પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 18, 2025 9:37 એ એમ (AM) ડિસેમ્બર 18, 2025 9:37 એ એમ (AM)

views 9

ઉચ્ચ સ્તરીય બેઠક બાદ હિંમતનગરમાં હુડાનો નિર્ણય હાલ પુરતો સ્થગિત કરાયો

સાબરકાંઠામાં હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે, HUDAની રચનાના નિર્ણયને રાજ્ય સરકારે હાલ પુરતો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગઈકાલે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના મુદ્દે સંબંધિત ગામોના આગેવાનો અને ગ્રામજનો સાથે બેઠક યોજાઈ હતી. HUDA મુદ્દે...

ડિસેમ્બર 18, 2025 9:36 એ એમ (AM) ડિસેમ્બર 18, 2025 9:36 એ એમ (AM)

views 6

રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા હેઠળ વિતરણ કરાયેલા પાંચ કરોડ આઠ લાખ ગણતરી ફોર્મમાંથી, ચાર કરોડ 34 લાખ ફોર્મ ભરાઈને પરત આવ્યા

રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા વિતરણ હેઠળ કરાયેલા કુલ 5 કરોડ 8 લાખ ગણતરી ફોર્મમાંથી, 4 કરોડ 34 લાખ ફોર્મ નાગરિકો દ્વારા પરત કરવામાં આવ્યા છે. આ બધા ફોર્મ સંપૂર્ણપણે ડિજિટલાઇઝ્ડ કરવામાં આવ્યા છે. આ સઘન પ્રક્રિયા દરમિયાન, અધિકારીઓએ 18 લાખથી વધુ મૃત મતદારો, 9 લાખથી વધુ ગેરહાજર મતદારો અને લગભગ 40...

ડિસેમ્બર 18, 2025 9:34 એ એમ (AM) ડિસેમ્બર 18, 2025 9:34 એ એમ (AM)

views 2

રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના 17 લાખ 92 હજાર ખેડૂતોને અત્યાર સુધીમાં 5 હજાર 330 કરોડથી વધુ સહાય ચૂકવાઈ

રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 17 લાખ 92 હજાર ખેડૂતોને અત્યાર સુધીમાં પાંચ હજાર 330 કરોડથી વધુ સહાય ચૂકવાઈ છે. ગઇકાલે મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને સંબોધન કરતાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે અત્યાર સુધીમાં 23 લાખ 18 હજાર ખેડૂતોને સહાય ચૂકવવા કુલ 6 હજાર 890 કરોડ રૂપિયા વધુ...

ડિસેમ્બર 17, 2025 7:04 પી એમ(PM) ડિસેમ્બર 17, 2025 7:04 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે બે હજાર 800 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓને વિકાસ કામો માટે 2 હજાર 800 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા. અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં શ્રી પટેલે જણાવ્યું, શહેરી વિકાસ વર્ષ 2005ની બે દાયકાની સફળતાને પગલે આધુનિક શહેરી ટ્રાન્સફોર્મેશનમાં મોટું પરિવર્તન આવ્યું છે. રાજ્યની 8 મ...

ડિસેમ્બર 17, 2025 7:02 પી એમ(PM) ડિસેમ્બર 17, 2025 7:02 પી એમ(PM)

views 6

22 ડિસેમ્બરથી ખેડૂતો તુવેરના વેચાણ માટે નોંધણી કરાવી શકશે-મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્ય સરકાર આગામી સમયમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠક બાદ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, તુવેરના વેચાણ માટે ખેડૂતો 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી-2026 સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ખેડૂતો ગ્રા...

ડિસેમ્બર 17, 2025 7:02 પી એમ(PM) ડિસેમ્બર 17, 2025 7:02 પી એમ(PM)

views 3

ગુજરાત વડી અદાલતનો ઐતિહાસિક ચુકાદો – હવે મુસ્લિમ વક્ફોએ પણ કોર્ટ ફી ચૂકવવી પડશે.

હવે મુસ્લિમ વક્ફોએ પણ કોર્ટ ફી ચૂકવવી પડશે. ગુજરાત વડી અદાલતે આજે આ ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે મુસ્લિમ વકફ બોર્ડ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓએ હવેથી અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ચૂકવવાની રહેશે. આ સાથે જ વડી અદાલતે કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી વકફોની આશરે 150 જેટલી અરજીઓને ફગાવી દ...

ડિસેમ્બર 17, 2025 7:01 પી એમ(PM) ડિસેમ્બર 17, 2025 7:01 પી એમ(PM)

views 4

અમદાવાદ અને ગાંધીનગરની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી – ગુના શાખાને તપાસ સોંપાઈ.

અમદાવાદ અને ગાંધીનગરની કેટલીક શાળાઓને આજે બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ઈ-મેઈલ દ્વારા મળેલી ધમકી પર અમદાવાદ ગુના શાખાને તપાસ સોંપાઈ છે.

ડિસેમ્બર 17, 2025 7:00 પી એમ(PM) ડિસેમ્બર 17, 2025 7:00 પી એમ(PM)

views 5

PM-KUSUM યોજના હેઠળ રાજ્યમાં ફાળવાયેલા ભંડોળમાં છેલ્લા ચાર વર્ષમાં 2 હજાર 843 ટકાનો વધારો.

રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩ પછીના છેલ્લાં ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન-PM-KUSUM યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં ૨૮૪૩ ટકાનો વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૨ લાખ ૨૮ હજાર ૫૦૪ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ માહિતી નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્ય ...

ડિસેમ્બર 17, 2025 2:51 પી એમ(PM) ડિસેમ્બર 17, 2025 2:51 પી એમ(PM)

views 6

તાપીની આદર્શ નિવાસી શાળાના 28 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંતર્ગત શ્રીહરિકોટા સ્થિત ઈસરોની શૈક્ષણિક મુલાકાતની તક પ્રાપ્ત થઈ.

તાપી જિલ્લાની આદર્શ નિવાસી શાળાના 28 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંતર્ગત શ્રીહરિકોટા સ્થિત ઈસરોની શૈક્ષણિક મુલાકાતની સુવર્ણ તક પ્રાપ્ત થઈ હતી. તેમણે ઇસરોની મુલાકાત લઈ રોકેટ અવકાશમાં કઈ રીતે મોકલવામાં આવે છે, તે અંગેની જાણકારી મેળવી હતી સાથે ઇસરો ખાતે આવેલ વૈજ્ઞાનિકો સાથે પણ સંવાદ કરીને ...

ડિસેમ્બર 17, 2025 2:50 પી એમ(PM) ડિસેમ્બર 17, 2025 2:50 પી એમ(PM)

views 6

મોરબી જિલ્લાના માળિયામાં અજાણ્યા વાહનની અડફેટે ચાર પદયાત્રીના મોત…..

મોરબી જિલ્લાના માળિયામાં અજાણ્યા વાહનની અડફેટે ચાર પદયાત્રીના મોત નિપજ્યાં છે. બનાસકાંઠાથી દ્વારકા દર્શન કરવા જતા પદયાત્રીઓને ચાંચાવદરડા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં એકને ઇજા પહોંચી હતી. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના હડાળા ગામ નજીક કાર પલટી ત્રણ ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.