પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 26, 2024 3:24 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 3:24 પી એમ(PM)

views 12

રાજ્યના કેટલક જિલ્લાઓમાં આજે હવામાનમાં પલટો આવતા વાતાવરણ વાદળછાયું થયું છે

રાજ્યના કેટલક જિલ્લાઓમાં આજે હવામાનમાં પલટો આવતા વાતાવરણ વાદળછાયું થયું છે. હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા તાપી ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટ છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ...

ડિસેમ્બર 26, 2024 3:22 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 3:22 પી એમ(PM)

views 9

પોરબંદરની પ્રાથમિક શાળાના શિક્ષકે છાણમાંથી બનાવેલા રમકડાંની રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થઈ છે

પોરબંદરની પ્રાથમિક શાળાના શિક્ષકે છાણમાંથી બનાવેલા રમકડાંની રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થઈ છે. મધ્યપ્રદેશમાં ભોપાલની રાષ્ટ્રીયકક્ષાએ ક્ષેત્રિય શિક્ષણ સંસ્થાન ખાતે યોજાયેલી પાંચ દિવસની કાર્યશાળામાં ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવે ભાગ લીધો હતો. નવી શિક્ષણ નીત...

ડિસેમ્બર 26, 2024 3:19 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 3:19 પી એમ(PM)

views 6

મહેસાણાની સાર્વજનિક સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીની સ્વિમિંગમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્વીમીંગ ચેમ્પિયનશીપમાં પસંદગી કરવામાં આવી

મહેસાણાની સાર્વજનિક સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીની સ્વિમિંગમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્વીમીંગ ચેમ્પિયનશીપમાં પસંદગી કરવામાં આવી છે. ચેન્નાઈ ખાતે સાઉથ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટીની સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં મહેસાણાની પ્રીષાની ૧૦૦ અને ૨૦૦ મીટર બટર ફ્લાય અને ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઇલ વિભાગમાં પસંદગી થઇ છે.

ડિસેમ્બર 26, 2024 3:18 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 3:18 પી એમ(PM)

views 3

ગોધરા-આણંદ રેલવે સેક્શન પર રેલવે ટ્રેક ડબલીંગની કામગીરી ચાલી રહી છે

ગોધરા-આણંદ રેલવે સેક્શન પર રેલવે ટ્રેક ડબલીંગની કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં ગોધરા અને વાવડી ખુર્દ સ્ટેશન વચ્ચે ડબલીંગના નોન ઇન્ટરલોકિંગ કામને કારણે રેલવે વિભાગ દ્વારા ૧૧ દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે, જેને કારણે આણંદ-ગોધરા મેમુ ટ્રેન અને ગોધરા-આણંદ મેમુ ટ્રેન આજથી 5 જાન્યુઆરી સુધી રદ રહેશે અને...

ડિસેમ્બર 26, 2024 3:17 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 3:17 પી એમ(PM)

views 4

કેન્દ્ર અને રાજ્ય સરકારના વન્ય પ્રાણી આદાન-પ્રદાન યોજના અંતર્ગત જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને સફેદ વાઘની જોડી આપવામાં આવી

કેન્દ્ર અને રાજ્ય સરકારના વન્ય પ્રાણી આદાન-પ્રદાન યોજના અંતર્ગત જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને સફેદ વાઘની જોડી આપવામાં આવી છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહ અને સિંહણને રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં મોકલવામાં આવ્યા છે જેની સામે રાજકોટ પ્રદ્યુમન પાર્કમાંથી સફેદ વાઘ અને સફેદ વાઘણ સક્કરબાગ પ્રાણી...

ડિસેમ્બર 26, 2024 3:14 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 3:14 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં અમદાવાદના રહેવાસી ઓમ જિજ્ઞેશ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં અમદાવાદના રહેવાસી ઓમ જિજ્ઞેશ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો હતો. 17 વર્ષીય ઓમ દિવ્યાંગ છે, તેમને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે આ પુરસ્કાર એનાયત કરાયો છે. ઓમ વ્યાસને 2000 સંસ્કૃત શ્લોક કંઠસ્થ છે, જેમાં સુંદરકાંઠ તથા ભાગવદ્ ગીતાના શ્લો...

ડિસેમ્બર 26, 2024 3:12 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 3:12 પી એમ(PM)

views 3

આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે

આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં પુજા અર્ચના કરી હતી અને લંગર પ્રસાદનું વિતરણ કર્યું હતું.

ડિસેમ્બર 26, 2024 11:58 એ એમ (AM) ડિસેમ્બર 26, 2024 11:58 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી- PDEU ખાતે ગુજરાત સેમિ-કન્ડક્ટર પૉલિસી હેઠળ સેમિ-કન્ડક્ટર તાલીમ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી- PDEU ખાતે ગુજરાત સેમિ-કન્ડક્ટર પૉલિસી હેઠળ સેમિ-કન્ડક્ટર તાલીમ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. આ કેન્દ્ર ATMP એટલે કે, એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કેટિંગ, પેકેજિંગ, ટ્રેનિંગ સેન્ટર આગામી પાંચ વર્ષમાં એક હજાર યુવાનોને સેમિ-કન્...

ડિસેમ્બર 26, 2024 11:50 એ એમ (AM) ડિસેમ્બર 26, 2024 11:50 એ એમ (AM)

views 2

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સ્ટાર્ટ-અપ ઇકૉ સિસ્ટમમાં ભારત આજે ત્રીજા નંબરે છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સ્ટાર્ટ-અપ ઇકૉ સિસ્ટમમાં ભારત આજે ત્રીજા નંબરે છે. મહેસાણા ખાતે ગઈકાલે દેશના પ્રથમ જિલ્લા સ્ટાર્ટ-અપ અને ઇનોવૅશન હબ નમૉ આઈ-હબ સેન્ટરનું ઉદ્ઘાટન કરતાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું, જિલ્લાસ્તરે દેશમાં મહેસાણા નમૉ આઈ હબ સેન્ટર પ્રતિભાઓનું પથદર્શક ...

ડિસેમ્બર 26, 2024 11:39 એ એમ (AM) ડિસેમ્બર 26, 2024 11:39 એ એમ (AM)

views 4

સુરતમાં બાળકો મૉબાઈલ ફૉનથી દૂર રહે અને રચનાત્મક બને તે હેતુથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ખાતે ચેસ સ્પર્ધા યોજવામાં આવી

સુરતમાં બાળકો મૉબાઈલ ફૉનથી દૂર રહે અને રચનાત્મક બને તે હેતુથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ખાતે ચેસ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 350થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. હવે આગામી સમયમાં વિજેતા બાળકો અન્ય સ્પર્ધામાં ભાગ લેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળામાં સ્પર્ધા પહેલા વિદ્યા...