નવેમ્બર 27, 2024 7:46 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:46 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આજે બાંગલાદેશમાં હિંદુઓ પર હુમલાના મામલામાં સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીની માંગ કરી

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આજે બાંગલાદેશમાં હિંદુઓ પર હુમલાના મામલામાં સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીની માંગ કરી છે. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા શ્રી સિંહે કહ્યું કે આ ઘટના પ્રતિબિંબિત કરે છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર કટ્ટરવાદીઓની પકડમાં છે. તેમણે કહ્યું કે, આવા હુમલા માનવતા વિરુદ્ધ છે. તેમણે આ મામલે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ સૌગાતા રેએ કહ્યું કે, બાંગ્લાદેશમાં જે પણ થાય છે તેની અસર પશ્ચિમ બંગાળ પર પડે છે. તેમણે કહ્ય...

સપ્ટેમ્બર 20, 2024 7:29 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2024 7:29 પી એમ(PM)

views 10

અન્ન સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાના હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો

અન્ન સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાના હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યોમાં કેરળ પહેલા સ્થાને, તમિળનાડુ બીજા જ્યારે જમ્મુ કાશ્મીર ત્રીજા સ્થાને રહ્યું છે. કેન્દ્ર સરકારે અન્ન સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ હેતુથી 2024થી 2028 દરમિયાન આશરે છ અબજ ડોલરની અંદાજપત્રીય ફાળવણી કરાશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આજે દિ...

સપ્ટેમ્બર 13, 2024 9:40 એ એમ (AM) સપ્ટેમ્બર 13, 2024 9:40 એ એમ (AM)

views 5

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહ આજે ખાસ સ્વચ્છતા અભિયાન 4.0 ની પ્રગતિ પર નજર રાખવા માટે એક સમર્પિત ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરશે

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહ આજે ખાસ સ્વચ્છતા અભિયાન 4.0 ની પ્રગતિ પર નજર રાખવા માટે એક સમર્પિત ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરશે. આ વિશેષ ઝુંબેશનો હેતુ કેન્દ્ર સરકારની તમામ કચેરીઓમાં સંતૃપ્તિનાં અભિગમ સાથે સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવાનો છે. સરકારે સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવા અને વિલંબ ઘટાડવા માટે દર વર્ષે 2થી 31 ઓક્ટોબર દરમિયાન વિશેષ ઝુંબેશ ઉજવવાનું નક્કી કર્યું છે. આની તૈયારી રૂપે 16 થી 30 સપ્ટેમ્બર સુધી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે.

ઓગસ્ટ 27, 2024 7:10 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 7:10 પી એમ(PM)

views 5

શહેર જેવી જ સુવિધા ગામડામાં મળતી હોવાથી અહીંના લોકો હવે શહેર તરફ ઓછા જઈ રહ્યા છે :કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા

શહેર જેવી જ સુવિધા ગામડામાં મળતી હોવાથી અહીંના લોકો હવે શહેર તરફ ઓછા જઈ રહ્યા છે, તેમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. ભાવનગરમાં પાલિતાણાની દેદરડા પ્રાથમિક શાળાની ઇમારતના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત શ્રી માંડવિયાએ ઉંમેર્યું, સુખી અને આરોગ્યપ્રદ જીવન ગામડાઓમાં જ મળી રહે છે. શ્રી માંડવિયાએ કહ્યું, આ ગામની શાળામાં અભ્યાસ કરીને હાલ સરકારી સેવામાં ફરજ બજાવતા તેમ જ વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમ જ દાતાશ્રીઓના સહયોગ થકી દેદરડા ગામ વિકાસમાં અગ્રેસર બન્યું છે. લોકોના સાથ અને સહકારથ...

જુલાઇ 27, 2024 7:54 પી એમ(PM) જુલાઇ 27, 2024 7:54 પી એમ(PM)

views 13

કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પુરીએ જણાવ્યું છે કે, છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને આર્થિક સહાયમાં 340 ટકાનો વધારો કર્યો

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે,કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું અંદાજપત્ર એ ભારતને 2047 સુધીમાં વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રમાંનું એક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ બિહાર અને આંધ્રપ્રદેશને જ અંદાજપત્રમાં વિશેષ સહાય આપી હોવાના વિરોધપક્ષના આરોપને વખોડી કાઢ્યો હતો. તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને મળતી આર્થિક સહાયમાં 340 ટકાનો વધારો થયો છે. સેમિ-કન્ડક્ટ...