પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 11, 2025 3:40 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 3:40 પી એમ(PM)

views 7

કૃષિ સહાય યોજના પેકેજના ફોર્મ ભરવાના લાંચ કેસમાં અરવલ્લીનાં તલાટીને બે વર્ષની સજા કરવામાં આવી છે

કૃષિ સહાય યોજના પેકેજના ફોર્મ ભરવાના લાંચ કેસમાં અરવલ્લીનાં તલાટીને બે વર્ષની સજા કરવામાં આવી છે. અમારા અરવલ્લીનાં પ્રતિનિધિ જણાવે છે કે, વર્ષ 2013માં કૃષિ સહાયનાં ફોર્મ ભરવા અંગે એક હજાર પાંચસો રૂપિયાની લાંચ કેસમાં પકડાયેલા તલાટીનો કેસ અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે તલાટીને કસૂરવાર...

જાન્યુઆરી 11, 2025 3:37 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 3:37 પી એમ(PM)

views 3

બાલાસિનોરમાં મેડિકલ ડીગ્રી વગર ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતાં ડૉક્ટર અને કમ્પાઉન્ડરની પોલીસે ધરપકડ કરી

બાલાસિનોરમાં મેડિકલ ડીગ્રી વગર ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતાં ડૉક્ટર અને કમ્પાઉન્ડરની પોલીસે ધરપકડ કરી છે. મહીસાગરનાં અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આ બંન્ને આરોપી બિમાર લોકોની તપાસ કરીને એલોપેથીક દવા અને ઈન્જેક્શન આપીને લોકોની ગેરકાયદેસર સારવાર કરતાં હતાં. આ અંગે બાલાસિનોર SOG પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાન્યુઆરી 11, 2025 3:35 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 3:35 પી એમ(PM)

views 3

ઈફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણીએ સરકારી સંસ્થાઓનો મહત્મ લાભ લેવા ખેડૂતોને અપીલ કરી

ઈફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણીએ સરકારી સંસ્થાઓનો મહત્મ લાભ લેવા ખેડૂતોને અપીલ કરી છે. વિસનગર તાલુકાનાં કાસા ગામે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે નેશનલ કો. ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન તેમજ નાબોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી સંઘાણીએ આ મુજબ જણાવ્યુ છે. અમારા મહેસાણાનાં પ્રતિનિધિ જણાવે...

જાન્યુઆરી 11, 2025 3:33 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 3:33 પી એમ(PM)

views 2

રાજ્ય સરાકારે ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો

રાજ્ય સરાકારે ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે પક્ષકારોને વિનામૂલ્યે રજીસ્ટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે ક...

જાન્યુઆરી 11, 2025 3:29 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 3:29 પી એમ(PM)

views 4

132 જેટલાં કાશ્મીરી યુવક-યુવતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી

132 જેટલાં કાશ્મીરી યુવક-યુવતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકારનાં ખેલ મંત્રાલયનાં નહેરૂ યુવા કેન્દ્રનાં ‘યુવા આદાન-પ્રદાન’ અને “વતન કો જાનો” અંતર્ગત આ પ્રવાસ યોજાયો હતો. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતીમાં એકતાનગર ખાતે સંગોષ્ઠી કાર્...

જાન્યુઆરી 11, 2025 3:28 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 3:28 પી એમ(PM)

views 3

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગરમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો અને સહસંયોજકો સાથે સમીક્ષા બેઠક કરી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગરમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો અને સહસંયોજકો સાથે સમીક્ષા બેઠક કરી. આ પ્રસંગે રાજ્યપાલે કહ્યું કે, મનુષ્યને સ્વચ્છ હવા,પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ છે. તેમણે કહ્યું કે, રાસાયણિક ખાતર અને...

જાન્યુઆરી 11, 2025 3:26 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 3:26 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં રાજ્યનો પતંગોત્સવ વૈશ્વિક ઓળખ બન્યું છે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી મૂળૂભાઈ બેરામે કહ્યું હતુ કે, આ પતંગ મહોત્...

જાન્યુઆરી 11, 2025 9:04 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 9:04 એ એમ (AM)

views 2

કરુણા અભિયાન અંતર્ગત પશુ-પંખીઓ માટેની એમ્બ્યુલન્સની સંખ્યા 37 થી વધારી 87 કરાઇ

કરુણા અભિયાન અંતર્ગત પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે રાજ્યભરમાં ૧૯૬૨ એમ્બ્યુલન્સની સંખ્યા ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન ૩૭થી વધારીને ૮૭ કરવામાં આવી છે.   રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોની ઘટનાનાં વિશ્લેષણના આધારે, ૧૪ જાન્યુઆરીના રોજ અંદાજે ૧,૪૭૬  ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્...

જાન્યુઆરી 10, 2025 7:19 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 7:19 પી એમ(PM)

views 5

ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી કાચવાળી દોરી ઉપર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ લદાયો

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, લોકોને ઈજા ના પહોંચે તે માટે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં પણ કાચના પાઉડર ચડાવીને વેચવામાં આવે છે તેના પર પણ પ્રતિબંધ છે. હાઈકોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, કાચના પાઉડરથી રંગેલી દોરી, તેના ઉત...

જાન્યુઆરી 10, 2025 7:16 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 7:16 પી એમ(PM)

views 3

ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષીઓને બચાવવા માટે રાજ્યભરમાં કરૂણા અભિયાનનો આજથી પ્રારંભ

ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયા હોય તેવા પક્ષીઓને બચાવવા અને તે પક્ષીઓને સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં કરૂણા અભિયાનનો આરંભ થયો છે. ઉતરાયણના પર્વ દરમિયાન 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાનમા ઘાયલ થતાં પક્ષીઓને સારવાર મળી રહે તે માટે જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાએ કંટ્રોલરૂમ અને સારવા...