પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 9, 2025 9:33 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 9:33 એ એમ (AM)

views 6

નેશનલ કો.ઓપ. ડેવલોપમેન્ટ કોર્પોરેશન, નવી દિલ્હી તથા નાબાર્ડનાં સહયોગથી દેશના ખેડૂતો સાથે પગભર થવા વિસનગર તાલુકાના ખેડૂતો દ્વારા શ્રી કાંસા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળીની નોંધણી કરવામાં આવી છે

નેશનલ કો.ઓપ. ડેવલોપમેન્ટ કોર્પોરેશન, નવી દિલ્હી તથા નાબાર્ડનાં સહયોગથી દેશના ખેડૂતો સાથે પગભર થવા વિસનગર તાલુકાના ખેડૂતો દ્વારા શ્રી કાંસા ખેડૂત ઉત્પાદક સહકારી મંડળીની નોંધણી કરવામાં આવી છે. ખેડૂતોની આ સંસ્થાનો ઉદ્ઘાટન કાર્યક્રમ ગઈ કાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલ તેમજ ઇફ્ક...

જાન્યુઆરી 9, 2025 9:15 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 9:15 એ એમ (AM)

views 4

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને લોકરક્ષકની 12 હજારથી વધુ જગ્યાઓ ભરવા માટેની શારીરિક કસોટીનો ગઇકાલથી પ્રારંભ થયો

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ દળમાં PSI અને લોકરક્ષકની 12 હજારથી વધુ જગ્યાઓ ભરવા માટેની શારીરિક કસોટીનો ગઇકાલથી પ્રારંભ થયો છે. રાજ્યના 15 ગ્રાઉન્ડ ખાતે આ પરીક્ષા યોજાઇ રહી છે. જેમાં 4 ગ્રાઉન્ડ ફક્ત મહિલા ઉમેદવારો માટે રાખવામાં આવ્યા છે. પ્રથમ દિવસે 10 હજાર ઉમેદવારનો શારીરિક કસોટી માટે બોલવવા...

જાન્યુઆરી 9, 2025 9:30 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 9:30 એ એમ (AM)

views 5

રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે

રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ગઇકાલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભેટાળીથી કોડિદ્રા ગામને જોડતો ૭૩૦ મીટર સુધીનો રસ્તો ખુલ્લો કરાવી રસ્તાના બંને બાજુના હદ નિશાન નાંખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેવી જ રીતે જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે ગે...

જાન્યુઆરી 9, 2025 9:09 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 9:09 એ એમ (AM)

views 3

મહાકુંભમાં જતા પ્રવાસીઓનાં ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે સાબરમતી-લખનૌ અને ભાવનગરથી લખનૌ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

મહાકુંભમાં જતા પ્રવાસીઓનાં ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે સાબરમતી-લખનૌ અને ભાવનગરથી લખનૌ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે. આ ટ્રેન 10 જાન્યુઆરીએ સાબરમતીથી રાત્રે 10-55 કલાકે ઉપડીને બીજા દિવસે રાત્રે નવ કલાકે લખનઉ પહોંચશે. અન્ય ટ્રેન ભાવનગરથી 11 જાન્યુઆરીએ રાત્રે 9-45 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ચાર વ...

જાન્યુઆરી 9, 2025 9:07 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 9:07 એ એમ (AM)

views 4

વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ 3 દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે

વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ 3 દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં સમિતિએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય અભેસિંગ તડવીના અધ્યક્ષ પદે આ સમિતિએ કરજણ ડેમ, નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

જાન્યુઆરી 9, 2025 9:05 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 9:05 એ એમ (AM)

views 3

23મા દિવ્ય કલા મેળાનો આજથી વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે પ્રારંભ થશે

23મા દિવ્ય કલા મેળાનો આજથી વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે પ્રારંભ થશે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી બી.એલ.વર્મા આ મેળાનું ઉદ્દઘાટન કરશે. મેળામાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 100 દિવ્યાંગ કારીગરો, કલાકારો અને ઉદ્યોગસાહસિકો વિવિધ ઉત્પાદનો અને સાંસ્કૃતિક વિવિધતા પ્રદર્શિત કરશ...

જાન્યુઆરી 9, 2025 8:55 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 8:55 એ એમ (AM)

views 5

આજે ‘‘પ્રવાસી ભારતીય દિવસ’’ છે.

આજે ‘‘પ્રવાસી ભારતીય દિવસ’’ છે. આ વર્ષે ૧૮મું ‘પ્રવાસી ભારતીય દિવસ સંમેલન’ ઓડિશાના ભુવનેશ્વર ખાતે ગઈ કાલથી શરૂ થયું છે, જેની વિષયવસ્તુ છે, ‘‘વિકસિત ભારતની સંકલ્પનામાં પ્રવાસી ભારતીયોનું યોગદાન.’’

જાન્યુઆરી 9, 2025 9:31 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 9:31 એ એમ (AM)

views 2

રાજયકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાપી જિલ્લાના વ્યારા ખાતે કરાશે

રાજયકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાપી જિલ્લાના વ્યારા ખાતે કરાશે. 25મી જાન્યુઆરીએ વ્યારા ખાતે એટ હોમ કાર્યક્રમ અને બાજીપુરા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જેને લઈને તૈયારીઓના ભાગરૂપે ગઇકાલે સચિવ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જાન્યુઆરી 9, 2025 8:50 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 8:50 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશના યુવાનો નેશન ફર્સ્ટનો મંત્ર અપનાવશે તો ભારતનો વિકાસ સતત થતો રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશના યુવાનો નેશન ફર્સ્ટનો મંત્ર અપનાવશે તો ભારતનો વિકાસ સતત થતો રહેશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-ABVP ગુજરાત પ્રદેશના ૫૬મા અધિવેશન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ભૂમિકા ખૂબ...

જાન્યુઆરી 9, 2025 8:48 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 8:48 એ એમ (AM)

views 1

સાબરકાંઠા જિલ્લામાં HMP વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો – પ્રાંતિજમાં 8 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝીટીવ

સાબરકાંઠા જિલ્લામાં HMP વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો છે. બુધવારે પ્રાંતિજ તાલુકાના લીંબલા ગામના આઠ વર્ષનો બાળક ત્રણ દિવસથી બિમાર હોવાથી સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત વધુ ગંભીર જણાતા લેબ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસમાં HMP વાઇરસ પોઝિટિવ માલુમ પડ્યો હ...