પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 17, 2025 2:49 પી એમ(PM) ડિસેમ્બર 17, 2025 2:49 પી એમ(PM)

views 4

બોટાદ શહેરના હીફલી વિસ્તારના મીણના કારખાનામાં આગની ઘટના બની.

બોટાદ શહેરના હીફલી વિસ્તારના મીણના કારખાનામાં આગની ઘટના બની હતી. ઘટનાને પગલે અગ્નિશમન દળની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનમાં મશીનરી સહિતનો કાચો માલ બળીને ખાખ થતાં કારખાના માલિકને આશરે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જોકે ઘટનામાં જાનહાનિ ટળી હતી. ઇલેક્ટ્રિક ...

ડિસેમ્બર 17, 2025 2:46 પી એમ(PM) ડિસેમ્બર 17, 2025 2:46 પી એમ(PM)

views 4

ગીર સોમનાથ જિલ્લાની 84 કોલેજને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી.

ગીર સોમનાથ જિલ્લાની 84 કોલેજને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શનમાં આ કોલેજોમાં રૂબરૂ મુલાકાત લઈ માર્ગદર્શિકા મુજબ મુલ્યાંકન કરી તેને તમાકુ મુક્ત જાહેર કરાઇ છે. બીજી તરફ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા દ્વારા તમાકુ મુક્ત યુવા અભિયાનના ત્રીજા તબક્કા અંત...

ડિસેમ્બર 17, 2025 2:45 પી એમ(PM) ડિસેમ્બર 17, 2025 2:45 પી એમ(PM)

views 4

રાજકોટ જિલ્લામાં ટ્રાફિક નિયમ ભંગનું ઈ-ચલણ હવે સીધું UPIથી ભરી શકાશે.

રાજકોટ જિલ્લામાં ટ્રાફિક નિયમ ભંગનું ઈ-ચલણ હવે સીધું UPIથી ભરી શકાશે. જિલ્લામાં વાહનચાલકો હવે સરળતાથી પોતાના મોબાઈલ ફોનથી યુ.પી.આઈ., ગૂગલ પે, ફોન પે, યોનો એપ જેવી વિવિધ પેમેન્ટ એપ મારફતે ઈ-ચલણ ભરી શકશે. તેના માટે ભારત બિલ પેમેન્ટ એપમાં ઈ-ચલણ લખી સર્ચ કરવાનું રહેશે. જેમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત...

ડિસેમ્બર 17, 2025 2:52 પી એમ(PM) ડિસેમ્બર 17, 2025 2:52 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ. બેઠકમાં લગ્ન નોંધણી સંદર્ભે કાયદા વિભાગે તૈયાર કરેલા નવા ડ્રાફ્ટ નિયમો રજૂ કરાયા. જેના અમલીકરણ પર પણ ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં આગામી વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ અંગે ચર્ચા થઈ. બેઠકમાં ભાગ લેવા રાજ્ય મંત્રી ...

ડિસેમ્બર 17, 2025 9:41 એ એમ (AM) ડિસેમ્બર 17, 2025 9:41 એ એમ (AM)

views 4

અમદાવાદના સરદારનગરમાં કમળ તળાવ પરથી 150 જેટલા કાચા-પાકા દબાણો દૂર કરાયા

અમદાવાદ શહેરના સરદારનગર વોર્ડમાં કમળ તળાવ પરથી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી. જેમાં 150 જેટલા કાચા-પાકા દબાણો ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા. અંગે ડેપ્યુટી કમિશનર વિશાલ ખાનમે જણાવ્યું, કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ આ કામગીરી કરવામાં આવી છે.

ડિસેમ્બર 17, 2025 9:38 એ એમ (AM) ડિસેમ્બર 17, 2025 9:38 એ એમ (AM)

views 13

સરકાર દ્વારા કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને 6 હજાર 805 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

કમોસમી વરસાદમાં થયેલા નુકસાન અન્વયે જાહેર કરાયેલા આર્થિક પેકેજ-MSP અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અત્યાર સુધીમાં 6 હજાર 805 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. જ્યારે અત્યાર સુધીમાં મગફળી સહિત વિવિધ પાક માટે 10 લાખ કરતાં વધુ ખેડૂતો પૈકી 4 લાખ 75 હજારથી વધુ ખેડૂતો પાસેથી 7 હજાર 537 કરોડના મૂલ્યની ખરીદી...

ડિસેમ્બર 17, 2025 9:35 એ એમ (AM) ડિસેમ્બર 17, 2025 9:35 એ એમ (AM)

views 3

રાજ્યમાં રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ, વિતરણ અને હેરાફેરી પર પ્રતિબંધ જાહેર કરતું ગૃહ વિભાગ

યુવાઓના સ્વાસ્થ્યના હિતમાં રાજ્યમાં રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ, વિતરણ અને હેરાફેરી પર ગૃહ વિભાગે પ્રતિબંધ જાહેર કર્યો છે. હવે રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ થશે. આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટ...

ડિસેમ્બર 16, 2025 7:19 પી એમ(PM) ડિસેમ્બર 16, 2025 7:19 પી એમ(PM)

views 7

બજારમાં વ્યાજબી ભાવે અને સરળતાથી ઘઉં મળી રહે તે માટે આગામી 31 માર્ચ સુધી સ્ટોક મર્યાદા અમલી બનાવાઇ

કેન્દ્ર સરકાર દ્વારા બજારમાં વાજબી ભાવે અને સરળતાથી ઘઉં મળી રહે તથા સંગ્રહખોરી અટકે તે માટે આગામી 31 માર્ચ 2026 સુધી સ્ટોક એટલે કે જથ્થાની મર્યાદા અમલી બનાવવામાં આવી છે. ઘઉંના સંગ્રહ કરવામાં સુધારો કરી ઘઉંની સંગ્રહખોરી અટકે અને બજારમાં ઘઉં સરળતાથી અને વાજબી કિંમતે ગ્રાહકોને મળે તે હેતુસર ઘઉંના વેપાર...

ડિસેમ્બર 16, 2025 7:17 પી એમ(PM) ડિસેમ્બર 16, 2025 7:17 પી એમ(PM)

views 6

સાયબર ગુના શાખાએ 9 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના આરોપીને કચ્છમાંથી ઝડપ્યો

રાજ્ય સાયબર ગુના શાખાએ 9 કરોડ રૂપિયાથી વધુની રકમની સાયબર છેતરપિંડીના આરોપીને કચ્છમાંથી ઝડપ્યો છે. આ આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા વરિષ્ઠ નાગરિકને રોકાણ કરાવી 10 હજાર રૂપિયાનો નફો પાછો આપીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ વધુ રોકાણ માટે અલગ-અલગ બેંક ખાતાઓ અને વોલેટમાં કુલ 9 કરોડ 72 લાખ રૂપિયાથી વધુનું ર...

ડિસેમ્બર 16, 2025 7:15 પી એમ(PM) ડિસેમ્બર 16, 2025 7:15 પી એમ(PM)

views 6

અમદાવાદની સેવન્થ ડે શાળાનો વહીવટ રાજ્ય સરકારે પોતાના હસ્તક લીધો

અમદાવાદની સેવન્થ ડે શાળાનો વહીવટ રાજ્ય સરકારે પોતાના હસ્તક લઈ લીધો છે. શાળામાં એક અઘટિત ઘટના બન્યા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી જેણે સોંપેલા અહેવાલમાં શાળામાં ગેરરીતિ અને અનિયમિતતા સામે આવી હતી જેણે પગલે આ નિર્ણય લેવાયો હોવાનું શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.