પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 26, 2025 8:02 એ એમ (AM) જાન્યુઆરી 26, 2025 8:02 એ એમ (AM)

views 2

દેશ આજે ગૌરવભેર 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે – રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી આજે તાપી ખાતે કરાશે.

દેશ આજે 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે. પ્રજાસત્તાક દિવસની પરેડની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્માર...

જાન્યુઆરી 25, 2025 7:39 પી એમ(PM) જાન્યુઆરી 25, 2025 7:39 પી એમ(PM)

views 7

રાજ્યમાં દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો

રાજ્યમાં ઠંડીનું જોર સામાન્ય રહ્યું છે. દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. રાજ્યમાં ગઈકાલે દિવસ દરમિયાન 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ઠંડા પવનો ઉત્તર પૂર્વ દિશા તરફથી ફુકાઈ રહ્યા હતા, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં તેજ ગતિ સાથે પવનો ફૂકાતા અમદાવાદ સહિત...

જાન્યુઆરી 25, 2025 7:29 પી એમ(PM) જાન્યુઆરી 25, 2025 7:29 પી એમ(PM)

views 2

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તાપીના વ્યારામાં રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે માનવજીવનમાં સ્વતંત્રતાથી મોટું કોઈ સુખ નથી અને પરતંત્રતાથી મોટું કોઈ દુઃખ નથી. ગાંધીનગરમાં રાજ્યકક્ષાના મતદાતા દિવસની ઉજવણી દરમિયાન રાજ્યપાલે આ પ્રમાણે જણાવ્યું. તેઓએ ઉમેર્યું કે લોકતંત્રથી આપણો દેશ વધુને વધુ સમૃદ્ધ બની રહ્યો છે. આ પ્રસંગે તેઓએ ચૂંટણી પ્રક્રિયામાં ...

જાન્યુઆરી 25, 2025 3:09 પી એમ(PM) જાન્યુઆરી 25, 2025 3:09 પી એમ(PM)

views 4

આજે વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

આજે વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં શિક્ષા સદન ભવનમાં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય સચિવ અમિત સિંગલા, ચૂંટણી અધિકારીઓ અરુણ ટી અને આશિષ મોહન હાજર હતા. આહવા ખાતે ઇન્ચાર્જ કલેક્ટર બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં ...

જાન્યુઆરી 25, 2025 3:08 પી એમ(PM) જાન્યુઆરી 25, 2025 3:08 પી એમ(PM)

views 2

દીવ ખાતે અભ્યાસ કરતી પ્રિકલ શાહ આવતીકાલે પ્રજાસત્તાક પ્રસંગે દિલ્લીના કર્તવ્ય પથ પર પરેડ કરશે

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ કેવડી એજ્યુકેશન હબ ખાતે અભ્યાસ કરતી પ્રિકલ શાહ આવતીકાલે પ્રજાસત્તાક પ્રસંગે દિલ્લીના કર્તવ્ય પથ પર પરેડ કરશે. પ્રિકલ શાહ દીવ કોલેજમાં એન.સી.સી માં સિનિયર છે અને તેઓ દિલ્હી ખાતે સિનિયર ઓફિસર તરીકે આવતીકાલની પરેડની પ્રથમ કતારમાં જ પરેડ પ્રદર્શન કરશે. ઉલ્લેખનીય છે કે પ્રિકલ શાહન...

જાન્યુઆરી 25, 2025 3:06 પી એમ(PM) જાન્યુઆરી 25, 2025 3:06 પી એમ(PM)

views 2

76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આવતીકાલે તાપી જિલ્લામાં કરવામાં આવશે

76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આવતીકાલે તાપી જિલ્લામાં કરવામાં આવશે. આજે સાંજે વ્યારા ખાતે સાંજે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વ્યારા ખાતે તાપી જિલ્લામાં 240 કરોડ રૂપિયાની યોજનાનું લોકાર્પણ કરશે. શ્રી પટેલ 124 કરોડ રૂપિયાના 20 કામોનું લોકાર્પ...

જાન્યુઆરી 25, 2025 8:37 એ એમ (AM) જાન્યુઆરી 25, 2025 8:37 એ એમ (AM)

views 1

સરહદ સુરક્ષા દળ BSF દ્વારા યોજાઇ રહેલા બુટ કેમ્પના નવમા તબક્કાનો બનાસકાંઠાના સૂઈગામ ખાતે ગઇકાલે આરંભ થયો છે

સરહદ સુરક્ષા દળ BSF દ્વારા યોજાઇ રહેલા બુટ કેમ્પના નવમા તબક્કાનો બનાસકાંઠાના સૂઈગામ ખાતે ગઇકાલે આરંભ થયો છે. દાંતીવાડાની સરકારી ITIના 20 વિદ્યાર્થી કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. આવતીકાલે આ કેમ્પનું સમાપન થશે.વિદ્યાર્થીઓને શારીરિક પ્રશિક્ષણની સાથે યોગ, હથિયાર વગર બચાવ અંગે જાણકારી, પડકારોનો સામનો કરવો, મ...

જાન્યુઆરી 25, 2025 8:36 એ એમ (AM) જાન્યુઆરી 25, 2025 8:36 એ એમ (AM)

views 1

અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કામાં હેક્સાપૉડ શ્રેણીમાં ભાવનગરની સર BPTIની ટીમ પ્રથમ ક્રમાંકે વિજેતા બની છે

અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કામાં હેક્સાપૉડ શ્રેણીમાં ભાવનગરની સર BPTIની ટીમ પ્રથમ ક્રમાંકે વિજેતા બની છે. મૅન્ટર પ્રૉફેસર ચિંતન ઉમરાળિયાના માર્ગદર્શનમાં ઑટોનોમસ રૉબોટ બનાવવા બદલ આ શ્રેણીમાં શિવમ શુક્લ, ખુશી શાહ, કેશવી વાળા અને ધાર્મિક વંકાણીની ટીમને 10 લાખનું ઈના...

જાન્યુઆરી 25, 2025 8:33 એ એમ (AM) જાન્યુઆરી 25, 2025 8:33 એ એમ (AM)

views 4

અમદાવાદમાં આવેલા નળ સરોવર પક્ષી અભયારણ્યમાં આજે અને આવતીકાલે જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે

અમદાવાદમાં આવેલા નળ સરોવર પક્ષી અભયારણ્યમાં આજે અને આવતીકાલે જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે. આ બે દિવસ દરમિયાન જાહેર જનતા માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. અંદાજે 100 પક્ષીવિદ્, તજજ્ઞ-સ્વયંસેવકો 46 ઝૉન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરી કરશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે, પર...

જાન્યુઆરી 25, 2025 8:22 એ એમ (AM) જાન્યુઆરી 25, 2025 8:22 એ એમ (AM)

views 2

તાપીમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 240 કરોડ રૂપિયાના 61 વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

તાપીમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 240 કરોડ રૂપિયાના 61 વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે. શ્રી પટેલ આજે તાપીમાં 10 કરોડ 47 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માછલીઘર સંકુલનું પણ ઈ-લોકાર્પણ કરશે. સાથે જ તેઓ સેન્ટર ફૉર એક્સલૅ...