જાન્યુઆરી 31, 2025 8:52 એ એમ (AM)

views 13

મહાકુંભ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલુ ન્યાયિક તપાસ પંચ આજે પ્રયાગરાજના સંગમ ઘાટ પરના ઘટનાસ્થળની મુલાકાત લેશે.

મહાકુંભ દુર્ઘટનાના કારણો શોધવા માટે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા રચાયેલ ન્યાયિક પંચ આજે સંગમ ઘાટ પ્રયાગરાજની મુલાકાત લેશે.આ કમિશન અકસ્માતના કારણ અને સંજોગોની તપાસ કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે ભલામણો સાથે એક મહિનાની અંદર તેનો અહેવાલ સુપરત કરશે. ત્રણ સભ્યોના આ કમિશનનું નેતૃત્વ અલ્હાબાદ વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ હર્ષ કુમાર કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ અને પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે મહાકુંભ ખાતે સંગમ ઘાટની મુલાકાત લીધી અને તે વિસ્તારનું નિરીક્ષણ કર્યું જ્...

જાન્યુઆરી 30, 2025 1:52 પી એમ(PM)

views 17

ગઈકાલે સંગમ ઘાટ પર થયેલી ભાગદોડની ઘટના બાદ મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક આજે પ્રયાગરાજની મુલાકાત લેશે

ગઈકાલે સંગમ ઘાટ પર થયેલી ભાગદોડની ઘટના બાદ મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક આજે પ્રયાગરાજની મુલાકાત લેશે. આ ઘટનામાં 30 શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 60 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલ શ્રદ્ધાળુઓ હાલમાં સ્થાનિક મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્ય સચિવ અને ડીજીપીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને આ સંદર્ભમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ ન્યાયિક તપાસનો પણ આદેશ આપ્ય...

જાન્યુઆરી 29, 2025 7:33 પી એમ(PM)

views 21

પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ધક્કામુક્કીમાં એક ગુજરાતી સહિત 30 શ્રધ્ધાળુનાં મૃત્યુ અને 60ને ઇજા

ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ગઈ કાલે રાત્રે થયેલી ધક્કામુક્કીમાં એક ગુજરાતી સહિત 30 શ્રધ્ધાળુનાં મૃત્યુ અને 60ને ઇજા થઈ છે. મૃતકોમાંથી 25 લોકોની ઓળખ થઈ ચૂકી છે. મૃતકોમાં કર્ણાટકના 4 શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. મહાકુંભનાં મેળા અધિકારી ડીઆઇજી વૈભવ ક્રિશ્નાએ આજે સાંજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ગઈ કાલે રાત્રે 1થી 2 વાગ્યા દરમિયાન ભારે ભીડ બેરીકોડ તોડીને ધસી આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. મહાકુંભમાં ભાગદોડની ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક...

જાન્યુઆરી 29, 2025 7:29 પી એમ(PM)

views 11

મૌની અમાસ નિમિત્તે આજે અત્યાર સુધી આશરે 7 કરોડ શ્રધ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે અમૃત સ્નાન કર્યું

મૌની અમાસ નિમિત્તે મહાકુંભનું બીજું અમૃત સ્નાન ત્રિવેણી સંગમ ખાતે ચાલી રહયું છે, જેમાં કરોડો શ્રધ્ધાળુઓ ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે. આજે 6 વાગ્યા સુધીમાં 7 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું જ્યારે કુંભમેળો શરૂ થયો ત્યારથી 19 કરોડ 94 લાખ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું છે. આજે વિવિધ અખાડાઓના સંતોએ ત્રિવેણી સંગમ ખાતે અમૃત સ્નાન કર્યું. આ પ્રસંગે સંતો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. અગાઉ સંગમ ઘાટ ખાતે ભીડ અને ધક્કામુક્કીની ઘટનાને પગલે અખાડાઓની સ્નાન વિધિ મુલતવી રાખવામાં આવી હતી. રેલવ...

જાન્યુઆરી 29, 2025 1:58 પી એમ(PM)

views 14

મહાકુંભમાં સર્જાયેલી ઘટના અંગે રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

પ્રયાગરાજમાં મહાકુંભમાં સર્જાયેલી દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું હતું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના અત્યંત દુઃખદ છે. રાષ્ટ્રપતિએ જીવ ગુમાવનારા ભક્તોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ઘાયલ ભક્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ આ દુર્ઘટનામાં પોતાના પ્ર...

જાન્યુઆરી 28, 2025 9:20 એ એમ (AM)

views 13

મૌની અમાવાસ્યાનેલઇને મહાકુંભમાં તંત્ર દ્વારા આરોગ્ય વિષયક સુવિધાઓ સુદ્રઢ બનાવવામાં આવી

આવતીકાલે મૌની અમાવસ્યા છે. ત્યારે મહાકુંભમાં મૌની અમાવસ્યાને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં હાજરી આપનારા શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ માટે વિશેષ આરોગ્ય સંભાળ વ્યવસ્થા કરવામાં આવી છે.અમારા પ્રતિનિધીના અહેવાલ મુજબ, પરેડ ગ્રાઉન્ડ ખાતેની સેન્ટ્રલ હોસ્પિટલ કોઈપણ આરોગ્ય કટોકટીનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ કુંભમેળામાં સતત ખડેપગે છે. જેને કારણે મહાકુંભમાં આવનારા કોઇપણ શ્રધ્ધાળુને આરોગ્યને લગતી કોઇ પણ સમસ્યા સર્જાય તો તેની તાત્કાલિક સારવાર કરી શકાય.

જાન્યુઆરી 26, 2025 10:13 એ એમ (AM)

views 17

આજે 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહાકુંભમાં ભક્તો અને પ્રવાસીઓ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનશે.

આજે 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહાકુંભમાં ભક્તો અને પ્રવાસીઓ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનશે. મુખ્ય કાર્યક્રમ ગંગા પેવેલિયન ખાતે યોજાશે. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર આજે ભક્તો આધ્યાત્મિકતા, ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિનો સંગમ અનુભવશે.

જાન્યુઆરી 25, 2025 2:54 પી એમ(PM)

views 16

મહાકુંભમાં આયુષમંત્રાલય ની નિશુલ્ક આરોગ્ય સેવાઓનો સવા લાખ થી વધુ લોકોએ લાભ લીધો

પ્રયાગરાજના મહાકુંભમાં આયૂષ મંત્રાલય દ્વારા શ્રદ્ધાળુઓ, તીર્થયાત્રિઓ અને મુલાકાતીઓને નિઃશુલ્ક સ્વસ્થ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, અત્યાર સુધી એક લાખ 21 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ આયૂષ સેવાઓનો લાભ લીધો છે.

જાન્યુઆરી 24, 2025 3:49 પી એમ(PM)

views 16

શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા માટે રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ શરૂ કરવાની જાહેરાત કરી

શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા માટે રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આગામી 27મી જાન્યુઆરીથી આ સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસથી આ યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે સાત વાગે રાણીપ એસ.ટી. ડેપો, અમદાવાદથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જશે. માત્ર આઠ હજાર 100 રૂપિયામાં પ્રતિ વ્યકિત ત્રણ રાત્રી ચાર દિવસનું પેકેજ રાજ્યનાં શ્રદ્ધાળુઓ માટે એસટી નિગમ અને પ્રવાસન વિભાગનાં સંયુક્ત ઉપક્રમે તૈય...

જાન્યુઆરી 24, 2025 1:59 પી એમ(PM)

views 22

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે ત્રણ દિવસના ડ્રોન શોનો પ્રારંભ થશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજથી ત્રણ દિવસનો ડ્રોન શો શરૂ થઈ રહ્યો છે. આ શોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સનાતની પરંપરાના વારસાને દર્શાવવામાં આવશે. મહાકુંભની આધ્યાત્મિક ગાથા તેનું મુખ્ય આકર્ષણ રહેશે. જેમાં ભારતીય પરંપરાઓને રજૂ કરવામાં આવશે. આ શોમાં દેશમાં બનેલા 2 હજાર 500 ડ્રોનનો સમાવેશ થશે જે ત્રણ દિવસ સુધી સંગમ ખાતે વિવિધ વિષયો પર પ્રદર્શન કરશે. જેમાં દેવતાઓ અને દાનવો વચ્ચેના સંઘર્ષ અને સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ મેળવવા અને કુંભ કળશની ઉત્પત્તિ અને મહત્વ પર પ્રદર્શનનો સ...