આંતરરાષ્ટ્રીય

જાન્યુઆરી 6, 2025 7:32 પી એમ(PM) જાન્યુઆરી 6, 2025 7:32 પી એમ(PM)

views 4

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને અમેરિકાના મોટાભાગના દરિયાકિનારા પર ઓફશોર તેલ અને ગેસ ડ્રિલિંગ પર પ્રતિબંધ લાદી દીધો છે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને અમેરિકાના મોટાભાગના દરિયાકિનારા પર ઓફશોર તેલ અને ગેસ ડ્રિલિંગ પર પ્રતિબંધ લાદી દીધો છે. શ્રી બાઇડેન દ્વારા લદાયેલા પ્રતિબંધમાં સમગ્ર એટલાન્ટિક દરિયા કિનારો, મેક્સિકોનો પૂર્વીય અખાત, કેલિફોર્નિયાના પેસિફિક કિનારો, ઓરેગોન અને વોશિંગ્ટન અને અલાસ્કાના બેરિંગ સમુદ્રનો એક ભાગ...

જાન્યુઆરી 5, 2025 2:33 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 2:33 પી એમ(PM)

views 2

સુદાનમાં, રાજધાની શહેર ખાર્તુમ અને પશ્ચિમ સુદાનના ઉત્તર ડાર્ફુર રાજ્યના અલ ફાશર શહેરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ દ્વારા કરાયેલા ગોળીબારમાં આઠ નાગરિકો માર્યા ગયા હતા

સુદાનમાં, રાજધાની શહેર ખાર્તુમ અને પશ્ચિમ સુદાનના ઉત્તર ડાર્ફુર રાજ્યના અલ ફાશર શહેરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ દ્વારા કરાયેલા ગોળીબારમાં આઠ નાગરિકો માર્યા ગયા હતા અને 53 અન્ય ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. ખાર્તુમ રાજ્યના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, RSF મિલિશિયાના સતત ગોળીબારમા...

જાન્યુઆરી 5, 2025 2:19 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 2:19 પી એમ(PM)

views 7

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન બે દિવસીય ભારતની મુલાકાતે આજે નવી દિલ્હી આવશે

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન બે દિવસીય ભારતની મુલાકાતે આજે નવી દિલ્હી આવશે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ અવકાશ, સંરક્ષણ અને વ્યૂહાત્મક ટેક્નોલોજી સહકાર સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.. તેમની મુલાકાત દરમિયાન શ્રી સુલિવાન, વિદેશ મંત્રી એસ ...

જાન્યુઆરી 5, 2025 2:12 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 2:12 પી એમ(PM)

views 3

ભારત અને બાંગ્લાદેશ આજે પોતપોતાના દેશોની જેલમાં બંધ 185 માછીમારો અને તેમની બોટને મુક્ત કરશે

ભારત અને બાંગ્લાદેશ આજે પોતપોતાના દેશોમાં જેલમાં બંધ 185 માછીમારો અને તેમના જહાજો ની પરસ્પર આપ-લે કરશે. બાંગ્લાદેશ 95 ભારતીય માછીમારોને ભારતીય સત્તાવાળાઓને સોંપશે. જ્યારે ભારત ની જેલમાં બંધ 90 બાંગ્લાદેશી માછીમારોને મુક્ત કરાશે. ભારતમાં પકડાયેલી બે બાંગ્લાદેશી બોટ અને બાંગ્લાદેશમાં પકડાયેલી છ ભારતીય...

જાન્યુઆરી 5, 2025 2:09 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 2:09 પી એમ(PM)

views 4

ચીનમાં ફેલાયેલા HMP વાયરસના પગલે તકેદારીના ભાગરૂપે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા પરીક્ષણ માટેની પ્રયોગ શાળાઓ વધારશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તેછેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનમાં ફેલાતા HMP વાયરસ પર નજીકથી નજર રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફમેડિકલ રિસર્ચ - ICMR HMP વાયરસનું પરીક્ષણ કરવા માટે પ્રયોગશાળાઓની સંખ્યામાં વધારો કરશે અને સમગ્ર વર્ષ દરમિયાન વાયરસના વલણો પર દેખરેખ સુનિશ્...

જાન્યુઆરી 4, 2025 2:32 પી એમ(PM) જાન્યુઆરી 4, 2025 2:32 પી એમ(PM)

views 4

હમાસે પુષ્ટિ કરી છે કે, ગાઝા પટ્ટીમાં સંપૂર્ણ યુદ્ધવિરામ હાંસલ કરવાના ઉદ્દેશ સાથે કતારના દોહામાં ઇઝરાયેલ સાથે પરોક્ષ વાતચીત શરૂ થઈ છે

હમાસે પુષ્ટિ કરી છે કે, ગાઝા પટ્ટીમાં સંપૂર્ણ યુદ્ધવિરામ હાંસલ કરવાના ઉદ્દેશ સાથે કતારના દોહામાં ઇઝરાયેલ સાથે પરોક્ષ વાતચીત શરૂ થઈ છે. હમાસે જણાવ્યું કે, તાજેતરની વાટાઘાટોમાં વ્યાપક અને અસ્થાયી યુદ્ધવિરામ અને ગાઝામાંથી ઇઝરાયેલી સૈનિકોને પરત ખેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. વિસ્થાપિત પેલેસ્ટિનિયનોની ...

જાન્યુઆરી 1, 2025 6:54 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 6:54 પી એમ(PM)

views 4

શ્રીલંકન નૌકાદળ દ્વારા એક વર્ષ પહેલા ધરપકડ કરાયેલા 20 માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા

શ્રીલંકન નૌકાદળ દ્વારા એક વર્ષ પહેલા ધરપકડ કરાયેલા 20 માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારો કોલંબોથી વિમાન દ્વારા ચેન્નાઈ એરપોર્ટ પર ઉતર્યા હતા, જ્યાં અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારના હસ્તક્ષેપ બાદ આ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિની...

ડિસેમ્બર 31, 2024 7:56 પી એમ(PM) ડિસેમ્બર 31, 2024 7:56 પી એમ(PM)

views 8

રશિયાએ આજે યુક્રેન પર રાજધાની અને અન્ય પ્રદેશો પર મિસાઇલો અનેડ્રોન વડે હુમલો કર્યો હતો

રશિયાએ આજે યુક્રેન પર રાજધાની અને અન્ય પ્રદેશો પર મિસાઇલો અનેડ્રોન વડે હુમલો કર્યો હતો. યુક્રેને જણાવ્યું હતું કે તેણે રશિયા દ્વારા છોડવામાં આવેલી 21 મિસાઇલોમાંથી છને તોડી પાડી હતી. યુક્રેનના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે કિવ પ્રદેશમાં એક મહિલા ઘાયલ થઈ હતી, જ્યાં એક ખાનગી મકાનને નુકસાન થયું હતું. ઉ...

ડિસેમ્બર 30, 2024 6:39 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 6:39 પી એમ(PM)

views 4

ઇથોપિયામાં મુસાફરોથી ભરેલી ટ્રક નદીમાં ખાબકતાં 71 લોકોના મોત થયા

ઇથોપિયામાં મુસાફરોથી ભરેલી ટ્રક નદીમાં ખાબકતાં 71 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં 68 પુરૂષોઅને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.આ દુર્ઘટના ગઈકાલે સિદામા રાજ્યમાં થયો હતો, જે ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી લગભગ 300 કિલોમીટર દક્ષિણમાં છે. લગ્નમાં જઇ રહેલા લોકોને આ અકસ્માત નડ્યો હતો.

ડિસેમ્બર 30, 2024 2:36 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:36 પી એમ(PM)

views 6

દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટના પક્ષીની ટક્કરથી સર્જાઈ હોય તેવું સામે આવ્યું

દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટના પક્ષીની ટક્કરથી સર્જાઈ હોય તેવું સામે આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલરોએ દુર્ઘટનાની થોડી મિનિટો પહેલા વિમાનને પક્ષી ટકરાવવા વિશે ચેતવણી આપી હતી. બચી ગયેલા ક્રૂ સભ્યોમાંથી એકે પક્ષીઓના હુમલાનો ઉલ્લેખ કર્યો હતો.. જો કે, દુર્ઘટનાના વાસ્તવિક કારણોની ...