પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 11, 2025 7:34 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:34 પી એમ(PM)

views 3

ઉતરાયણના પર્વને પગલે મહીસાગર જિલ્લામાં સામાન્ય દિવસ કરતા ઈમરજન્સી કેસમાં વધારો નોંધાયો

ઉતરાયણના પર્વને પગલે મહીસાગર જિલ્લામાં સામાન્ય દિવસ કરતા ઈમરજન્સી કેસમાં વધારો નોંધાયો છે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 14 એમ્બ્યુલન્સ અને 70 જેટલા કર્મચારીને સતર્ક કરાયા છે. જિલ્લામાં ઉતરાયણ પર્વ દરમિયાન કોઈપણ ઈમરજન્સી આવે તો દરેક ઇમરજન્સીને પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સ્ટાફ કાર્...

જાન્યુઆરી 11, 2025 7:31 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:31 પી એમ(PM)

views 3

સુરત ખાતેથી 69 લાખ રૂપિયાનો 25 ટન ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

સુરત ખાતેથી 69 લાખ રૂપિયાનો 25 ટન ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રાજ્યનાં કમિશ્નર ડૉ. એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે ઓલપાડ ખાતેથી વીર મિલ્ક પ્રોડકટસ અને આર. કે. એન્ટરપ્રાઈઝ દ્વારા ભેળસેળ યુક્ત અને બનાવટી ઘી વેચવાનું કૌભાંડ પકડાયું છે.

જાન્યુઆરી 11, 2025 7:30 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:30 પી એમ(PM)

views 3

સાબરકાંઠા ખાતે રાજ્યકક્ષાની પાંચમી ઈડરિયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ

સાબરકાંઠા ખાતે રાજ્યકક્ષાની પાંચમી ઈડરિયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 271 ખેલાડીઓ જેના 151 ભાઈઓ અને 66 બહેનોએ ભાગ લીધો હતો. પ્રથમથી દસમાં ક્રમે આવનાર વિજેતાઓને પચ્ચીસ હજારથી પાંચ હજાર સુધીનાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતાં.

જાન્યુઆરી 11, 2025 7:29 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:29 પી એમ(PM)

views 4

કચ્છ જિલ્લાના ભુજ અને દિલ્હી વચ્ચે ફ્રેબુઆરીથી હવાઈ સેવા શરૂ થશે

કચ્છ જિલ્લાના ભુજ અને દિલ્હી વચ્ચે ફ્રેબુઆરીથી હવાઈ સેવા શરૂ થશે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છની એન.આર.આઇ જનતાને આ સુવિધાનો લાભ મળશે. ભુજ-દિલ્હી હવાઈ સેવા દિલ્હીથી બપોરે ત્રણ વાગ્યે ઉપડી સાડા ચાર કલાકે ભુજ પહોંચશે. અને ભુજથી સાડા પાંચ કલાકે ઉપડી સાત કલાકે સાંજે દિલ્હી પહોચશે.

જાન્યુઆરી 11, 2025 7:27 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:27 પી એમ(PM)

views 3

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે બે બાળકોના કૂવામાં ડૂબી જવાથી મોત થયા

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે બે બાળકોના કૂવામાં ડૂબી જવાથી મોત થયા છે. ચુડાના છત્રીયાળા રોડ પર નદી કાઠે રહેતા એક જ પરિવારના બે બાળકો, પાંચ વર્ષની બાળકી અને સાત વર્ષનો બાળક રમતા રમતા કુવામાં પડી જતા બંને બાળકોના મોત થયા હતા. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી હતી...

જાન્યુઆરી 11, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:26 પી એમ(PM)

views 3

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે તંત્ર દ્વારા આજે દબાણ હટાવ કાર્યવાહી કરાઇ હતી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે તંત્ર દ્વારા આજે દબાણ હટાવ કાર્યવાહી કરાઇ હતી. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં રહેણાંક તેમજ કોમર્શિયલ બાંધકામો પર એક હજારથી વધુ પોલીસ જવાનો સાથે દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી.

જાન્યુઆરી 11, 2025 7:25 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:25 પી એમ(PM)

views 5

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ 13મી જાન્યુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની ઉપસ્થિતીમાં યોજાશે

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ 13મી જાન્યુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની ઉપસ્થિતીમાં યોજાશે. આ પ્રસંગે રાજ્યનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેશે. દીક્ષાંત સમારોહમાં 447 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો, ત્રણ વિદ્યાર્થીઓને પીએચડીની ડીગ્રી અને 13 જેટલાં વિદ્યાર...

જાન્યુઆરી 11, 2025 7:22 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:22 પી એમ(PM)

views 3

ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે ‘રાષ્ટ્રીય મિશન’ બની ગયું છે. – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે 'રાષ્ટ્રીય મિશન' બની ગયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂત ટ્રેનર્સ સાથેની પ્રાકૃતિક કૃષિ સંદર્ભે સમીક્ષા બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા...

જાન્યુઆરી 11, 2025 7:20 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:20 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાજ્યની નવરચિત નવ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાજ્યની નવરચિત નવ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળામાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યનાં ઈતિહાસમાં એક સાથે નવ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતર કરવાનો નિર્ણય શહેરી વિકાસની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે. નવી રચ...

જાન્યુઆરી 11, 2025 7:19 પી એમ(PM) જાન્યુઆરી 11, 2025 7:19 પી એમ(PM)

views 4

ગાંઘીનગરમાં ગીફ્ટ સીટી ખાતે આવતીકાલે ગાયક અરિજિત સિંઘનાં કાર્યક્રમને ધ્યાને રાખી ગુજરાત મેટ્રો કોર્પોરેશન – GMRC એ, આવતીકાલ પૂરતો મેટ્રો ટ્રેનનાં સમય લંબાવવાનો નિર્ણય લીધો

ગાંઘીનગરમાં ગીફ્ટ સીટી ખાતે આવતીકાલે ગાયક અરિજિત સિંઘનાં કાર્યક્રમને ધ્યાને રાખી ગુજરાત મેટ્રો કોર્પોરેશન - GMRC એ, આવતીકાલ પૂરતો મેટ્રો ટ્રેનનાં સમય લંબાવવાનો નિર્ણય લીધો છે. ગીફ્ટ સિટી મેટ્રો સ્ટેશનતી અમદાવાદ માટે વધારાની ટ્રેનો રાત્રે સાડા આઠ વાગે, સાડા નવ વાગે, સાડા દસ તેમજ સાડા અગિયાર વાગ્યા સુ...