પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 23, 2026 3:13 પી એમ(PM)

views 18

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જસાણી કોલેજની વિદ્યાર્થિની પ્રીશા ટાંકે માત્ર એક મહિનામાં 8 ચંદ્રક તથા 3 ટ્રોફી જીતવાની પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જસાણી કોલેજની વિદ્યાર્થિની પ્રીશા ટાંકે માત્ર એક મહિનામાં 8 ચંદ્રક તથા 3 ટ્રોફી જીતવાની પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી છે. તેણે 8 ડિસેમ્બરે યોજાયેલી સૌરાષ્ટ્ર ઇન્ટર કોલેજ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પ્રીશાએ અલગ–અલગ ઇવેન્ટ્સમાં ભાગ લઈ 5 સુવર્ણ ચંદ્રક જીત્યા. આ ઉપરાંત પોરબંદર ઓપન વોટર ...

જાન્યુઆરી 23, 2026 3:12 પી એમ(PM)

views 14

અરવલ્લીમાં શામળાજીના શ્યામલ વનમાં પર્વત પૂજા અને પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવ યોજાયો.

અરવલ્લીમાં શામળાજીના શ્યામલ વનમાં પર્વત પૂજા અને પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવ યોજાયો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોંઢવાડિયા, રાજ્યમંત્રી પ્રવિણ માળી અને પી. સી. બરંડા ઉપસ્થિત રહ્યા હતા. પ્રકૃતિ સાથે માનવજાતનો અતૂટ સંબંધ મજબૂત બને તેમજ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ લોકો સુધી પહોંચે તે હેતુથી વસંતપ...

જાન્યુઆરી 23, 2026 3:11 પી એમ(PM)

views 13

અમદાવાદ મનપાના સાત ઝૉનમાં આવેલા નવ CHC ખાતે મોઢાના કૅન્સરમાં પ્રાથમિક સ્તરે જ નિદાન થઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

અમદાવાદ મહાનગરપાલિકાના સાત ઝૉનમાં આવેલા નવ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર – CHC ખાતે ઑરલ એટલે કે, મોઢાના કૅન્સરમાં પ્રાથમિક સ્તરે જ નિદાન થઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાશે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયેલા અન્ય નિર્ણય અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ કહ્યું, પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝ...

જાન્યુઆરી 23, 2026 3:19 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભગવાન સ્વામિનારાયણનું જીવન આધ્યાત્મિક સાધના અને નિઃસ્વાર્થ સેવાનું સાક્ષાત ઉદાહરણ હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભગવાન સ્વામિનારાયણનું જીવન આધ્યાત્મિક સાધના અને નિઃસ્વાર્થ સેવાનું સાક્ષાત ઉદાહરણ હતું. તેમણે કહ્યું, તેમના અનુયાયી સમાજ, રાષ્ટ્ર અને માનવતાની સેવામાં ઘણા અભિયાન ચલાવી રહ્યા છે. વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન શ્રી મોદીએ કહ્યું,...

જાન્યુઆરી 23, 2026 11:22 એ એમ (AM)

views 27

આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજાના તહેવાર ધાર્મિક અને પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે

સમગ્ર રાજ્યમાં આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજાના તહેવારો ધાર્મિક અને પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે, લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, જ્ઞાન અને વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા કરે છે. આજે રાજ્યમાં વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તહેવાર વસંતના આગમનનું પણ પ્...

જાન્યુઆરી 23, 2026 11:21 એ એમ (AM)

views 32

કચ્છના રણોત્સવમાં ગત મહિનામાં આયોજિત સખી ડ્રાફ્ટ બજારમાં પાંચ કરોડ રૂપિયાથી વધુનું વેચાણ કરાયું

કચ્છના રણોત્સવમાં ચાર ડિસેમ્બર 2025થી 15 જાન્યુઆરી 2026 સુધી સખી ડ્રાફ્ટ બજારનું આયોજન કરાયું હતું. એક મહિનામાં આ બજારમાં પાંચ કરોડ રૂપિયાથી વધુનું વેચાણ કરાયું છે. અત્યાર સુધી ચાર લાખ 50 હજારથી વધુ લોકોએ સખી ક્રાફ્ટ બજારની મુલાકાત લીધી છે.સખી ડ્રાફ્ટ બજારમાં વિવિધ સ્વસહાય જૂથ સાથે સંકળાયેલી બહેનોએ ...

જાન્યુઆરી 23, 2026 11:19 એ એમ (AM)

views 26

અમદાવાદ સિવિલ હોસ્પિટલને 226મું અંગદાન મળ્યું – આ અંગદાનથી 3 વ્યક્તિઓને નવજીવન મળશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 226મું અંગદાન થયુ છે. સાણંદના એક મહિલાને બ્રેઈનડેડ જાહેર કરતાં તેમના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગદાનથી 3 વ્યક્તિઓને નવજીવન મળશે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલને 200 લીવર અને 416 કિડની સહિત કુલ 957 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે.

જાન્યુઆરી 23, 2026 11:16 એ એમ (AM)

views 65

વાવ-થરાદ જિલ્લામાં થનારા 77-મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીને આખરી ઓપ અપાયો

વાવ-થરાદ જિલ્લામાં 77-મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. તે અંગે જિલ્લા કલેક્ટર જે. એસ. પ્રજાપતિએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું, 26 જાન્યુઆરીએ સવારે નવ વાગ્યે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાશે. ત્યારબાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા વિવિધ પરેડ અને કાર્યક્રમ યોજ...

જાન્યુઆરી 22, 2026 7:50 પી એમ(PM)

views 15

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વિત્ઝર્લૅન્ડના વિશ્વ આર્થિક મંચમાં વૈશ્વિક કંપનીઓના અગ્રણીઓ સાથે મુલાકાત કરી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચ – W.E.F.માં વિવિધ અગ્રણીઓ સાથે મુલાકાત કરી. આ અંગે સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે, જાપાનના સુમિતોમો સમુહના અધ્યક્ષ તાકાયુકી સુમિતા સાથેની મુલાકાતમાં ગુજરાતના ઝડપથી વિકસતા સ્વચ્છ ઉર્જા અને ઔદ્યોગિક માળખાકીય સુવિધામાં સુ...

જાન્યુઆરી 22, 2026 7:48 પી એમ(PM)

views 15

અમદાવાદના સાણંદમાં દેશનો પહેલો સંકલિત ખાનગી સેટેલાઈટ પ્લાન્ટ બનશે – વિજ્ઞાન અને ટૅક્નોલૉજી મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

અમદાવાદમાં સાણંદના ખોરજ ખાતે દેશનો પહેલો સંકલિત ખાનગી સૅટેલાઈટ પ્લાન્ટ તૈયાર કરાશે. વિજ્ઞાન અને ટૅક્નોલૉજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ અઝિસ્ટા સ્પેસની ઇલેક્ટ્રૉ-ઑપ્ટિકલ પૅલોડ ફેક્ટરીનું આજે ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું, ડૉક્ટર વિક્રમ સારાભાઈના વારસાને આગળ ધપાવતા ગુજરાત હવે અવકાશ ટેક્નોલૉજી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.