પ્રાદેશિક સમાચાર

જુલાઇ 5, 2024 9:56 એ એમ (AM)

views 24

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી

જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રી બાવળીયાએ વાંકાનેર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ આવેલા ગામડાઓની વિગત મેળવી જે ગામોમાં પાણીના પ્રશ્નો હોય ...

જુલાઇ 5, 2024 9:53 એ એમ (AM)

views 30

આવતીકાલે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરાશેઃ સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે

આવતીકાલે ૧૦૨મા ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ’ નિમિતે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાશે તેમ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની તૈયા...

જુલાઇ 5, 2024 9:51 એ એમ (AM)

views 16

નીટ-યુજી પરિક્ષા રદ ન કરવા ગુજરાતના 56 સફળ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી

ગત મે મહિનામાં યોજાયેલ NEET-UG 2024 પરીક્ષામાં કથિત પેપરલીક અને ગેરરીતીના કારણે પરીક્ષા રદ કરવા સર્વોચ્ચ અદાલતમાં કરાયેલી અરજીઓ વિરૂદ્ધ ગુજરાતના 56 વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ ન કરવાની માંગ કરી છે. આગામી 8 જુલાઇએ થનાર સુનાવણી પૂર્વે આ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલત અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTAને ફરી પરીક્...

જુલાઇ 5, 2024 9:48 એ એમ (AM)

views 50

ઔદ્યોગિક નીતિ હેઠળ 32 મોટા એકમો રાજ્યમાં ૧ હજાર ૬૧૭ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે

રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ- ૨૦૧૫ હેઠળ 'ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ' યોજના જાહેર કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગઇકાલે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને તથા રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. ...

જુલાઇ 4, 2024 12:22 પી એમ(PM)

views 26

રાજ્ય સરકાર આગામી ઑગસ્ટથી ડિસેમ્બર દરમિયાન વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરશે.

રાજ્ય સરકાર આગામી ઑગસ્ટથી ડિસેમ્બર દરમિયાન વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અનુદાનિત શાળાઓમાં ...

જુલાઇ 4, 2024 12:20 પી એમ(PM)

views 24

અમદાવાદમાં અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા દરમિયાન પોલીસ તંત્રની સજ્જતા અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

અમદાવાદમાં અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા દરમિયાન પોલીસ તંત્રની સજ્જતા અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં મુખ્યમંત્રીએ પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહેવા જણાવ્યું. અમદાવાદમાં 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો-વ્...

જુલાઇ 2, 2024 8:17 પી એમ(PM)

views 20

રાજ્ય સરકારે જાપાનના ઉદ્યોગોને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે જમીન પસંદગી અને ફાળવણીમાં જરૂરી મદદની પ્રતિબધ્ધતા વ્યકત કરી

રાજ્ય સરકારે જાપાનના ઉદ્યોગોને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે જમીન પસંદગી અને ફાળવણીમાં જરૂરી મદદની પ્રતિબધ્ધતા વ્યકત કરી. ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે જાપાનના મુંબઈ સ્થિત કૉન્સ્યુ લ જનરલ શ્રી યાગી કોજીએ મુલાકાત લીધી હતી. જાપાનના કૉન્સ્યુ લ જનરલે ઉમેર્યું કે, વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪મ...

જુલાઇ 2, 2024 8:15 પી એમ(PM)

views 21

રાજ્યની દૂધ મંડળીઓના સભાસદોની સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યૂઅલ સમીક્ષા બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ

રાજ્યની દૂધ મંડળીઓ-સભાસદોના ખાતા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં વધુ માત્રામાં ખોલાવા અંગે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યૂઅલ સમીક્ષા બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ. આ બેઠકમાં આગામી છઠ્ઠી જુલાઈએ સહકાર દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારા 'સહ...

જુલાઇ 2, 2024 8:02 પી એમ(PM)

views 17

રાજ્યના હવામાન વિભાગે આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, મહિસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગરના રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રના જણાવ્યા મુજબ, સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 169 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સૌથી વધારે 9 ઇંચ બનાસકાંઠાના લા...

જુલાઇ 2, 2024 7:47 પી એમ(PM)

views 16

નીટ પરીક્ષા ગેરરીતિ  સંદર્ભે પંચમહાલના ગોધરામાં સતત આઠમા દિવસે તપાસ યથાવત

નીટ પરીક્ષા ગેરરીતિ  સંદર્ભે પંચમહાલના ગોધરામાં સતત આઠમા દિવસે તપાસ યથાવત રહી છે. સીબીઆઈએ  ગોધરાની જય જલારામ શાળાનાસંચાલક દિક્ષિત પટેલ અને અન્ય 4 આરોપીઓને સાથે રાખીને પૂછપરછકરી નિવેદન લીધા હતા. દરમિયાન  ગુજરાત અને અન્યરાજ્યોના વિદ્યાર્થીઓને નોટીસ આપી બોલાવીને પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાંચ આરો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.