પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 19, 2026 7:05 પી એમ(PM)

views 62

રાજ્યમાં “તમારા પૈસા – તમારો અધિકાર” અભિયાન હેઠળ 104 કરોડ રૂપિયાથી વધુની રકમ મૂળ ખાતેદારને પરત અપાઈ

“તમારા પૈસા – તમારો અધિકાર” અભિયાન હેઠળ રાજ્યમાં 104 કરોડ રૂપિયાથી વધુની રકમ તેમના મૂળ ખાતેદારને પરત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ઑક્ટોબર 2025માં ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તે અંતર્ગત 31 ડિસેમ્બર 2025 સુધીમાં 104 કરોડ રૂપિયાની રકમ ખ...

જાન્યુઆરી 19, 2026 7:03 પી એમ(PM)

views 17

અમદાવાદમાં શાળાની બહાર વિદ્યાર્થી પર થયેલા હુમલા બાબતે પોલીસે છ લોકોને પકડ્યા.

અમદાવાદમાં ઘાટલોડિયાની એક શાળાની બહાર ધોરણ 10ના એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી દ્વારા કરાયેલા હુમલા મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ કહ્યું, પોલીસે આ મામલે છ લોકોને પકડ્યા છે. જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને હૉસ્પિટલ ખસેડાયા છે.

જાન્યુઆરી 19, 2026 7:02 પી એમ(PM)

views 35

દમણનાં ખેલાડી શ્રેયા રસ્તોગીએ રાષ્ટ્રીય સ્તરની વ્યાયામ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણનાં ખેલાડી શ્રેયા રસ્તોગીએ રાષ્ટ્રીય સ્તરની વ્યાયામ – જિમ્નેસ્ટિક્સ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં તાજેતરમાં યોજાયેલી 69-મી ભારતીય રાષ્ટ્રીય શાળા રમતગમત મહામંડળ – SGFIની 17 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં તેમણે આ સિદ્ધિ મેળવી છે. રાષ્ટ્રીય સ્તરની આ સ્પ...

જાન્યુઆરી 19, 2026 2:26 પી એમ(PM)

views 15

CISF દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા અને રાષ્ટ્રીય મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી 28 જાન્યુઆરીથી વંદે માતરમ્ કૉસ્ટલ સાયક્લોથોન યોજાશે.

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ – CISF દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા અને રાષ્ટ્રીય મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી 28 જાન્યુઆરીથી વંદે માતરમ્ કૉસ્ટલ સાયક્લોથોન યોજાશે. આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા, CISFના પશ્ચિમી ક્ષેત્રના આઈ.જી. અભિષેક ગોયલે કહ્યું, સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત આ વિષય સાથે આ 25 દિવસની સ...

જાન્યુઆરી 19, 2026 2:20 પી એમ(PM)

views 19

મહેસાણામાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ બહુચર માતાજીના ધામનો 13-મો પાટોત્સવ યોજાશે.

મહેસાણામાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ બહુચર માતાજીના ધામનો 13-મો પાટોત્સવ યોજાશે. બહુચરાજી તાલુકાના સંખલપુર ગામમાં આ પ્રસંગે બહુચર માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરાયું છે. તેમાં ગુજરાત, મુંબઈ સહિત વિવિધ સ્થળેથી આવેલા 350થી વધુ આનંદના ગરબા મંડળ ભાગ લેશે. ભક્તો માટે રહેવા અને જમવાની ...

જાન્યુઆરી 19, 2026 2:20 પી એમ(PM)

views 14

જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે ગાંધીનગરથી 10 કરોડ 83 લાખ રૂપિયાથી વધુની કિંમતના 15 વાહનોનું પ્રસ્થાન કરાવ્યું.

જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે ગાંધીનગરથી 10 કરોડ 83 લાખ રૂપિયાથી વધુની કિંમતના 15 વાહનોનું પ્રસ્થાન કરાવ્યું. વરસાદી પાણીના સંગ્રહ અભિયાન હેઠળ રાજ્યભરમાં આ વાહનો બંધ, નહેર, તળાવના નિર્માણ અને સમારકામમાં મદદરૂપ થશે. નવા વાહનો દ્વારા વાર્ષિક અંદાજે 70 લાખ ઘન મીટરથી વધુ માટીકામ, હયાત નહેર સફાઈ, નડતર...

જાન્યુઆરી 19, 2026 2:18 પી એમ(PM)

views 13

સુરતના ઉધનામાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા પાંચ લોકો દાઝી ગયાના અહેવાલ.

સુરતના ઉધનામાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા પાંચ લોકો દાઝી ગયાના અહેવાલ છે. આ તમામને હાલ સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા છે. અગ્નિશમન દળની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હોવાનું ચીફ ફાયર ઑફિસર રોહિત ખલાસીએ જણાવ્યું.

જાન્યુઆરી 19, 2026 2:17 પી એમ(PM)

views 33

રાજ્યના અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં વધારો.

રાજ્યના અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. દરમિયાન અનેક જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ જ રીતે મહીસાગર જિલ્લામાં પણ ધુમ્મસ છવાતા વાહનચાલકોને વાહન ચલાવવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જાન્યુઆરી 19, 2026 2:16 પી એમ(PM)

views 30

ગુજરાત પોલીસ ભરતી બૉર્ડ દ્વારા 13 હજાર 591 જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

ગુજરાત પોલીસ ભરતી બૉર્ડ દ્વારા 13 હજાર 591 જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ જાહેરાત હેઠળ 10 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તમામ ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે 21 જાન્યુઆરીથી રાજ્યના નિર્ધારિત 15 શહેર, જિલ્લા, SRP જૂથ, તાલિમ કેન્દ્રના પરીક્ષા કેન્દ્ર...

જાન્યુઆરી 19, 2026 2:27 પી એમ(PM)

views 22

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ આજે દાવોસ માટે રવાના થયું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ આજે દાવોસ માટે રવાના થયું. આ પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં યોજાઈ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફૉરમ – WEFમાં ભાગ લેશે. અમદાવાદ વિમાનમથક પર પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સંઘવીએ કહ્યું, WEFમાં ગુજરાત વિકસિત ગુજર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.