પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 27, 2024 3:42 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 3:42 પી એમ(PM)

views 5

શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળી સુગર ફેકટરીના ઉપ પ્રમુખ અને કસ્ટોડિયન કમિટીમાંથી નરેશ પટેલે રાજીનામું આપ્યું

શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળી સુગર ફેકટરીના ઉપ પ્રમુખ અને કસ્ટોડિયન કમિટીમાંથી નરેશ પટેલે રાજીનામું આપ્યું છે. શ્રી પટેલે સ્વૈચ્છિક રાજીનામું આપતા સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમણે વ્યારા સુગરના પ્રમુખ માનસિંગ પટેલ દ્વારા મનસ્વી વહીવટ થતો હોવાનાં આક્ષેપ સાથે રાજીનામું આપ્યું છે. છેલ્લાં ...

ડિસેમ્બર 27, 2024 3:41 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 3:41 પી એમ(PM)

views 5

સુરેન્દ્રનગર ખાતે આજથી ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત ત્રણ દિવસનો ‘ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સ્પો 2024’નો પ્રારંભ થયો

સુરેન્દ્રનગર ખાતે આજથી ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત ત્રણ દિવસનો ‘ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સ્પો 2024’નો પ્રારંભ થયો છે. આ પ્રદર્શનમાં 25થી વધુ ઔદ્યોગિક ક્ષેત્રના 250 થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. ત્રણ દિવસ દરમિયાન ત્રણ લાખ લોકો મુલાકાત લે તેવો અંદાજ છે. આ દરમિયાન વિવિધ સાંસ...

ડિસેમ્બર 27, 2024 3:40 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 3:40 પી એમ(PM)

views 6

ડાંગ જિલ્લામાં સરકારની જનકલ્યાણ યોજનાઓની માહિતી આપવા એક કાર્યક્રમ યોજાયો

ડાંગ જિલ્લામાં સરકારની જનકલ્યાણ યોજનાઓની માહિતી આપવા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મહિલાઓને PMFME લૉન, SEP લૉન અને મુદ્રા લૉન અંગે માહિતી અપાઈ હતી.

ડિસેમ્બર 27, 2024 3:39 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 3:39 પી એમ(PM)

views 7

ખ્યાતિ હોસ્પિટલ ગેરરિતી કેસમાં ગુનાશોધક શાખાએ ગાંધીનગરના આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી

ખ્યાતિ હોસ્પિટલ ગેરરિતી કેસમાં ગુનાશોધક શાખાએ ગાંધીનગરના આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે. મિલાપ પટેલે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનાં લાખો ગેરકાયદેસર કાર્ડને મંજૂરી આપી હતી. ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ ઓફિસર-DPC તરીકે તેનું કામ હોસ્પિટલ સાથે સંકલન અને સમીક્ષા કરવાનું હતું.

ડિસેમ્બર 27, 2024 3:38 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 3:38 પી એમ(PM)

views 4

છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના લાવાકોઈ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 10 ગ્રામ પંચાયતના 625 લાભાર્થીઓને વર્ક ઑર્ડર વિતરણ કરાયા

છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના લાવાકોઈ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 10 ગ્રામ પંચાયતના 625 લાભાર્થીઓને વર્ક ઑર્ડર વિતરણ કરાયા હતા. દરમિયાન લાભાર્થીઓના ખાતામાં એડવાન્સ હપ્તા પેટે 30 હજાર રૂપિયાની રકમ જમા કરાવવામાં આવી હતી.

ડિસેમ્બર 27, 2024 3:37 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 3:37 પી એમ(PM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવ...

ડિસેમ્બર 27, 2024 9:45 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 9:45 એ એમ (AM)

views 7

તટ રક્ષકે સમુદ્રમાં ડૂબેલા જહાજના નવ ખલાસીને બચાવ્યા

ભારતીય તટરક્ષક દળે ઉત્તર અરબી સમુદ્રમાં ડૂબી ગયેલા ભારતીય જહાજ MSV તાજ ધરે હરામમાંથી નવ ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા હતા. આ બચાવ અભિયાન મુંબઈ, ભારત અને પાકિસ્તાનના કરાચીથી સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. મુંદ્રાથી રવાના થયેલું જહાજ યમનના સોકોત્રા તરફ જતું હતું, આ જહાજ  26મીના રોજ  સમુદ્રમાં આવ...

ડિસેમ્બર 27, 2024 8:56 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 8:56 એ એમ (AM)

views 4

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ : ત્રણ દિવસ વરસાદની આગાહી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી સાંજથી વહેલી સવારે વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે. આ સાથે જ હજુ પણ બે થી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત સહિત અમુક જિલ્લામાં આજે પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે. આજે સવા...

ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM)

views 4

પૂર્વ પીએમ મનમોહનસિંઘનું નિધન : મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું, રાજ્યમાં શોક પળાશે

દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંઘનું ગઇકાલે નિધન થયું હતું. 92 વર્ષની જૈફ વયે તેમનું નિધન થતાં દેશમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણ સોશિયલ મીડિયા પોસ્ટ X ના માધ્યમથી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતુ...

ડિસેમ્બર 26, 2024 8:14 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:14 પી એમ(PM)

views 1

રાજ્યનાં હવામાનમાં આજથી પલ્ટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે

રાજ્યનાં હવામાનમાં આજથી પલ્ટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું 9.8 ડિગ્રી લઘુતમ નોંધાયું હતું, વડોદરા શહેરમાં ગત રાત્રિએ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી, અમદાવાદમાં 18.6 ડિગ્રી, સુરતમાં 18.4 ડિગ્રી રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આજથી ત્...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.