પ્રાદેશિક સમાચાર

જુલાઇ 9, 2024 3:51 પી એમ(PM)

views 24

આવતીકાલે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઊજવવામાં આવશે

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આણંદ ખાતે અને 11મી જૂલાઈના રોજ ઉકાઈ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઊજવવામાં આવશે. આ ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્ર સાથે સંબંધિત આધુનિક ટેક્નોલોજી અંગે માછીમારોને જાણક...

જુલાઇ 9, 2024 3:47 પી એમ(PM)

views 32

રાજકોટનાં પૂર્વ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા

રાજકોટનાં પૂર્વ વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીન પૈકીની શ્રી સરકાર થયેલી કુલ ૨૨,૫૬૧ ચોરસ મીટર જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે બાંધકામ કરાયેલા 15 કોમર્શિયલ બાંધકામોનું ડેમોલિશન કરીને જગ્યાઓને દબાણ મુક્ત કરવામાં આવી રહ...

જુલાઇ 9, 2024 10:40 એ એમ (AM)

views 24

રાજ્યમાં આગામી એક વર્ષમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા લક્ષ્યાંક સાથે કામ કરવા અનુરોધ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યમાં આગામી એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તેવા લક્ષ્યાંક સાથે કામ કરવાની આવશ્યકતા છે એવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા રાજ્યપાલશ્રીએ રાજભવન ખાતે ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યપાલ અને મુખ્ય...

જુલાઇ 8, 2024 7:59 પી એમ(PM)

views 36

ઘેડ વિસ્તારની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાની ખાતરી

કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી તથા પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે. ઘેડ વિસ્તારના વિકાસ માટે અને નદીકાંઠાઓમાં દર વર્ષે થતી મુશ્કેલીના નિરાકરણ માટે કાયમી આયોજન હાથ ધરવામાં આવશે એમ તેમણે જ...

જુલાઇ 8, 2024 8:00 પી એમ(PM)

views 21

રાજ્યનાં કેટલાંક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો

રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં કુલ 51 તાલુકામાં વરસાદ નોંધાયાના અહેવાલ છે. ગાંધીનગરના રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્રના જણાવ્યા મુજબ સૌથી વધુ એક ઇંચ વરસાદ કચ્છના ભુજ ખાતે નોંધાયો. તેમજ 10 તાલુકાઓમાં 10 થી 20 મિલિમિટર વરસાદ નોંધાયો છે, જ્યારે 41 તાલુકાઓમાં 1 થી 10 મિલિમિટર વરસાદ ...

જુલાઇ 8, 2024 3:26 પી એમ(PM)

views 23

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ મિશ્રાએ નીતિ આયોગના દ્વારા નિર્ધારિત સંપૂર્ણતા અભિયાનનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ મિશ્રાએ નીતિ આયોગના દ્વારા નિર્ધારિત સંપૂર્ણતા અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં નીતિ આયોગના આકાંક્ષા બ્લૉક કાર્યક્રમમાં પાંચ મુદ્દા સામેલ કરાયા હતા. આ અભિયાન અંતર્ગત આગામી 30મી સપ્ટેમ્બર સુધી આરોગ્ય, પોષ...

જુલાઇ 8, 2024 8:11 એ એમ (AM)

views 27

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

રાજ્યભરમાં ગઇકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે ધાર્મિક હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્યના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. મુખ્ય રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી યોજાઇ હતી. મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદ...

જુલાઇ 5, 2024 10:02 એ એમ (AM)

views 22

રાજ્યનાં 100થી વધુ તાલુકાઓમાં વરસાદઃ દાંતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો

છેલ્લાં પાંચ દિવસથી રાજ્યનાં મોટાં ભાગનાં વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાજ્યનાં 100થી વધુ તાલુકમાં વરસાદી માહોલ રહ્યો હતો. બનાસકાંઠાના દાંતામાં સવારના છ વાગ્યાથી 10 વાગ્યા સુધીનાં માત્ર ચાર કલાકમાં 8 ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ હતી. પંચમહાલ જિલ્લાના શહેરામાં ગઇ...

જુલાઇ 5, 2024 10:00 એ એમ (AM)

views 36

શાળા પ્રવેશોત્સવની સમાપ્તિ બાદ ગાંધીનગર ખાતે ‘પ્રતિભાવ બેઠક’ યોજાઈ

તાજેતરમાં પૂર્ણ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ૭૪ હજાર ૩૫૨ મહાનુભાવોએ રાજ્યભરની ૩૧ હજાર ૮૮૫ પ્રાથમિક શાળાઓ અને ૬ હજાર ૩૬૯ માધ્યમિક શાળાઓની મુલાકાત લીધી હતી. પ્રવેશોત્સવ દરમ્યાન ૬ હજાર ૬૮૫ વર્ગખંડ, ૭ હજાર ૮૭૮ કમ્પ્યુટર લેબ અને ૨૬ હજાર ૫૭૦ સ્માર્ટ ક્લાસના લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામ...

જુલાઇ 5, 2024 9:58 એ એમ (AM)

views 30

અમદાવાદ મહાનગર પાલિકાના ખોરાક વિભાગ દ્વારા માપદંડ ન અનુસરતા એકમો સામે તપાસ કરવામાં આવી

અમદાવાદ મહાનગર પાલિકાના ખોરાક વિભાગ દ્વારા માપદંડ ન અનુસરતા એકમો સામે તપાસ કરવામાં આવી છે.. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ગઈ કાલે અલગ અલગ કાફે, હોટલ, રેસ્ટોરાં અને અન્ય ખાદ્ય પદાર્થ વેચતા એકમો સામે સઘન તપાસણી ઝુંબેશ ચલાવવામાં આવી હતી જે અંતર્ગત 131 એકમોની તપાસ કરવામાં આવી હતી તેમજ 13 નમૂના તપાસ અર્થે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.