રમતગમત

ડિસેમ્બર 9, 2024 2:13 પી એમ(PM)

views 11

મહિલા જુનિયર એશિયા કપ હૉકીમાં પુલ એની મેચમાં ભારત આજે મલેશિયા સામે રમશે

ઑમાનના મસ્કતમાં રમાઈ રહેલી મહિલા જુનિયર એશિયા કપ હૉકીમાં પુલ એની મેચમાં ભારત આજે મલેશિયા સામે રમશે. મેચ ભારતીય સમય પ્રમાણે સાડા આઠ વાગે શરૂ થશે. એક અન્ય મેચમાં ચાઇનીઝ તાઇપેઇ પુલ બીની મેચમાં સાઉથ કોરિયા સામે રમશે. ગઈ કાલે ભારતે બાંગ્લાદેશને 13-1થી પરાજય આપ્યો હતો. મુમતાઝ ખાને ચાર, કનિકા સિવાચ અને દીપ...

ડિસેમ્બર 9, 2024 2:12 પી એમ(PM)

views 12

વિશ્વ ચેસ સ્પર્ધામાં ભારતના ડી. ગુકેશ આજે ચીનના ડિંગ લિરેન સામે 12મો રાઉન્ડ રમશે

સિંગાપોરમાં રમાઈ રહેલી વિશ્વ ચેસ સ્પર્ધામાં ભારતના ડી. ગુકેશ આજે ચીનના ડિંગ લિરેન સામે 12મો રાઉન્ડ રમશે. મેચ સિંગાપોરમાં બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. 18 વર્ષીય ગુકેશ 11મા રાઉન્ડમાં જીતીને શ્રેણીમાં 6-5થી આગળ છે.

ડિસેમ્બર 9, 2024 2:11 પી એમ(PM)

views 7

વર્લ્ડ સ્કવોશ ટીમ ચેમ્પિયનશીપ 2024માં ભારતની મહિલા ટીમે ગ્રૂપ-Cની પ્રથમ મેચમાં કોલંબિયાને 2-1થી હાર આપી

હોંગકોંગમાં રમાઇ રહેલી વર્લ્ડ સ્કવોશ ટીમ ચેમ્પિયનશીપ 2024માં ભારતની મહિલા ટીમે ગ્રૂપ-Cની પ્રથમ મેચમાં કોલંબિયાને 2-1થી હાર આપી હતી. આજે બપોરે ત્રણ વાગે ભારતની મહિલા ટીમ બેલ્જિયમ સામે રમશે. હોંગકોંગે સૌપ્રથમ વાર આ સ્પર્ધાનું આયોજન કર્યું છે. ઉપરાંત, પુરુષ અને મહિલાઓની સ્પર્ધા એક સાથે રમાઇ રહી હોય તેવ...

ડિસેમ્બર 8, 2024 7:41 પી એમ(PM)

views 10

મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે કાર્યકારી અધ્યક્ષ કાલિદાસ કોલંબકરે અન્ય ધારાસભ્યોને શપથ લેવડાવ્યા

મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે કાર્યકારી અધ્યક્ષ કાલિદાસ કોલંબકરે અન્ય ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. દરમિયાન ભાજપના નેતા રાહુલ નાર્વેકરે મહાયુતિના ઉમેદવાર તરીકે વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અ...

ડિસેમ્બર 8, 2024 7:54 પી એમ(PM)

views 9

ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતને 10 વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી 1-1થી સરભર કરી

ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતને 10 વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી 1-1થી સરભર કરી લીધી છે. મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે 19 રનનો લક્ષ્યાંક કોઈપણ નુકશાન વિના હાંસલ કર્યો હતો. આ પહેલા ભારતે 5 વિકેટે 128 રનથી બીજી ઇનિંગ શરૂ કરી હતી અને આખી ટીમ 175 રનમાં આઉટ થઈ ગ...

ડિસેમ્બર 8, 2024 7:16 પી એમ(PM)

views 15

62મી રાષ્ટ્રીય રોલર સ્કેટીંગ ચેમ્પિયનશીપ 2024 સ્પર્ધામાં અમદાવાદના વિદ્યાર્થી વરૂણ શાહને સુવર્ણ ચંદ્રક મળ્યો

62મી રાષ્ટ્રીય રોલર સ્કેટીંગ ચેમ્પિયનશીપ 2024 સ્પર્ધામાં અમદાવાદના વિદ્યાર્થી વરૂણ શાહને સુવર્ણ ચંદ્રક મળ્યો છે. આ સ્પર્ધા તમિલનાડુ ખાતે પોલાચીમાં યોજાઇ હતી. 14 થી 17 વર્ષની શ્રેણીમાં યોજાયેલ ફિગર્સ સ્કેટીંગ સ્પર્ધામાં અલગ અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદ શારદા મંદિર મોર્ડન હ...

ડિસેમ્બર 8, 2024 2:11 પી એમ(PM)

views 12

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય ટીમ જ્યોતિ સિંહની કપ્તાનીમાં રમશે અને સાક્ષી રાણા ઉપ કપ્તાન હશે. ગઈકાલે સ્પર્ધાના ગ્રૂપ-Aમાં ચીને બાંગ્લાદેશને 19-0થી જ્યારે મલેશિયાએ થાઈલેન્ડને 3-0થી પરાજય આપ્યો હતો. ગ્રૂપ-Bમાં જાપાન...

ડિસેમ્બર 8, 2024 2:10 પી એમ(PM)

views 21

બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હાર આપી

બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હાર આપી છે. એડિલેડ ઓવલ ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં યજમાન ટીમે તેની બીજી ઇનિંગમાં ભારતને 175 રનમાં આઉટ કર્યું હતું. આજે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે 5 વિકેટે 128 રનથી ઈનિંગ ફરી શરૂ કરતા 12.5 ઓવરમાં 47 રનમાં બાકીની પાંચ વિકેટ ગુ...

ડિસેમ્બર 7, 2024 7:55 પી એમ(PM)

views 8

જુનિયર હોકી એશિયા કપ સ્પર્ધાનો આજથી ઓમાનના મસ્કત ખાતે આરંભ થયો

જુનિયર હોકી એશિયા કપ સ્પર્ધાનોઆજથી ઓમાનના મસ્કત ખાતે આરંભ થયો છે. આ સ્પર્ધામાં મહિલા ખેલાડીઓની 10 ટીમો ભાગ લઇ રહી છે. વર્ષ 2025માં ચીલી ખાતે યોજાનાર જુનિયર વિશ્વકપ હોકી સ્પર્ધા માટે પાત્રતા મેળવવા એશિયા સ્તરની આ સ્પર્ધા મહત્વની છે. આ સ્પર્ધામાં એ જૂથમાં ભારત ઉપરાંત ચીન, મલેશિયા, થાઇલેન્ડ અને બાંગ્લા...

ડિસેમ્બર 6, 2024 7:32 પી એમ(PM)

views 11

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડેલેડ ખાતે બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલીયાએ પહેલી ઇનિંગમાં એક વિકેટે 86 રન નોંધાવ્યા

પ્રવાસી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડેલેડ ખાતે આજથી શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં પહેલા દિવસે ભારતના 180 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં એક વિકેટે 86 રન નોંધાવ્યા છે. આજે પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે નાથન મેકસવેની 38 અને લાબુસેન 20 રન સાથે રમતમાં છે. અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા બેટ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.