ઓગસ્ટ 28, 2024 9:10 એ એમ (AM)

views 30

રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો

રાજ્યમાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને આવતીકાલ એટલે કે ગુરૂવારે યોજાનારો મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ તેમજ જિલ્લા કક્ષાએ યોજવામાં આવતો જિલ્લા સ્વાગત મુલતવી રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત 29 ઓગસ્ટના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ સંબંધિતોને આ અંગેની નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જન સંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઓગસ્ટ 28, 2024 8:53 એ એમ (AM)

views 38

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ વચ્ચે આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના જે જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે, તેમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપરુ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા...

ઓગસ્ટ 22, 2024 12:15 પી એમ(PM)

views 24

રાજ્યની સહકારી બેન્કોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંદાજે 22 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા

રાજ્યની સહકારી બેન્કોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંદાજે 22 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં 6 હજાર 500 કરોડ રૂપિયાની થાપણ પણ જમા થઈ છે તેમ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વિધાનસભા ગૃહમાં માહિતી આપી હતી. રાજ્ય વિધાનસભામાં શ્રી વિશ્વકર્માએ કહ્યું, બનાસકાંઠામાં પાયલટ પ્રૉજેક્ટ અંતર્ગત સહકારી મંડળીઓના ખાતા જિલ્લા સહકારી બેન્કમાં ખોલવવા માટે સમજૂતી કરવામાં આવી હતી, જે હેઠળ એપ્રિલ 2023થી જુલાઈ 2024 સુધીમાં બનાસકાંઠામાં કુલ 616 દૂધમંડળીઓના નવા ખાતા જિલ્લા મધ્યસ્થ સરકારી બેન્કમાં ખોલાયા છે...

ઓગસ્ટ 12, 2024 10:47 એ એમ (AM)

views 36

રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના અત્યાર સુધીમાં 162 કેસ નોંધાયા, કુલ 73 દર્દીઓના મોત અને 81 દર્દીઓ સાજા થતા રજા અપાઇ

રાજ્યભરમાં અત્યારસુધીમાં ચાંદીપુરા વાઇરસના કુલ 162 જેટલા કેસ નોંધાયા છે..જેમાં સાબરકાંઠા- પંચમહાલમાં સૌથી વધુ 16-16 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં મળીને 14 મહેસાણામાં દસ અને વડોદરામાં નવ શંકાસ્પદ કેસ મળેલા છે.. અત્યાર સુધીમાં જે કેસના પરિક્ષણ કરાવાયા છે તેમાં 60 કેસ પોઝિટીવ મળ્યાં છે અને 73 દર્દીઓના મોત થયા છે.. અલગ અલગ જીલ્લાઓમાં આઠ દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યાં છે જ્યારે 81 દર્દીઓ રજા આપવામાં આવેલી છે.. આ કેસ જે ઘરમાં મળ્યા હોય તેની આસપાસના 53 હજાર કરતાં વધુ ઘરોમાં સર્વેલન્સન...

ઓગસ્ટ 6, 2024 10:52 એ એમ (AM)

views 29

રાજ્યમાં સરેરાશ 23 ઇંચ સાથે મોસમનો 68 ટકા વરસાદ – આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના 144 તાલુકામાં ગઈ કાલે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા ઈંચ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામા પડ્યો હતો. આ સાથે રાજ્યમાં સરેરાશ 23 ઇંચ સાથે મોસમનો 68 ટકા વરસાદ પડી ચૂક્યો છે. સૌથી વધુ 150 ટકા વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો છે. દ્વારકામાં સરેરાશ 30 ઇંચની સામે અત્યાર સુધી 46 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં 124 ટકા વરસાદ પડ્યો છે. નવસારીમાં 96 ટકા વરસાદ પડી ચૂક્યો છે. તાલુકા પ્રમાણે જોઇએ તો, દ્વારકામાં સૌથી વધુ 250 ટકા અને કલ્યાણપુરમાં 147 ટકા, જૂનાગઢ જિલ્લ...

ઓગસ્ટ 6, 2024 10:51 એ એમ (AM)

views 21

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ બેનાં મોત – કુલ મૃત્યુ આંક 68 થયો

રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ બે બાળકોના મૃત્યુ થયા છે આ સાથે મૃત્યુ આંક વધીને 68 થયો છે. રાજ્યમાં હાલ ચાંદીપુરાના કુલ 159 કેસો છે. જેમાંથી 20 દર્દી દાખલ છે. 69 દર્દીઓના સારવાર બાદ રજા અપાઇ છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના રોગચાળાને નિયંત્રણ – અટકાયતી માટે તંત્ર દ્વારા સઘન કામગીરી કરાઈ રહી છે. આરોગ્ય ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ કેસોના વિસ્તારમાં સર્વેલન્સ, મેલેથિયોન પાવડરના ડસ્ટીંગ – સ્પ્રેઇંગની સઘન કામગીરી હાથ ધરાઈ છે.

ઓગસ્ટ 6, 2024 10:48 એ એમ (AM)

views 26

રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિના લાભ આપવામાં આવ્યા

રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાના લાભ આપવામાં આવ્યા છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે, રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ સુધીની શૈક્ષણિક યોજનાઓના લાભ ઉપલબ્ધ છે. 12 લાખ 84 હજાર 404 વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ અને 2 લાખ 49 હજાર 518 વિદ્યાર્થીને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના લાભ અપાયા છે. આદિજાતિ વિસ્તારોમાં જ્ઞાનકૂંજ પ્રૉજેક્ટ અને સ્માર્ટ ઇન્ટરેક્ટિવ બૉર્ડ યોજના હેઠળ 7 હજાર 408 સરકારી પ્રાથમિક શાળામાં 28 હજાર 12 સ્મ...

ઓગસ્ટ 5, 2024 10:27 એ એમ (AM)

views 35

તપ-જપ અને ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ

તપ-જપ અને ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ઉપાસના અને આરાધનાનું પર્વ આજથી તમામ શિવભકતો શિવમંદિરમાં જઇ જળાભિષેક, દુગ્ધાભિષેક, રૂદ્રાભિષક સહિત પૂજા-અર્ચના કરી શિવભક્તિ કરશે. રાજયભરના મંદિરોનાં શિવકૃપા, લઘુરૂદ્ર, હવન સહિતના ધાર્મિક – કાર્યક્રમોનું આયોજન કરાશે મોટી સંખ્યામાં શિવભકતો સવારથી જ મંદિરોમાં જઇ શિવમય થઇ રહ્યા છે. આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવારનો અનોખો સંયોગ સર્જાયો છે. શ્રાવણ માસમાં ઉપવાસ એકટાણા કરવાનું પણ વિશેષ મહત્વ છે. સોમનાથ ખાત...

ઓગસ્ટ 5, 2024 10:25 એ એમ (AM)

views 31

રાજ્યમાં ચાદીપુરાના 153 કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 57 કેસ પોઝિટીવ મળ્યાં

રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરા વાઇરસના કુલ 153 જેટલા કેસ નોંધાયેલા છે જેમાં સાબરકાંઠા અને પંચમહાલમાં સૌથી વધુ 16-16 , અમદાવાદ શહેરમાં 12 અને મહેસાણાનાં નવ કેસ નોંધાયા છે. આજદિન સુધી 57 કેસ પોઝિટીવ છે અને 66 દર્દીઓના મોત થયા છે.. આ રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવીરહી છે જેમાં અત્યાર સુધીમાં 47 હજારથી વધુ ઘરોમાં સર્વેલન્સ, સાત લાખથી વધુ ઘરોમાં મેલિથિયોન પાવડરનું ડસ્ટિંગ કરાયું છે.. રોગચાળાને નિયંત્રણમાં લેવાની તમામ કામગીરી ચાલી રહી છે.

ઓગસ્ટ 4, 2024 9:41 એ એમ (AM)

views 28

જામનગરના સાધના કોલોનીમાં મકાન ધરાશાયી : એકનું મોત

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બે મજલા જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. આ મકાન ધરાશાયી થતાં મલબા નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે. મકાન ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં તુરંત ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો આવ્યો હતો અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક લાવારિસ જણાતી વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીના જ...