માર્ચ 17, 2025 6:36 પી એમ(PM) માર્ચ 17, 2025 6:36 પી એમ(PM)

views 7

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે.આજે વહેલી સવારે આ અથડામણ શરૂ થઈ હતી. સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, જેનો જવાબ આપવામાં આવ્યો હતો અને એક આતંકવાદી ઠાર મરાયો હતો. અથડામણ સ્થળ પરથી એક AK-47 રાઈફલ મળી આવી છે. અગાઉ, કુપવાડા જિલ્લાના ક્રુમહૂરા, ઝાચલદરા રાજવાર વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની ચોક્કસ માહિતીના આધારે સુરક્ષા દળોએ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ...

ફેબ્રુવારી 13, 2025 6:40 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 6:40 પી એમ(PM)

views 7

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી ક્વોરન્ટાઇન સેન્ટરમાં ત્રણ અઠવાડિયા રહ્યા બાદ, કોટરંકા સબ-ડિવિઝનના બુધલ ગામના લોકોને તેમના ઘરે પરત કરાયા

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી ક્વોરન્ટાઇન સેન્ટરમાં ત્રણ અઠવાડિયાથી વધુ સમય રહ્યા બાદ, કોટરંકા સબ-ડિવિઝનના બુધલ ગામના લોકોને તેમના ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે. 17 લોકોના રહસ્યમય મૃત્યુ બાદ આ લોકોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ખસેડાયા હતા. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ, આ વિસ્તારમાં રહસ્યમય મૃત્યુની ઘટનાને ધ્યાનમાં રાખીને, ગ્રામજનોની સલામતી અને તપાસના હેતુથી આ લોકોને ગયા મહિનાની 8મી તારીખે રાજૌરી લાવવામાં આવ્યા હતા. રહેવાસીઓને પાછા મોકલવાનો નિર્ણય આરોગ્ય નિષ્ણાતો સહિત સ્થાનિક અધિકારીઓ દ્વારા સ...

જાન્યુઆરી 31, 2025 2:53 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 2:53 પી એમ(PM)

views 11

જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ વિસ્તારમાં સેના દ્વારા ચાલી રહેલી તપાસ કામગીરી દરમિયાન અનેક શસ્ત્રો અને યુદ્ધની સામગ્રી મળી આવી છે.અધિકારીઓએ આજે માહિતી આપી. સેનાના જમ્મુ સ્થિત વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે, ગઈકાલે રાત્રે પૂંછ સેક્ટરમાં, નિયંત્રણ રેખા પર આતંકવાદી પ્રવૃત્તિ જોવા મળી હતી. સતર્ક સૈનિકોએ, ઘૂસણખોર આતંકવાદીઓ પર હુમલો કર્યો, જેના પછી ભીષણ અને ભારે ગોળીબાર શરૂ થયો.” તેમણ...

જાન્યુઆરી 29, 2025 1:48 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 1:48 પી એમ(PM)

views 6

જમ્મુ અને કાશ્મીરમાં, પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોએ ગઈકાલે જમ્મુ ડિવિઝનમાં લગભગ 2 ડઝન સ્થળોએ આતંકવાદ વિરોધી કામગીરી તીવ્ર બનાવી

જમ્મુ અને કાશ્મીરમાં, પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોએ ગઈકાલે જમ્મુ ડિવિઝનમાં લગભગ 2 ડઝન સ્થળોએ આતંકવાદ વિરોધી કામગીરી તીવ્ર બનાવી હતી, જેમાં મુખ્યત્વે નિયંત્રણ રેખા, LOCની આસપાસના ઊંચાઈવાળા વિસ્તારો અને જંગલ વિસ્તારોમાં શોધ અભિયાન આરંભ્યુ હતું. અમારા પ્રતિનિધિ અહેવાલ મુજબ, આ અભિયાનનો હેતુ ગયા વર્ષે ડિવિઝનમાં શ્રેણીબદ્ધ ઘાતક હુમલાઓ માટે જવાબદાર આતંકવાદી નેટવર્કને તોડી પાડવાનો છે. ઉનાળાની શરૂઆત પહેલાં આવા વિસ્તારોમાં આતંકવાદીઓની પ્રવૃત્તિઓ વધે છે. તેને રોકવા માટે આ કામગીરી આરંભવામાં આવી હતી. રાજૌર...

જાન્યુઆરી 29, 2025 1:46 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 1:46 પી એમ(PM)

views 6

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની વ્યાપાર સલાહકાર સમિતિ 3 માર્ચથી શરૂ થઈ રહેલા બજેટ સત્રના સંદર્ભમાં ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં બેઠક કરી શકે છે

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની વ્યાપાર સલાહકાર સમિતિ 3 માર્ચથી શરૂ થઈ રહેલા બજેટ સત્રના સંદર્ભમાં ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં બેઠક કરી શકે છે. જમ્મુ કાશ્મીરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ 3 માર્ચે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર બોલાવવાની મંજૂરી આપી છે. સત્રના પહેલા દિવસે ઉપરાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરશે. આ પહેલી વાર હશે જ્યારે ઓમર અબ્દુલ્લા વિધાનસભામાં બજેટ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, આ વિધાનસભાનું બીજું સત્ર હશે.

જાન્યુઆરી 10, 2025 2:09 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 2:09 પી એમ(PM)

views 18

જમ્મુ અને કાશ્મીરમાં શીત લહેર સાથે ઠડીનું મોજું ફરી વળ્યું

જમ્મુ અને કાશ્મીરમાં શીત લહેર સાથે ઠડીનું મોજું ફરી વળ્યું છે. શ્રીનગરમાં (-૪.૩) ડિગ્રી જ્યારે પહેલગામમાં (-૧૦) ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે કહ્યું છે કે રાત્રિના સમયે આકાશ સ્વચ્છ હોવાને લીધે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે જેના કારણે શીત લહેરની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે સમગ્ર પ્રદેશમાં સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે તથા આવતીકાલે વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ અને બરફ પડવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ‘ચિલ્લાઈ કલાન’ ...

ડિસેમ્બર 25, 2024 8:52 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:52 એ એમ (AM)

views 10

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાનું વાહન ખીણમાં પાડવાની ઘટનામાં પાંચ સૈનિકોના મોત થયા છે અને પાંચ સૈનિકો ઘાયલ થયા છે.

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાનું વાહન ખીણમાં પાડવાની ઘટનામાં પાંચ સૈનિકોના મોત થયા છે અને પાંચ સૈનિકો ઘાયલ થયા છે. અમારા સંવાદદાતાએ જણાવે છે કે આ અકસ્માત ઘોડા ચોકી વિસ્તાર પાસે થયો હતો, જ્યારે ડ્રાઇવરે સૈનિકોને લઈ જઈ રહેલા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો.તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દરમિયાન બચાવ કામગીરી ચાલી રહી છે. વ્હાઇટ નાઈટ કોર્પ્સના અધિકારીઓએ દુર્ઘટનામાં સૈનિકોના થયેલા મોત અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

ડિસેમ્બર 19, 2024 2:09 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 2:09 પી એમ(PM)

views 7

જમ્મુ અને કાશ્મીરમાં, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલા અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર થયા છે

જમ્મુ અને કાશ્મીરમાં, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલા અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર થયા છે. આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન આજે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો. સેનાના પ્રવક્તાએ પુષ્ટિ કરતા કહ્યું હતું કે એન્કાઉન્ટર દરમિયાન બેસૈનિકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અગાઉ, આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઈનપુટના આધારે ગઈકાલે રાત્રે આ વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ હાથ ધરાયું હતું. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે સંયુક્ત દળોકાદર ગામ...

ડિસેમ્બર 12, 2024 7:13 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:13 પી એમ(PM)

views 11

જમ્મુ અને કાશ્મીરમાં, સુરક્ષા દળોએ, એક સંયુક્ત ઓપરેશનમાં, રિયાસી જિલ્લામાં એક આતંકવાદીઓના છુપા ઠેકાણાનો પર્દાફાશ કર્યો

જમ્મુ અને કાશ્મીરમાં, સુરક્ષા દળોએ, એક સંયુક્ત ઓપરેશનમાં, રિયાસી જિલ્લામાં એક આતંકવાદીઓના છુપા ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. આકાશવાણી જમ્મુ સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળો દ્વારા રિયાસી જિલ્લાના મહોર તાલુકાના લાપરી વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, આ દરમિયાન આતંકવાદીઓના છુપાવાના સ્થળની શોધી લેવામાં આવ્યું હતું. આ સ્થળ પરથી સુરક્ષા દળોએ મોટી માત્રામા હથિયારો અને દારૂગોળો ઝડપ્યો હતો.

નવેમ્બર 27, 2024 2:28 પી એમ(PM) નવેમ્બર 27, 2024 2:28 પી એમ(PM)

views 10

જમ્મુ અને કાશ્મીરની જમ્મુ પોલીસે ગઈકાલે પ્રતિબંધિત સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા આતંકવાદી નેટવર્ક્સ પર મોટા પાયે કાર્યવાહી હાથ ધરી

જમ્મુ અને કાશ્મીરની જમ્મુ પોલીસે ગઈકાલે પ્રતિબંધિત સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા આતંકવાદી નેટવર્ક્સ પર મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જમ્મુ ક્ષેત્રના રાજૌરી, પૂંચ, કિશ્તવાર અને ઉધમપુર જિલ્લાઓના 56 જેટલા સ્થળોએ દરોડા પાડ્યાં હતા. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે આ કાર્યવાહીને કેટલાક આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, દસ્તાવેજો, બિનહિસાબી રોકડ, શસ્ત્રો અને દારૂગોળો સહિતની ગુનાખોરી સા...