ફેબ્રુવારી 26, 2025 8:37 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 8:37 એ એમ (AM)

views 6

આજે મહાશિવરાત્રિનાં પાવન દિવસે પ્રયાગરાજમાં મહાકુંભની પૂર્ણાહૂતિ થશે.

આજે મહાશિવરાત્રિનાં પાવન દિવસે પ્રયાગરાજમાં મહાકુંભની પૂર્ણાહૂતિ થશે. 45 દિવસનાં આ આદ્યાત્મિક મેળાવડામાં અત્યાર સુધી આશરે 65 કરોડ થી વધુ શ્રધ્ધાળુઓએ મુલાકાત લીધી છે. ગઈકાલે સાંજે છ વાગ્યા સુધી 1 કરોડ 11 લાખ શ્રધ્ધાળુઓ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આજે શિવરાત્રિનાં અંતિમ મુખ્ય સ્નાન માટે ઉત્તરપ્રદેશ સરકારે તમામ વ્યવસ્થા પૂર્ણ કરી છે.

ફેબ્રુવારી 25, 2025 2:15 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 2:15 પી એમ(PM)

views 9

પ્રયાગરાજ મહાકુંભમાં મહાશિવરાત્રિના વિશેષ સ્નાન પૂર્વે તમામ વ્યવસ્થા કરવામાં આવી

(મહાકુંભ ઑપનિંગ મ્યૂઝિક) ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભની આવતીકાલે મહાશિવરાત્રિએ સત્તાવાર પૂર્ણાહૂતિ થશે. આ વિશેષ દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનાં આગમને ધ્યાનમાં રાખીને તંત્રએ વ્યાપક તૈયારી કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર માદંડે જણાવ્યું કે, કુંભમેળાનાં સમાપન દિવસને ભવ્ય, દિવ્ય અને યાદગાર બનાવવા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.(BYTE :RAVINDRAKUMAR) ઉલ્લેખનીય છે કે, ત્રિવેણી સંગમમાં અત્યાર સુધીમાં કુલ 62 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પાવન ડૂબકી લગાવી છે. આવતીકાલે મહાશિવરાત્રિ પ્રસં...

ફેબ્રુવારી 25, 2025 9:33 એ એમ (AM) ફેબ્રુવારી 25, 2025 9:33 એ એમ (AM)

views 4

આવતીકાલે મહાશિવરાત્રીના અવસરે પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ પૂર્ણ થશે

પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ આવતીકાલે મહાશિવરાત્રીના શુભ અવસર પર સત્તાવાર રીતે પૂર્ણ થશે. વહીવટીતંત્રે આ પ્રસંગને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર માંડદ એ જણાવ્યું હતું કે મહાકુંભને પવિત્ર, સુવ્યવસ્થિત અને યાદગાર રીતે પૂર્ણ કરવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વહીવટીતંત્રનો ઉદ્દેશ ભક્તો માટે સરળ મુસાફરી અને તેમના અનુભવો દિવ્ય ...

ફેબ્રુવારી 23, 2025 9:00 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 9:00 એ એમ (AM)

views 6

પ્રયાગરાજમાં મહાકુંભના ત્રિવેણી સંગમમાં 60 કરોડ 74 લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે.

પ્રયાગરાજમાં મહાકુંભના ત્રિવેણી સંગમમાં 60 કરોડ 74 લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે. આ ભવ્ય ઉત્સવમાં, દરરોજ વિશ્વભરમાંથી લાખો ભક્તો મહાકુંભમાં સ્નાન કરવા માટે આવી રહ્યા છે. ગઈકાલે, લગભગ 1 કરોડ 43 લાખ ભક્તોએ સંગમ કિનારે પવિત્ર ડૂબકી લગાવી.

ફેબ્રુવારી 11, 2025 7:41 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:41 પી એમ(PM)

views 5

આ વર્ષે મહાકુંભમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ વિધિસર કલ્પવાસ કર્યો

મહાકુંભ દરમિયાન વ્રત, સંયમ અને સત્સંગનો કલ્પવાસ કરવાનો અનોખી પરંપરા છે. આ વર્ષે મહાકુંભમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ વિધિસર કલ્પવાસ કર્યો છે. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ.. પૌરાણિક માન્યતા છે કે માઘ માસ દરમિયાન પ્રયાગરાજના સંગમ તટ પર કલ્પવાસ કરવાથી હજારો વર્ષોના તપનું ફળ મળે છે. પરંપરા અનુસાર માઘ પૂનમના દિવસે કલ્પવાસ સમાપ્ત થશે. 12 ફેબ્રુઆરીએ તમામ કલ્પવાસી વિધિસર પૂનમના દિવસે પવિત્ર સંગમમાં સ્નાન કરી કલ્પવાસ પૂર્ણ કરશે. પૂજા અને દાન કર્યા બાદ, કલ્પવાસી પોતાના અસ્થાયી આવાસ છોડીને પોતાના ઘરે પરત ફર...

ફેબ્રુવારી 11, 2025 2:12 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 2:12 પી એમ(PM)

views 5

માઘી પૂર્ણિમા સ્નાન ઉત્સવના સુચારુ સંચાલન માટે, આજ સવારથી મહાકુંભ મેળા વિસ્તારને વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો

માઘી પૂર્ણિમા સ્નાન ઉત્સવના સુચારુ સંચાલન માટે, મંગળવાર સવારથી મહાકુંભ મેળા વિસ્તારને વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રીની સૂચના પર મેળા પ્રશાસને ભક્તોને, સુગમ પરિવહન અને સલામત સ્નાન પૂરું પાડવાનો નિર્ણય લીધો છે. મહાકુંભના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ જણાવ્યું કે,” મેળા વિસ્તારમાં શ્રદ્ધાળુઓના સ્નાનને સુગમ બનાવવા માટે 11 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યાથી, સમગ્ર મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આવશ્યક અને કટોકટી સેવાઓ સિવાયનો સમાવેશ થાય છે. પ્ર...

ફેબ્રુવારી 10, 2025 9:55 એ એમ (AM) ફેબ્રુવારી 10, 2025 9:55 એ એમ (AM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લેશે. તેઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. રાષ્ટ્રપતિ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે. તેઓ ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટરમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મહાકુંભ વિશેની માહિતી મેળવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. મહાકુંભનાં મેળા વિસ્તારમાં ગાંધી શિલ્પ બજાર આકર્ષણનું મોટું કેન્દ્ર બન્યું છે. આ બજારમાં દેશભરમાં કારીગરો પરંપરાગત કળા...

ફેબ્રુવારી 7, 2025 7:23 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 7:23 પી એમ(PM)

views 6

મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી

મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી છે. પ્રયાગરાજમાં મકરસંક્રાંતિ, મૌની અમાસ અને વસંત પંચમી પર ત્રણઅમૃત સ્નાન પછી પણ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ યથાવત્ છે. ઉત્તરપ્રદેશ સરકારને આ વખતે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાની સંખ્યા 50 કરોડથી ઉપર પહોંચવાની શક્યતા છે.આ તરફ આકાશવાણીનાં મહાનિદેશક ડૉક્ટર પ્રજ્ઞા પાલીવાલ ગૌડે આજે મહાકુંભમાં આકાશવાણીના કેમ્પ કાર્યાલયની મુલાકાત લીધી.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ત્રિવેણી સંગમ ખાતે આજેપવિત્ર સ્નાન કર્યું હતું. તેમણે ...

ફેબ્રુવારી 4, 2025 8:16 એ એમ (AM) ફેબ્રુવારી 4, 2025 8:16 એ એમ (AM)

views 6

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ગત તા. ૨૭ જાન્યુઆરીથી અમદાવાદ થી પ્રયાગરાજ વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો..

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ગત તા. ૨૭ જાન્યુઆરીથી અમદાવાદ થી પ્રયાગરાજ વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના અન્ય શહેરોના શ્રદ્ધાળુઓની માંગને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા આજથી અમદાવાદ સહીત નવીન ૫ વોલ્વો બસો શરૂ કરવામાં આવશે. જેમાં અમદાવાથી વધુ એક, સુરતથી બે, વડોદરાથી એક અને રાજકોટથી એક બસનો સમાવેશ થાય છે.. આ વોલ્વ...

જાન્યુઆરી 31, 2025 7:50 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 7:50 પી એમ(PM)

views 2

મહાકુંભ ઘટનાના કારણોની તપાસ માટે રચાયેલા ન્યાયિક પંચે આજે ઘટનાના કારણો અને સંજોગોની તપાસ કરી

પ્રયાગરાજમાં મહાકુંભ ઘટનાના કારણોની તપાસ માટે રચાયેલા ન્યાયિક પંચે આજે સંગમ ઘાટની મુલાકાત લીધી અને ઘટનાના કારણો અને સંજોગોની તપાસ કરી હતી. પંચે મહાકુંભની વ્યવસ્થા અને સંચાલન સાથેસંકળાયેલા અધિકારીઓ સાથે પણ બેઠક યોજી.બુધવારે મહાકુંભના સંગમ વિસ્તારમાં બનેલી આ ઘટનમાં 30 લોકોના મૃત્યુ થયા હતા અને 60 લોકોઘાયલ થયા હતા. આ પંચ એક મહિનામાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કમિશન પગલાં પણ સૂચવશે. ત્રણ સભ્યોના આ કમિશનનું નેતૃત્વ અલ્હાબાદ વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ હર્ષ કુ...