રાષ્ટ્રીય

જાન્યુઆરી 10, 2025 6:42 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 6:42 પી એમ(PM)

views 6

કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડીએ આજે રાંચીના કાંકે ખાતે સીસીએલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો

કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડીએ આજે રાંચીના કાંકે ખાતે સીસીએલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો. શ્રી રેડ્ડી ઝારખંડના બે દિવસના સત્તાવાર મુલાકાતે હતા. આ પ્રસંગે શ્રી રેડ્ડીએ જણાવ્યું હતું કે 200 બેડની હોસ્પિટલનું નિર્માણ આરોગ્ય ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. ત્યારબાદ શ્રી રેડ્...

જાન્યુઆરી 10, 2025 2:14 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 2:14 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પાર્શ્વગાયક પી જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પાર્શ્વગાયક પી જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મેડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, વિવિધ ભાષામાં જયચંદ્રનના ગીતો આવનારી પેઢીઓ માટે હ્યદયસ્પર્શી રહેશે. શ્રી મોદીએ ઉમેર્યું કે, જયચંદ્રનના અવાજમાં વ્યાપક લાગણીઓનો પડઘો પડે છે.

જાન્યુઆરી 10, 2025 2:10 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 2:10 પી એમ(PM)

views 2

આજે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા શૂન્ય થઈ જતાં વિમાન અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો

આજે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા શૂન્ય થઈ જતાં વિમાન અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. પ્રયાગરાજ એક્સપ્રેસ, સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ અને શ્રમશક્તિ એક્સપ્રેસ સહિત દિલ્હી જતી લગભગ 26 ટ્રેનો અને 150થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. આ ઉપરાંત 26 જેટલી ટ્રેનોમાં પણ વિલંબ થયો હતો. હવા...

જાન્યુઆરી 10, 2025 2:09 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 2:09 પી એમ(PM)

views 18

જમ્મુ અને કાશ્મીરમાં શીત લહેર સાથે ઠડીનું મોજું ફરી વળ્યું

જમ્મુ અને કાશ્મીરમાં શીત લહેર સાથે ઠડીનું મોજું ફરી વળ્યું છે. શ્રીનગરમાં (-૪.૩) ડિગ્રી જ્યારે પહેલગામમાં (-૧૦) ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે કહ્યું છે કે રાત્રિના સમયે આકાશ સ્વચ્છ હોવાને લીધે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે જેના કારણે શીત લહેરની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના...

જાન્યુઆરી 10, 2025 2:08 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 2:08 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સમારોહમાં ભાગ લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ભુવનેશ્વરમાં ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સમારોહમાં હાજરી આપશે. તેઓ સંમેલનમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા બિન-નિવાસી ભારતીયોને સંબોધન કરશે. સુશ્રી મુર્મુ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા માટે પ્રવાસી ભારતીયોને ‘પ્રવાસી ભારતીય સન્માન’ પણ એનાયત કરશે. આ પુરસ્કાર બિન...

જાન્યુઆરી 10, 2025 2:06 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 2:06 પી એમ(PM)

views 3

ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આકાશવાણીની કુંભવાણી ચેનલનો પ્રારંભ કરાવ્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે મહાકુંભ 2025 ને સમર્પિત આકાશવાણીની ‘કુંભવાણી’ ચેનલનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે શ્રી આદિત્યનાથે કહ્યું કે, મહાકુંભ, સાંપ્રદાયિક એકતાનો સંદેશ આપે છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ક...

જાન્યુઆરી 10, 2025 2:05 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 2:05 પી એમ(PM)

views 3

મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા જૂથો માટે ટૂંક સમયમાં નવી વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે :કેન્દ્રીય રેલ્વે મંત્રી

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ની મુલાકાત લીધી અને ભારતની રેલ્વેની માળખાગત સુવિધાઓમાં પ્રગતિની સમીક્ષા કરી છે. તેમણે મુસાફરોના આરામ અને સલામતી માટે 12 નોંધપાત્ર સુધારાઓ સાથે અમૃત ભારત ટ્રેન કોચમાં અદ્યતન સુવિધા સહિત પરિવર્તનશીલ વિકાસ પર પ્રકાશ પાડ્ય...

જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM) જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM)

views 7

13 મીથી મહાકુંભનો પ્રારંભ થશે, મુખ્યમંત્રી યોગી આકાશવાણીની કુંભવાણી ચેનલને લૉન્ચ કરશે

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આગામી તા. ૧૩મી જાન્યુઆરીથી મહાકુંભ ૨૦૨૫નો પ્રારંભ થશે. આ મહાકુંભનો મેળો તા. ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ભવ્ય કાર્યક્રમ પોષ પૂર્ણિમાના પવિત્ર અમૃત સ્નાનથી શરૂ થશે અને મહાશિવરાત્રીના દિવસે મહાકુંભ ૨૦૨૫ના છેલ્લા અમૃત સ્નાન સાથે સમાપ્ત થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિ...

જાન્યુઆરી 9, 2025 7:49 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 7:49 પી એમ(PM)

views 7

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન રજૂ કરશે

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન રજૂ કરશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠકમા આ મ...

જાન્યુઆરી 9, 2025 7:28 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 7:28 પી એમ(PM)

views 6

ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ કહ્યું, “આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને અમેરિકા એક છે.

ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ કહ્યું, “આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને અમેરિકા એક છે.” મુંબઈમાં આજે એક સંમેલનને સંબોધતા તેમણે વૈશ્વિક શાંતિ માટે રાજદ્વારી અને પરસ્પર સહકારના મહત્વ પર ભાર મૂક્યો હતો. શ્રી ગાર્સેટીએ કહ્યું, “ભારત-મધ્ય પૂર્વ-યુરૉપ આર્થિક કોરિડોર આમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છ...