GST કાઉન્સિલની 56મી બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બે દિવસીય બેઠકની અધ્યક્ષતા કરશે.
કાઉન્સિલ ભારતના આગામી પેઢીના GST સુધારાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે, અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે સ્વતંત્રતા દિવસના સ્વમબોધન દરમિયાન, વસ્તુ અને સેવ કરથી દેશને કેવી રીતે ફાયદો થયો છે તે જણાવ્યું હતું.
શ્રી મોદીએ GST હેઠળ આગામી પેઢીના સુધારાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો, જે સામાન્ય માણસ, ખેડૂતો, મધ્યમ વર્ગ અને MSME ને રાહત લાવશે. આગામી પેઢીના GST સુધારાઓ દિવાળી પર રજૂ કરવામાં આવશે, જેમાં આવશ્યક ચીજવસ્તુઓ પર કર ઘટાડશે અને સ્થાનિક વિક્રેતાઓ અને ગ્રાહકોને રાહત મળશે.
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 8:43 એ એમ (AM) | Central Minister | GST
GST કાઉન્સિલની 56મી બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે
