સપ્ટેમ્બર 18, 2024 8:51 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 3

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે.

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારો અને ખાનગી ઉત્પાદકો સહિત વિવિધ હિત ધારકોએ આગામી 6 વર્ષમાં નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સમાં કુલ 32.45 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે, ઊર્જા ક્ષેત્રે આવી રહેલા બદલાવો વચ્ચે ભારત અગ્રેસર છે. વધુમાં તેમણે કહ્યું કે લોકોમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા વિ...

સપ્ટેમ્બર 17, 2024 9:33 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2024 9:33 એ એમ (AM)

views 7

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુએ સીએમ ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી

ગુજરાતની મુલાકાતે આવેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ગુજરાતમાં યોજાઇ રહેલી ત્રિ-દિવસીય ચોથી રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટના ઉદઘાટન સત્રમાં સહભાગી થવા ગાંધીનગર આવ્યા હતા. ઉદઘાટન સત્રના સમાપન બાદ સાંજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પુસ્તક ભેટ આપ્યું

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું 'જ્ઞાની પુરુષ' પુસ્તક જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કર્યું હતું.

સપ્ટેમ્બર 17, 2024 8:19 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2024 8:19 એ એમ (AM)

views 10

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજ્યમાં 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પોતાની સરકારના 100 દિવસમાં થયેલી કામગીરી સહિત અનેક મુદ્દા પર વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે. અમદાવાદના જીએમડીસી મેદાનમાં યોજાયેલા 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' સમારંભમાં પ્રધાનમંત્રીએ કહ્યું, આજે રાજ્યના હજારો પરિવારોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. આ પરિવારો નવરાત્રિ, દશેરા, ...

સપ્ટેમ્બર 4, 2024 12:06 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2024 12:06 પી એમ(PM)

views 2

બનાસકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેકટ અંતર્ગત 3 હજાર 516 તાલીમ થકી જિલ્લાના 83 હજાર 442 જેટલા ખેડૂતને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરાયા

બનાસકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેકટ અંતર્ગત 3 હજાર 516 તાલીમ થકી જિલ્લાના 83 હજાર 442 જેટલા ખેડૂતને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરાયા છે એમ જિલ્લાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે. જિલ્લામાં કૃષિસખી અને પશુસખીની કુલ 1 હજાર 198 મહિલાઓને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી હતી.

સપ્ટેમ્બર 4, 2024 11:53 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 11:53 એ એમ (AM)

views 6

જૈનોના પર્વ પર્યુષણના આજે પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન દિવસની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે.

જૈનોના પર્વ પર્યુષણના આજે પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન દિવસની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે. રાજ્યભરના જૈન સંધોમાં આજે ધામધૂમપૂર્વક મહાવીર જન્મ વાંચનની ઉજવવામાં આવશે અને ત્રિશલા માતાને આવેલા 14 મહાસ્વપ્નના દર્શન કરાવાશે. કલ્પસૂત્રનું વાંચન કરાશે. જૈન ધર્મમાં કલ્પસૂત્રનો ખૂબ જ મહિમા છે, જૈન શ્રાવક - શ્રાવિકાઓ આજે ખૂબ જ ભાવથી કલ્પસૂત્રનું શ્રવણ કરશે. મહાવીર પ્રભુને પારણે પધરાવી ઝુલાવવામાં આવશે. પ્રત્યેક જિનાલયમાં મહાપૂજા સાથે પ્રભુજીની ભવ્યાતિભવ્ય આંગી કરાશે.

સપ્ટેમ્બર 4, 2024 11:00 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 11:00 એ એમ (AM)

views 6

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરા તેમજ ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ અને જ્યારે અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉપરાંત આજે પણ ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ છે. જ્યારે દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

સપ્ટેમ્બર 4, 2024 10:14 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 10:14 એ એમ (AM)

views 4

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ઉત્તર તમિલનાડુ, કર્ણાટકને અડીને આવેલા રાયલસીમા, રાજસ્થાન, દક્ષિણ મરાઠવાડાને અડીને આવેલા તેલંગાણા, દક્ષિણ હરિયાણા, પશ્ચિમ અને ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે. ઉત્તરાખંડ, પશ્ચિમ બિહાર, પૂર્વ ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ રાત્રિ દરમિયાન...

ઓગસ્ટ 29, 2024 9:54 એ એમ (AM) ઓગસ્ટ 29, 2024 9:54 એ એમ (AM)

views 6

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આજે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે ઉત્તર અને મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનંી ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે અને તે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ઓડિશા અને ઉત્તરઆંધ્ર પ્રદેશના દરિયાકાંઠાની નજીક પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને આવતીકાલ સુધી ઉત્તરપૂર્વ અને તેની નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં, ગુ...

ઓગસ્ટ 28, 2024 9:34 એ એમ (AM) ઓગસ્ટ 28, 2024 9:34 એ એમ (AM)

views 4

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ સામે નાગરિકોની સલામતી રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે. ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ સહિત રાહત કમિશનર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યની પરિસ્થતિનો સતત તાગ મેળવી જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું. રાજ્યમાં પૂરની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા રાહત-બચાવ કામગીરી માટે આર્મીની 6 કોલમ ક્રમશ: દેવભૂમ...