રૂપિયાનાં માદક દ્રવ્યો જપ્ત કર્યા છે ગઈ કાલે ગીર સોમનાથ એસ.ઓ.જી., પોલીસ ઇન્સ્પેક્ટર તથા પીએસઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસના કર્મચારીઓ સુત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન મળેલી બાતમીનાં આધારે ધામળેજ ગામે સ્મશાન પાસે હુડવીયા પીરની દરગાહ જવાના રસ્તે દરીયા કિનારેથી દસ કીલો છસો ગ્રામ બિનવારસી ચરસના પેકેટો જપ...

ઓગસ્ટ 2, 2024 10:34 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:34 એ એમ (AM)

views 7

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી વધુ ત્રણ બાળકોનાં મૃત્યુઃ મૃત્યુઆંક વધીને 61 થયો

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી છેલ્લાં 24 કલાકમાં વધુ ત્રણ બાળકોનાં મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 61 થયો છે, જ્યારે નવા આઠ કેસ વધતા અત્યાર સુધીનાં કુલ કેસોની સંખ્યા વધીને 148 થઈ છે. પોઝીટીવ કેસની સંખ્યામાં પાંચનો વધારો થયો છે. રાજ્યના કુલ 21 જિલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાય છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ તપાસ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી ચાલુ છે. હાલમાં 27 દર્દી રાજ્યની વિવિધ હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધી કુલ 60 દર્દીને રજા આપવામાં આવી છે. અમારા દીવ જિલ્લાના પ્રતિનિધી ભારતી રાવલ...

જુલાઇ 31, 2024 7:54 પી એમ(PM) જુલાઇ 31, 2024 7:54 પી એમ(PM)

views 6

રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર ઘટયું

રાજ્યમાં ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર ઘટયું. આગામી બે દિવસમાં મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી સવારના છ વાગ્યાથી લઇને આજના સાંજના છ વાગ્યા સુધીમાં 79 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસ્યો છે. જ્યારે વલસાડના કપરાડામાં 17 મિલીમિટર અને કચ્છના ગાંધીધામ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 16-16 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યમા હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 30થી 40 કિ...

જુલાઇ 31, 2024 11:03 એ એમ (AM) જુલાઇ 31, 2024 11:03 એ એમ (AM)

views 7

મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલાઓના સામર્થ્યને ઉજાગર કરવા માટે પહેલીથી આઠમી ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે

મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલાઓના સામર્થ્યને ઉજાગર કરવા માટે સમગ્ર રાજ્યમા દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલી થી આઠમી ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી મહિલાઓનું સન્માન કરાશે. આ સપ્તાહ દરમિયાન મહિલા સુરક્ષા રેલી, શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ, હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓને દીકરી વધામણા કીટ વિતરણ, વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ વિતરણ, ...

જુલાઇ 31, 2024 11:00 એ એમ (AM) જુલાઇ 31, 2024 11:00 એ એમ (AM)

views 14

 રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ શંકાસ્પદ કેસની સંખ્યા 137 પર પહોંચી, અત્યાર સુધીમાં 56 દર્દીના મોત

રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ એટલે કે, વાઈરલ એન્કેફેલાઈટીસના શંકાસ્પદ કુલ કેસની સંખ્યા 137 એ પહોંચી છે. આમાંથી કુલ 51 કેસ પોઝિટિવ મળ્યા છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાઈરસના કારણે 56 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે 29 દર્દી સારવાર હેઠળ તો 52 દર્દીને રજા આપવામાં આવી છે. આરોગ્યની ટુકડી પણ પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓના ઘરે અને આસપાસના વિસ્તારના ઘર મળી કુલ 45 હજાર 215 ઘરમાં દેખરેખની કામગીરી કરી રહી છે. પંચમહાલ જિલ્લામાં અસરગ્રસ્ત બાળકો પૈકી સાત બાળકના મૃત્યુ નિપજવા ઉપરાંત ચાંદ...