પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 17, 2025 6:26 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:26 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડે અને અનિલ સુબ્રમણ્યમ સાથે ગાંધીનગરમાં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની મુલાકાત લીધી

કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડે અને અનિલ સુબ્રમણ્યમ સાથે ગાંધીનગરમાં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. તેમણે કુલપતિ ડૉક્ટર જે.એમ.વ્યાસ સાથે ફોરેન્સિક વિજ્ઞાનમાં પ્રગતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સહિતના વિષયો પર NFSUની ભૂમિકા વિશે વિસ્તૃત ચર્ચા કરી ...

જાન્યુઆરી 17, 2025 6:23 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:23 પી એમ(PM)

views 3

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આવતીકાલે સુરતમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટર યુથ એવોર્ડ સમારોહ યોજાશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આવતીકાલે સુરતમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટર યુથ એવોર્ડ સમારોહ યોજાશે. ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપ તથા ગુજરાત માનવાધિકાર પંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૭ હજાર વિદ્યાર્થીઓને સ્કાઉટીંગ પ્રવૃત્તિઓ અને માનવાધિકારો વિષે જાગૃત્ત કરાશે. જેમાં દેશના ૧૮ ...

જાન્યુઆરી 17, 2025 6:22 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:22 પી એમ(PM)

views 6

મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ, કરમસદ, સોજીત્રા તારાપુર રોડને ૧૦ મીટર પહોળાઈથી વધારીને ચારમાર્ગીય કરવા રાજ્ય સરકારે 132 કરોડ રૂપિયા ફાળવ્યા

મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ, કરમસદ, સોજીત્રા તારાપુર રોડને ૧૦ મીટર પહોળાઈથી વધારીને ચારમાર્ગીય કરવા રાજ્ય સરકારે 132 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ યોજનામાં સ્ટ્રક્ચર વર્ક, પ્રોટેક્શન વોલ સહિતની કામગીરી પણ કરવામાં આવશે. આ રોડ બન્યા બાદ તારાપુર, પેટલાદ, સોજીત્રા તાલુકાના નાગરિકો, આણંદ જી.આઈ.ડી...

જાન્યુઆરી 17, 2025 6:21 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:21 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે વડનગરથી 45 દિવસના માર્ગ સલામતી અભિયાનની શરૂઆત કરાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે વડનગરથી 45 દિવસના માર્ગ સલામતી અભિયાનની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત આજે ગાંધીનગર નવા સચિવાલય પાસે હેલ્મેટ અને સીટ બેલ્ટની ખાસ ડ્રાઈવ શરૂ કરાઇ છે. જેમાં હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશ કરતા કર્મચારીઓને 500 રૂપિયાનો દંડ કરાયો છે. 45 દિવસ સુધી ચાલનારી આ ઝુંબેશમાં નિયમનુ...

જાન્યુઆરી 17, 2025 6:18 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:18 પી એમ(PM)

views 5

આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ઠંડીમાંથી આંશિક રાહત મળશે

આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ઠંડીમાંથી આંશિક રાહત મળશે. હાલમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં વધારો થવાની સંભાવના છે પરંતુ પવનની ગતિ હજુ પણ ઝડપી રહેશે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ન...

જાન્યુઆરી 17, 2025 6:17 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:17 પી એમ(PM)

views 9

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.અરજદારોને કામ માટેમહાનગરપાલિકાના ધક્કા ન ખાવા પડે તે માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ અંગે વધુ માહિતી આપી હતી.

જાન્યુઆરી 17, 2025 6:16 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:16 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ પહેલા વિવિધ મુદ્દા પર સામૂહિક ચર્ચા કરવા માટે ગુજરાતમાંથી 3 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી

પ્રધાનમંત્રીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ પહેલા વિવિધ મુદ્દા પર સામૂહિક ચર્ચા કરવા માટે ગુજરાતમાંથી 3 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં જામનગરની જી.એસ.મહેતા મ્યુનિસિપલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ મુંબઈમાં વિવિધ નિષ્ણાંતો સાથે સામૂહિક ચર્ચામાં ભાગ લીધો હતો. આ બદલ જિલ્લા શિક્ષણ અધિકારી ...

જાન્યુઆરી 17, 2025 3:24 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 3:24 પી એમ(PM)

views 4

મોઢેરાના સૂર્યમંદિર ખાતે આવતીકાલથી 19 જાન્યુઆરી દરમિયાન ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૫ યોજાશે

મોઢેરાના સૂર્યમંદિર ખાતે આવતીકાલથી 19 જાન્યુઆરી દરમિયાન ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૫ યોજાશે. આ મહોત્સવમાં ભરતનાટયમ, ઓડિસી, કુચીપૂડી, મોહિની અટ્ટમ, કથ્થક, કથકલી, મણિપુરી અને સતરીયા જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ રજૂ કરાશે. ઉત્તરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિને ઉત્તરા...

જાન્યુઆરી 17, 2025 3:23 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 3:23 પી એમ(PM)

views 6

મહીસાગર જિલ્લાના બાલાસિનોર-અમદાવાદ હાઇવે પર કાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા

મહીસાગર જિલ્લાના બાલાસિનોર-અમદાવાદ હાઇવે પર કાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. વહેલી સવારે યુવકો કારમાં અમદાવાદથી બાલાસિનોર જતાં હતા તે દરમિયાન લાડવેલ ચોક્ડી પાસે અચાનક ગાય આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બાલાસિનોર તાલુકા ઓથવાડના બારીયાના મુવાડાના સંજય સોલંકી, વિનુ સોલંકી, લાલાભાઈ સ...

જાન્યુઆરી 17, 2025 3:21 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 3:21 પી એમ(PM)

views 2

પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ માટે પશ્ચિમ રેલવેએ વિવિધ મથકોથી વિશેષ ટ્રેનનું આયોજન કર્યું

પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ માટે પશ્ચિમ રેલવેએ વિવિધ મથકોથી વિશેષ ટ્રેનનું આયોજન કર્યું છે. મહાકુંભ દરમિયાન વાપી, વલસાડ, ઉધના, અમદાવાદ, સાબરમતી, વડોદરા, ભાવનગર, રાજકોટ અને ડૉ. આંબેડકર નગર જેવા વિવિધ સ્થળોએથી 11 જોડી ટ્રેન સાથે 98 ફેરા કરવામાં આવી રહ્યા છે, જે બનારસ, પ્રયાગરાજ અને લ...