પ્રાદેશિક સમાચાર

માર્ચ 21, 2025 6:28 પી એમ(PM)

views 11

સોમનાથના માઢવાડ બંદરે દરિયામાં ડૂબી જતાં બે બાળકો મોત થયા

સોમનાથના માઢવાડ બંદરે દરિયામાં ડૂબી જતાં બે બાળકો મોત થયા હતા. બંને બાળકો શાળાએથી છૂટી દરિયામાં થરમોકોલ ઉપર બેસી રમતા હતા તે દરમિયાન પવન તેજ હોવાના કારણે બંને બાળકો દરિયામાં ડૂબ્યાં હતા. ગામના માછીમાર યુવાનોએ માછલી પકડવાની જાળથી બાળકોની શોધખોળ હાથ ધરી હતી.જેમાં એકપછી એક એમ બંને બાળકોના મૃતદેહ ફસાતા ...

માર્ચ 21, 2025 6:40 પી એમ(PM)

views 14

આવતીકાલથી રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે

આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ આ વધારો યથાવત રહેશે. જોકે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાક બાદ ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારો અનુભવવો પડશે.

માર્ચ 21, 2025 6:21 પી એમ(PM)

views 11

પારસીઓના નવા વર્ષના તહેવાર નવરોઝની આજે ઉજવણી થઈ રહી છે

પારસીઓના નવા વર્ષના તહેવાર નવરોઝની આજે ઉજવણી થઈ રહી છે. શાંતિ અને સમૃદ્ધિના પ્રતીક એવો આ તહેવાર પારસી સમુદાયનો મુખ્ય તહેવાર છે. ત્યારે વલસાડના સંજાણના પારસી મહિલાએ નવરોઝ અંગે શુભકામના પાઠવી હતી.  

માર્ચ 21, 2025 6:21 પી એમ(PM)

views 8

બોટાદ જિલ્લા પોલીસે 110 ગ્રામ પંચાયતના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો

બોટાદ જિલ્લા પોલીસે 110 ગ્રામ પંચાયતના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.જેમાં જે ગ્રામ પંચાયત વિસ્તારમાં ગુના નોંધાયા ન હતા અથવા ઓછા નોંધાયા હતા તે ગામના સરપંચને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરે કાયદોઅને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે વ્યવસ્થા ગોઠવાય તેવા આયોજન અને મા...

માર્ચ 21, 2025 6:19 પી એમ(PM)

views 19

ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન સંસ્થાન NIPER ખાતે બે દિવસનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું

ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન સંસ્થાન NIPER ખાતે બે દિવસનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઔષધીય શિક્ષણ સાથે જોડાયેલા વિધાર્થીઓએ જોર્ડન, મલેશિયા, અમેરિકાના નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવ્યું. આ સંમેલનમાં15સંવાદ યોજાયા જેમાં 7 આંતરરાષ્ટ્રીય અને 8 રાષ્ટ્...

માર્ચ 21, 2025 3:16 પી એમ(PM)

views 18

ભારતે ૨૦૩૦ માં ગુજરાતમાં રાષ્ટ્ર મંડળ રમતોનું આયોજન કરવા માટે બોલી લગાવી

ભારતે ૨૦૩૦ માં ગુજરાતમાં રાષ્ટ્ર મંડળ રમતોનું આયોજન કરવા માટે બોલી લગાવી છે. કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પીટી ઉષાના નેતૃત્વમાં આ માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. પીટી ઉષાએ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન દ્વારા ભારતનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હોવાનું કહ્યું હતું. તેમણે ૨૦૨૩ આઈસીસી મ...

માર્ચ 21, 2025 3:14 પી એમ(PM)

views 10

ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા હથિયારો સાથે સોશિયલ મીડિયામાં ખોટો પ્રભાવ ઊભો કરતાં લોકો સામે કાર્યવાહી કરવા એક વોટ્સ અપ નંબર જાહેર કરવામાં આવ્યો

ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા હથિયારો સાથે સોશિયલ મીડિયામાં ખોટો પ્રભાવ ઊભો કરતાં લોકો સામે કાર્યવાહી કરવા એક વોટ્સ અપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. 99784 05968 નંબર ઉપર આવા લોકોની જાણ પોલીસને કરી શકાશે. જિલ્લા પોલીસ દ્વારા જાણ કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવાયું છે.

માર્ચ 21, 2025 3:10 પી એમ(PM)

views 24

કચ્છ-સૌરાષ્ટ્રને જોડતી ભુજ-રાજકોટ ટ્રેન સેવાનો આજથી આરંભ

કચ્છ-સૌરાષ્ટ્રને જોડતી ભુજ-રાજકોટ ટ્રેન સેવાનો આજથી આરંભ થયો છે. આજે વહેલી સવારે કચ્છ મુસાફર મંડળ અને રેલવે વિસ્તરણ સમિતિના અગ્રણીઓએ નવી ટ્રેન સેવાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. હાલ આ સેવા ત્રણ મહિના સુધી ચાલશે. સમિતિનાં અગ્રણીએ આ સેવા ભવિષ્યમાં દ્વારકા સુધી લંબાવવામાં આવશે તેવી આશા વ્યક્ત...

માર્ચ 21, 2025 3:07 પી એમ(PM)

views 8

ડાંગ જિલ્લામાં પણ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી

ડાંગ જિલ્લામાં પણ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમારાં ડાંગના પ્રતનિધિ મુનિરા શેખના જણાવ્યા પ્રમાણે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત સુબીર તાલુકાના અનેક રેંજોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળાના બાળકો અને વન વિભાગના કર્મચારીઓએ રેલી યોજીને વન બચાવવા અને વ...

માર્ચ 21, 2025 3:04 પી એમ(PM)

views 22

મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તૃષા પટેલના અધ્યક્ષસ્થાને 2 હજાર 50 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું

મહેસાણા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તૃષા પટેલના અધ્યક્ષસ્થાને 2 હજાર 50 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું હતું. જેમાં શિક્ષણ, આરોગ્ય, ખેતીવાદી, સમાજ કલ્યાણ માટે 27 લાખ 78 હજાર રૂપિયાનો અંદાજ મુકાયો છે. જિલ્લા પંચાયતના સભ્ય દીઠ 11 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.