પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 21, 2025 7:25 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 7:25 પી એમ(PM)

views 38

રાજયની 66 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર – 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મી ફેબ્રુઆરીએ પરીણામ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે. આ તમામ પાલિકાઓમાં 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ ઉપરાંત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂ...

જાન્યુઆરી 21, 2025 3:47 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 3:47 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું હતું.આ ઓક્સિજન પાર્ક આશરે એક હજાર 900 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામ્યો છે. જેમાં વિવિધ ફૂલ-છોડનું વાવેતર કરાયું છે. આ પ્રસંગે પટેલે વૃક્ષારોપણ પણ કર્યું હતું.આ ઓક્સિજન પાર્કના લોકાર્પણ સાથ...

જાન્યુઆરી 21, 2025 3:45 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 3:45 પી એમ(PM)

views 4

દેવભૂમિ દ્વારકાના વિવિધ ટાપુઓ પર ગેરકાયદે દબાણ દૂર કરવા ડિમોલિશન હાથ ધરાયું હતું

દેવભૂમિ દ્વારકાના વિવિધ ટાપુઓ પર ગેરકાયદે દબાણ દૂર કરવા ડિમોલિશન હાથ ધરાયું હતું. જે અંતર્ગત 36 ગેરકાયદે ઊભા કરાયેલા માળખા હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરાયા છે. પોલીસ અને વન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકા જિલ્લા પ્ર...

જાન્યુઆરી 21, 2025 3:44 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 3:44 પી એમ(PM)

views 33

રાજ્ય ચૂંટણી પંચ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરશે

રાજ્ય ચૂંટણી પંચ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરશે. આજે બપોર બાદ સાડા ચાર વાગે પત્રકાર પરિષદ યોજીને સત્તાવાર જાહેરાત કરશે. અમારા ગાંધીનગરના પ્રતિનિધ દુર્ગેશ મહેતા જણાવે છે કે રાજ્યની 69 નગરપાલિકાઓની ચૂંટણી અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના કાર્યક્રમની રાજ્ય ચૂંટણી પંચ જાહેરાત કરશે. 

જાન્યુઆરી 21, 2025 3:43 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 3:43 પી એમ(PM)

views 3

અમદાવાદના સાઇન્સ સિટી ખાતે આજથી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કાનો ગ્રાન્ડ ફિનાલે પ્રારંભ થયો છે

અમદાવાદના સાઇન્સ સિટી ખાતે આજથી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કાનો ગ્રાન્ડ ફિનાલે પ્રારંભ થયો છે. જેમાં ગુજકોસ્ટ દ્વારા સ્ટેમ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા સાત પ્રકારના રોબોટને વિવિધ શ્રેણીમાં સમાવવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં ભાગ લેવા દેશભરમાંથી એક હજાર 284 ટીમે નોંધણી કરાવી હતી, જેમાંથી 100 ...

જાન્યુઆરી 21, 2025 3:39 પી એમ(PM) જાન્યુઆરી 21, 2025 3:39 પી એમ(PM)

views 9

પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે પુલનું નિર્માણકાર્ય ચાલીરહ્યું હોવાથી 24, 25 અને 26 જાન્યુઆરીએ દોડનારી કેટલીક ટ્રેનને અસર થશે

પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે પુલનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હોવાથી 24, 25 અને 26 જાન્યુઆરીએ દોડનારી કેટલીક ટ્રેનને અસર થશે.સત્તાવાર યાદી મુજબ, 25મીએ મુંબઈ સૅન્ટ્રલ-હાપા દુરન્તો એક્સપ્રૅસ અને 26મીએહાપા-મુંબઈ સેન્ટ્રલ દુરન્તો એક્સપ્રૅસ ટ્રેન રદ રહેશે. જ્યારે 24મીએ પોરબંદર-દાદર સ...

જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM) જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM)

views 4

રાજ્ય સરકારે એક જ દિવસમાં વિવિધ વિકાસ કાર્યો માટે રૂ.605.48 કરોડ ફાળવ્યા

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં વિવિધ વિકાસકાર્યો માટે 605 કરોડ 48 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ, નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા 40 કરોડ રૂપિયા, 13 નગરોમાં ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડ રૂપિયા, 22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન બનાવવા રૂપિયા 33 કરોડ, સ્ટૉર્મ ...

જાન્યુઆરી 21, 2025 8:52 એ એમ (AM) જાન્યુઆરી 21, 2025 8:52 એ એમ (AM)

views 2

રાજ્યભરમાં 25 જાન્યુ. સુધી શાળા સલામતી સપ્તાહ યોજાશે

રાજ્યભરમાં 25 જાન્યુઆરી સુધી “શાળા સલામતી સપ્તાહ-2025” યોજાશે. GSDMA એટલે કે, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સપ્તાહ અંતર્ગત ત્રણ હજાર જેટલી શાળાઓમાં ભૂકંપ, આગ અકસ્માત, પૂર, શૉર્ટ સર્કિટ જેવા વિષય ઉપર રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRF, રાજ્ય આપ...

જાન્યુઆરી 20, 2025 7:40 પી એમ(PM) જાન્યુઆરી 20, 2025 7:40 પી એમ(PM)

views 3

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવનનાં કર્મચારીઓ-અધિકારીઓ માટેનાં પરિસરમાં કોમ્યુનિટી હોલ અને 32 આવાસોનું લોકાર્પણ કર્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવનનાં કર્મચારીઓ-અધિકારીઓ માટેનાં પરિસરમાં કોમ્યુનિટી હોલ અને 32 આવાસોનું લોકાર્પણ કર્યું.આચાર્યેએ રાજભવનનાં પરિસરનાં સહુ સભ્યો અને તેમના પરિવારજનોને સંપીને રહેવા અને આવાસીય પરિસરમાં સ્વચ્છતા જાળવવા તથા બાળકોનાં વિકાસ માટે સારું શિક્ષણ અને સંસ્કારી વાતાવરણ આપવાનો અનુર...

જાન્યુઆરી 20, 2025 7:38 પી એમ(PM) જાન્યુઆરી 20, 2025 7:38 પી એમ(PM)

views 2

બનાસકાંઠા જિલ્લાની સવપુરા ગ્રામ પંચાયતનાં વિકાસલક્ષી કામોને ધ્યાનમાં રાખીને પદાધિકારીઓને પ્રજાસત્તાક પર્વની પરેડમાં હાજર રહેવા રાષ્ટ્રપતિ ભવનનું આમંત્રણ

બનાસકાંઠા જિલ્લાનાં થરાદ તાલુકાની સવપુરા ગ્રુપ ગ્રામ પંચાયતનાં વિકાસલક્ષી કામોને ધ્યાનમાં રાખીને સરપંચ, તલાટી અને ન્યાય સમિતિનાં સભ્યને આગામી 26મીજાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની પરેડમાં હાજર રહેલા માટેરાષ્ટ્રપતિ ભવન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ અંગે વધુ માહિતી આપે છે અમારા બન...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.