ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, મહારાષ્ટ્રની મહાયુતિ સરકારની નીતિઓના કારણે મરાઠવાડા વિસ્તારમાં 80 હજાર કરોડ રૂપિયાથી વધુ મૂડીરોકાણ આકર્ષી શકાયું છે.
આજે નાંદેડમાં ચૂંટણી રેલીને સંબોધતાં તેમણે મહારાષ્ટ્રની રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા રેલ કોચ ફેક્ટરી, શક્તિપીઠ એક્સપ્રેસ વે સહિતના વિવિધ વિકાસકામોની વિગતો આપી હતી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની સાથે નાંદેડ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે આગમી 20મી નવેમ્બરે મતદાન થશે.
Site Admin | નવેમ્બર 9, 2024 7:04 પી એમ(PM) | maharashtra election election news | PM maharashtra
PM નરેન્દ્ર મોદીએ નાંદેડમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું, વિવિધ વિકાસકામોની વિગતો આપી
