જાન્યુઆરી 18, 2025 8:52 એ એમ (AM)

views 16

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. લાખો લોકોના આ મેળાવડાએ પ્રયાગરાજની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે એટલું જ નહીં પરંતુ સ્થાનિક અર્થતંત્ર અને વ્યવસાયને પણ વેગ આપ્યો છે. દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજમાં તમામ સેવા-સુવિધા પૂરી પાડવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે ‘ગુજરાત પેવિલિયન’ બનાવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ પ્રવાસીઓને ગુજરાતના વૈવિધ્યસભર વારસાથી પરિચિત કરાવી તીર્થયાત્રીઓને શક્ય તમા...

જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM)

views 33

13 મીથી મહાકુંભનો પ્રારંભ થશે, મુખ્યમંત્રી યોગી આકાશવાણીની કુંભવાણી ચેનલને લૉન્ચ કરશે

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આગામી તા. ૧૩મી જાન્યુઆરીથી મહાકુંભ ૨૦૨૫નો પ્રારંભ થશે. આ મહાકુંભનો મેળો તા. ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ભવ્ય કાર્યક્રમ પોષ પૂર્ણિમાના પવિત્ર અમૃત સ્નાનથી શરૂ થશે અને મહાશિવરાત્રીના દિવસે મહાકુંભ ૨૦૨૫ના છેલ્લા અમૃત સ્નાન સાથે સમાપ્ત થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, આ વર્ષે અંદાજીત ૪૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આ મહાકુંભમાં સહભાગી થશે. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહાકુંભ 2025 ને સમર્પિત આકાશવાણીની કુંભવાણી ચેનલને પણ લોન્ચ કરશે. માહિતી અન...

જાન્યુઆરી 9, 2025 7:11 પી એમ(PM)

views 15

ઉત્તરપ્રદેશના અસ્થાયી જિલ્લા મહાકુંભ નગરમાં આગામી 13 જાન્યુઆરી શરૂ થનારા મહાકુંભ મેળાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે

ઉત્તરપ્રદેશના અસ્થાયી જિલ્લા મહાકુંભ નગરમાં આગામી 13 જાન્યુઆરી શરૂ થનારા મહાકુંભ મેળાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. સંગમ ક્ષેત્રમાં નદીઓના કિનારે અંદાજે 12 કિલોમીટર વિસ્તારમાં પરંપરાગત સ્નાન અનુષ્ઠાન માટે ઘાટ તૈયાર કરાયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સાંજે પ્રયાગરાજમાં આ આયોજનની સમીક્ષા કરશે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી યોજાશે. આ મહાકુંભ મેળામાં દેશવિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે.

જાન્યુઆરી 7, 2025 10:10 એ એમ (AM)

views 19

183 દેશોના 33 લાખથી વધુ વપરાશકર્તાઓએ મહાકુંભની સત્તાવાર વેબસાઇટ kumbh.gov.in ની મુલાકાત લીધી

183 દેશોના 33 લાખથી વધુ વપરાશકર્તાઓએ મહાકુંભની સત્તાવાર વેબસાઇટ kumbh.gov.in ની મુલાકાત લીધી છે. આ વેબસાઈટ વિશ્વભરના લાખો વપરાશકર્તા માટે વિશ્વાસપાત્ર માહિતી માટેનાં પ્રાથમિક સ્ત્રોત તરીકે ઊભરી આવી છે. આને કારણે વિશ્વભરમાં આ વેબસાઇટને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. વેબસાઈટના ડેટા અનુસાર, 4 જાન્યુઆરી સુધીમાં 33 લાખથી વધુ વપરાશકર્તાઓએ સત્તાવાર મહાકુંભ પોર્ટલની મુલાકાત લીધી હતી

જાન્યુઆરી 1, 2025 7:16 પી એમ(PM)

views 26

ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાકુંભ સમા સપ્તક મહોત્સવનો આજથી આરંભ

ભારતીય વાદ્ય કલાને પ્રદર્શિત કરતો સપ્તક કાર્યક્રમ આજથી અમદાવાદમાં શરૂ થઈ રહ્યો છે. આ સંગીતના મહાકુંભમાં દેશભરના ટોચના શાસ્ત્રીય કલાકારો 13 દિવસ સુધી સંગીત સાધનાને સંગીતપ્રેમીઓ સમક્ષ પ્રસ્તુત કરશે

ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM)

views 27

પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કરાયો

ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે. નવનિર્મિત જિલ્લો મહાકુંભ મેળા તરીકે ઓળખાશે. આગામી કુંભ મેળાના સંચાલન અને વહીવટને સુવ્યવસ્થિત કરવા આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો ઉદ્દેશ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથે માઘ મેળા 2024 દરમિયાન વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહાકુંભનો મેળો દર 12 વર્ષે એકવાર યોજાય છે, તે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ શરૂ થશે અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં મહાકુંભ એક સીમાચિહ...