પ્રાદેશિક સમાચાર

માર્ચ 23, 2025 3:18 પી એમ(PM)

views 9

રાજય કલા પ્રદર્શનની ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલા કલાકારોના ચિત્રોનું પ્રદર્શન જામનગર ખાતે યોજાયું

રાજય કલા પ્રદર્શનની ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલા કલાકારોના ચિત્રોનું પ્રદર્શન જામનગર ખાતે યોજાયું હતું. કલાકારોએ સતત ચાર દિવસની સુધી ચિત્રો બનાવ્યા બાદ ટાઉનહોલ ખાતે બે દિવસ પ્રદર્શન યોજાયું. જેમાં મોટી સંખ્યામાં શહેરની ચિત્રકલા પ્રેમી જનતાએ પ્રદર્શનનો લાભ લીધો હતો.

માર્ચ 23, 2025 3:17 પી એમ(PM)

views 10

મહેસાણા માર્કેટયાર્ડમાં 26 માર્ચથી 31 માર્ચ સુધી ખેતપેદાશોની હરાજીનું કામકાજ બંધ રહેશે.

મહેસાણા માર્કેટયાર્ડમાં 26 માર્ચથી 31 માર્ચ સુધી ખેતપેદાશોની હરાજીનું કામકાજ બંધ રહેશે. મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે વાર્ષિક હિસાબો કરવા માટે આ માર્કેટ યાર્ડ બંધ રહેશે. આ ઉપરાંત કડી માર્કેટયાર્ડ પણ વાર્ષિક હિસાબોને પગલે આવતીકાલથી પહેલી એપ્રિલ સુધી હરાજીનું કામકાજ બંધ રહેશ...

માર્ચ 23, 2025 3:16 પી એમ(PM)

views 7

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે વિકસિત ભારત યુવા સંસદ ભાષણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે વિકસિત ભારત યુવા સંસદ ભાષણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયપણે ભાગ લેવા અને રાજકીય વિચાર પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. આ સ્પર્ધામાં દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ ત્રણેય જિલ્લાઓના યુવા...

માર્ચ 23, 2025 3:15 પી એમ(PM)

views 9

અમદાવાદની ખાતે આગામી 25 માર્ચે ડાક અદાલતનું આયોજન

ટપાલસેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ અમદાવાદની કચેરી ખાતે આગામી 25 માર્ચ બપોરે 3 કલાકે ડાક અદાલતનું આયોજન કરાયું છે. જેમાં પોસ્ટ ઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત સહિતની ફરિયાદોને વ્યક્તિગત રીતે સાંભળવામાં આવશે અને સમસ્યાનું સ્થળ પર જ સમાધાન કરાશે. ...

માર્ચ 23, 2025 9:48 એ એમ (AM)

views 6

અમદાવાદમાં રમાનારી IPL ક્રિકેટની મેચ દરમિયાન મેટ્રો ટ્રેન સવારના 6:20થી રાત્રિના 12:30 વાગ્યા સુધી દોડશે.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. 25 અને 29 માર્ચ, 9 એપ્રિલ તેમજ, બીજી અને 14મી મેના રોજ યોજાનારી આગામી IPL-2025ની ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, મેટ્રો ટ્રેન સેવાઓને સવારના 6:20 વાગ્યાથી રાત્રિના 12:30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે.મેચોના દિવસોમાં મોટેરા સ્ટેડિયમથી રાત્રે ...

માર્ચ 23, 2025 9:46 એ એમ (AM)

views 7

મહીસાગરના વીજ ગ્રાહકોને ઉનાળામાં વીજ પુરવઠામાં કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઇ.

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા મહીસાગર જીલ્લાનાં વીજ ગ્રાહકો માટે ચોવીસ કલાકની સેવા કાર્યરત કરાઈ છે. ઉનાળામાં ગ્રાહકોને અવિરત પુરવઠો મળી રહે તે માટે 19124 અને 18002332670 એમ બે ટોલ ફ્રી નંબર જાહેર કરાયા છે.

માર્ચ 23, 2025 9:44 એ એમ (AM)

views 6

ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની આજે પરીક્ષા યોજાશે.

ઇજનેરી અને ફાર્મસી શાખાના પ્રવેશ માટેની ગુજકેટની આજે પરીક્ષા યોજાશે. રાજ્યભરના વિજ્ઞાન પ્રવાહના એક લાખ 29 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સવારે દસ વાગ્યાથી ચાર વાગ્યા સુધી આ પરીક્ષા રાજ્યના અલગ અલગ જિલ્લાના 35 કેન્દ્રો ઉપર 638 શાળાઓના કેન્દ્રો ઉપર લેવાશે. છ હજાર 549 બ્લોકમાં યોજાનારી આ પરીક...

માર્ચ 23, 2025 9:42 એ એમ (AM)

views 10

રાજ્યમાં આરોગ્ય સુખાકારી સઘન બનાવવાના આશય સાથે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ થશે.

રાજ્યમાં આરોગ્ય સુખાકારી સઘન બનાવવાના આશય સાથે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં નવીન ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે.આગામી સમયમાં સરકાર દ્વારા વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર જેવા શહેરોમાં મેડિસિટીની સુવિધાઓમાં વધારો કરાશે તેવી પણ જાહેરાત આરોગ્ય મંત...

માર્ચ 22, 2025 8:23 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્ટાર્ટઅપ શબ્દ દેશનાં યુવાનોની ઓળખ બન્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્ટાર્ટઅપ શબ્દ દેશનાં યુવાનોની ઓળખ બન્યો છે. ક્રિએટિવ થિંકિંગ, આગવી સૂઝ અને અવનવા આઈડિયા સાથે આજના યુવાનો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. મુખ્યમંત્રીએ વિધાનસભા કક્ષાના સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એવા વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલના બીજા તબક્કાનો શુભારંભ કરાવતા જણાવ્યું કે મહ...

માર્ચ 22, 2025 8:12 પી એમ(PM)

views 7

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સ્ટાર્ટઅપ્સ સ્થાપતી વખતે સમાજ અને દેશની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સ્ટાર્ટઅપ્સને નવા વિચારો અને નવીનીકરણ અપનાવતી વખતે સમાજ અને દેશની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટીવલની બીજી આવૃત્તિને સંબોધતા શ્રી ગોયલે વિક્સિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા પર ભાર મૂક્યો. દેશમાં સ્ટાર્ટઅપ મ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.