રમતગમત

ઓગસ્ટ 23, 2024 3:33 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 3:33 પી એમ(PM)

views 10

ભારતીય અંડર-20 ફૂટબોલ ટીમ આજે નેપાળના કાઠમંડુમાં SAFF અંડર-20 ફૂટબોલ સ્પર્ધાની અંતિમ ગ્રુપ મેચમાં માલદીવ સામે ટકરાશે

ભારતીય અંડર-20 ફૂટબોલ ટીમ આજે નેપાળના કાઠમંડુમાં SAFF અંડર-20 ફૂટબોલ સ્પર્ધાની અંતિમ ગ્રુપ મેચમાં માલદીવ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2:45 કલાકે શરૂ થશે. ભારતના એક મેચમાં ત્રણ પોઈન્ટ છે. માલદીવ સામે ડ્રો રમીને પણ ભારત સેમીફાઈનલમાં પહોંચશે.

ઓગસ્ટ 22, 2024 10:31 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 10:31 એ એમ (AM)

views 8

કેરળ સરકારે પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા અને પૂર્વ હૉકી ગોલ કિપર પી.આર. શ્રીજેશને બે કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી

કેરળ સરકારે પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા અને પૂર્વ હૉકી ગોલ કિપર પી.આર. શ્રીજેશને બે કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

ઓગસ્ટ 22, 2024 10:24 એ એમ (AM) ઓગસ્ટ 22, 2024 10:24 એ એમ (AM)

views 13

ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગનો આજથી બિહારના પટણામાં પાટલીપુત્ર ખેલ પરિસર ખાતે પ્રારંભ થયો

ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગનો આજથી બિહારના પટણામાં પાટલીપુત્ર ખેલ પરિસર ખાતે પ્રારંભ થયો છે. ત્રણ દિવસ ચાલનારી આ પૂર્વીય લીગ 25 ઑગસ્ટના રોજ પૂર્ણ થશે. બિહાર યોગાસન ખેલ સંઘ પહેલીવાર તેની મેજબાની કરી રહ્યું છે. આ લીગમાં પૂર્વીય ક્ષેત્રના રાજ્યોમાંથી પાંચસો મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે. આ લીગનું સીધ...

ઓગસ્ટ 21, 2024 8:00 પી એમ(PM) ઓગસ્ટ 21, 2024 8:00 પી એમ(PM)

views 6

વર્લ્ડ અન્ડર 20 એથ્લેટિક્સ 2024માં ભાગ લેવા માટે ભારતીય ટીમ આજે સવારે પેરુની રાજધાની લીમા ખાતે જવા રવાના થઈ

વર્લ્ડ અન્ડર 20 એથ્લેટિક્સ 2024માં ભાગ લેવા માટે ભારતીય ટીમ આજે સવારે પેરુની રાજધાની લીમા ખાતે જવા રવાના થઈ હતી. આ વર્ષે એપ્રિલ મહિનામાં દુબઇ ખાતે યોજાયેલી એશિયન અન્ડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સમાં ભારતે સાત સુવર્ણ, 11 રજત અને 11 કાંસ્ય ચંદ્રક મેળવતા ભારતીય એથ્લેટ્સ જોશમાં છે. થ્રોઇંગ ઇવેન્ટ્સ માટે...

ઓગસ્ટ 21, 2024 11:51 એ એમ (AM) ઓગસ્ટ 21, 2024 11:51 એ એમ (AM)

views 9

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ- ICC એ મહિલા T20 વિશ્વ કપની યજમાની બાંગ્લાદેશના બદલે સંયુક્ત આરાબ અમીરાત કરશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ- ICC એ મહિલા T20 વિશ્વ કપની યજમાની બાંગ્લાદેશના બદલે સંયુક્ત આરાબ અમીરાત કરશે તેવો નિર્ણય લીધો છે. જો કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સત્તાવાર રીતે આ કાર્યક્રમનું યજમાન રહેશે. આ ટુર્નામેન્ટ આગામી 3 થી 20 ઓકટોબર દરમિયાન દુબઈ અને શારજાહ એમ બે સ્થળોએ યોજાશે. ICCના મુખ્ય કાર્યકાર...

ઓગસ્ટ 20, 2024 9:06 એ એમ (AM) ઓગસ્ટ 20, 2024 9:06 એ એમ (AM)

views 11

ભાવનગર જિલ્લા યોગ ચેમ્પિયનશીપમાં ઋચા ત્રિવેદી બે સુવર્ણ ચંદ્રક જીતી ડિસ્ટ્રીક્ટ ચેમ્પિયન બન્યાં

ભાવનગર જિલ્લા યોગ ચેમ્પિયનશીપમાં ઋચા ત્રિવેદી બે સુવર્ણ ચંદ્રક જીતી ડિસ્ટ્રીક્ટ ચેમ્પિયન બન્યાં છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, નવમાં ધોરણમાં ભણતાં ઋચા છેલ્લાં નવ વર્ષથી યોગની તાલિમ મેળવી રહી છે અને ઘણી રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ચૂક્યાં છે...

ઓગસ્ટ 19, 2024 11:17 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:17 એ એમ (AM)

views 8

દેશની અંડર-18 મહિલા બાસ્કેટબોલ ટીમમાં રાજ્યની આહના જ્યોર્જનો સમાવેશ કરાયો

દેશની અંડર-18 મહિલા બાસ્કેટબોલ ટીમમાં રાજ્યની આહના જ્યોર્જનો સમાવેશ કરાયો છે. આહનાનો હંગરી ખાતે 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રમાનાર અંડર 18 વિશ્વકપ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર દેખાવ કરનાર આહનાએ ગત વર્ષ અંડર-16 ભારતીય ટીમમાં પણ સ્થાન મેળવ્યું હતુ...

ઓગસ્ટ 18, 2024 3:22 પી એમ(PM) ઓગસ્ટ 18, 2024 3:22 પી એમ(PM)

views 10

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને તાજેતરમાં અલગ અલગ 11 શ્રેણીમાં એવોર્ડ એનાયત કર્યા

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને તાજેતરમાં અલગ અલગ 11 શ્રેણીમાં એવોર્ડ એનાયત કર્યા હતા. જેમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ રાજકોટને અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ ભરૂચને એનાયત કર...

ઓગસ્ટ 17, 2024 8:26 પી એમ(PM) ઓગસ્ટ 17, 2024 8:26 પી એમ(PM)

views 5

પેરિસમાં આગામી 28મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક્સ રમત યોજાશે

પેરિસમાં આગામી 28મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક્સ રમત યોજાશે, જેના ઉદ્ઘાટન સમારોહમાં ટોક્યો પેરાલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા સુમિત એન્ટિલ અને શોટ-પુટ સ્ટાર ભાગ્યશ્રી જાધવ ભારતીય દળના ધ્વજારોહક રહશે. આ વર્ષે 84 ખેલાડીનું સૌથી મોટું દળ પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઉ...

ઓગસ્ટ 17, 2024 2:34 પી એમ(PM) ઓગસ્ટ 17, 2024 2:34 પી એમ(PM)

views 6

પેરિસમાં આગામી 28મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક્સ રમત યોજાશે

પેરિસમાં આગામી 28મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક્સ રમત યોજાશે, જેના ઉદ્ઘાટન સમારોહમાં ટોક્યો પેરાલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા સુમિત એન્ટિલ અને શોટ-પુટ સ્ટાર ભાગ્યશ્રી જાધવ ભારતીય દળના ધ્વજારોહક રહશે. આ વર્ષે 84 ખેલાડીનું સૌથી મોટું દળ પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઉ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.