પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 26, 2024 11:16 એ એમ (AM) ડિસેમ્બર 26, 2024 11:16 એ એમ (AM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજ્યના માહિતી વિભાગ દ્વારા તૈયાર કરાયેલા મારી યોજના પૉર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજ્યના માહિતી વિભાગ દ્વારા તૈયાર કરાયેલા મારી યોજના પૉર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો. આ પૉર્ટલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી વધુ યોજનાઓની માહિતી નાગરિકોને ઘરેબેઠાં મળી રહેશે. આ પૉર્ટલ થકી નાગરિકો કોઈ પણ કચેરીના ધક્કા ખાધા વગર, સમય વેડફ્યા વિના યોજનાઓની માહિતી સરળ...

ડિસેમ્બર 26, 2024 10:57 એ એમ (AM) ડિસેમ્બર 26, 2024 10:57 એ એમ (AM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ વિષયવસ્તુ સાથે 15મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ વિષયવસ્તુ સાથે 15મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો. દરમિયાન મુખ્યમંત્રીએ અંદાજે 868 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે, “પહેલા કાંકરિય...

ડિસેમ્બર 25, 2024 7:36 પી એમ(PM) ડિસેમ્બર 25, 2024 7:36 પી એમ(PM)

views 5

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આવતીકાલે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, 27 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે, પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતના ભાગોમાં પહોંચશે, જેના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું, આગામી 24 ક...

ડિસેમ્બર 25, 2024 7:34 પી એમ(PM) ડિસેમ્બર 25, 2024 7:34 પી એમ(PM)

views 5

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગામી 5 વર્ષ જાપાનની કંપનીઓમાં તાલીમ મેળવી ઈન્ટર્નશીપ કરી શકશે

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જાપાનની કંપનીઓમાં તાલીમ મેળવી ઈન્ટર્નશીપ કરી શકશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, જાપાનની શિઝૂઑકા પ્રિફેકચરના પ્રતિનિધિ મંડળે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન સમજૂતી કરાર કર્યા હતા. શિઝૂઑકાની અર્થવ્યવસ્થા અને ઔદ્યોગિક ક્ષેત્રમાં કરાયેલા આ...

ડિસેમ્બર 25, 2024 7:32 પી એમ(PM) ડિસેમ્બર 25, 2024 7:32 પી એમ(PM)

views 3

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, સરકાર 5 વર્ષના લક્ષ્ય પહેલાં દેશમાં 2 લાખ પ્રાથમિક કૃષિધિરાણ મંડળીઓ સ્થાપશે

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, સરકાર પાંચ વર્ષના લક્ષ્ય પહેલાં બે લાખ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ સ્થાપશે. આ પહેલ દ્વારા ખેડૂતોની ઉપજ સરળતાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી શકશે. નવી દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં આજે 10 હજારથી વધુ નવી સ્થપાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ, ડેરી અન...

ડિસેમ્બર 25, 2024 7:27 પી એમ(PM) ડિસેમ્બર 25, 2024 7:27 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રીએ આજે વર્ચ્યૂઅલ માધ્યમથી ભુજમાં દેશની પ્રથમ અવકાશી વેધશાળાનો પ્રારંભ કરાવ્યો

મંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી વર્ચ્યૂઅલ માધ્યમથી કચ્છના ભુજમાં દેશની પ્રથમ અવકાશી વેધશાળાનો પ્રારંભ કરાવ્યો છે. ભુજના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અમેરિકાનીકંપની ‘પ્લેન વેવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ’ દ્વારા તૈયાર કરાયેલી આ અવકાશી વેધશાળામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સુલભ સૌથી મોટું CDK-24 ટેલિસ્...

ડિસેમ્બર 25, 2024 3:35 પી એમ(PM) ડિસેમ્બર 25, 2024 3:35 પી એમ(PM)

views 9

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિતના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિતના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યકમ અંતર્ગત વિસનગર તાલુકાના ગુંજા, વાલમ અને કાસા ગામ ખાતે આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલા રક્તપિત્તના દર્દીના ઘરે જઈ પરિવારના તમામ સભ્યોની રક્તપિત્ત અંતર્ગ...

ડિસેમ્બર 25, 2024 3:31 પી એમ(PM) ડિસેમ્બર 25, 2024 3:31 પી એમ(PM)

views 4

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતે વિશ્વાસ પ્રૉજેક્ટના બીજા તબક્કાનું ખાતમુહૂર્ત કરાયું હતું

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતે વિશ્વાસ પ્રૉજેક્ટના બીજા તબક્કાનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તબક્કા હેઠળ રાજસ્થાન સરહદ પર તકેદારી રાખવા ચાર ચેકપૉસ્ટ પર 19 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જિલ્લાના મુખ્યમથક લુણાવાડામાં 12 સ્થળ પર 35 અને બાલાસિનોરમાં 13 સ્થળ પર 56 કેમેરા લગાવવામાં આવશે.

ડિસેમ્બર 25, 2024 3:28 પી એમ(PM) ડિસેમ્બર 25, 2024 3:28 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ ખાતે નવા સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ ખાતે નવા સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું.આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઇ ઉપસ્થિત રહ્યાં હતા.

ડિસેમ્બર 25, 2024 3:25 પી એમ(PM) ડિસેમ્બર 25, 2024 3:25 પી એમ(PM)

views 2

અરવલ્લી જિલ્લામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું

આજે રાજ્યના કેટલાક જિલ્લામાં સુશાસન દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અરવલ્લી જિલ્લામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. મોડાસા નગરપાલિકાના જૂના મકાન ખાતે શરૂ થયેલા આ સેન્ટરમાં મિલકત વેરો, વ્યવસાયિક વેરો, જન્મ-મરણના પ્રમાણપત્ર સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિ...