આંતરરાષ્ટ્રીય

ઓક્ટોબર 25, 2025 1:59 પી એમ(PM)

views 73

ભારતે પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીરમાં ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનો બંધ કરવા જણાવ્યું

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાનને કહ્યું કે તે જમ્મુ અને કાશ્મીર પર તેના ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘનો બંધ કરે. તેમણે ગઈકાલે 80મા સંયુક્ત રાષ્ટ્ર દિવસ નિમિત્તે આયોજિત ખુલ્લી ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધતા આ નિવેદન ...

ઓક્ટોબર 22, 2025 2:22 પી એમ(PM)

views 28

આજે ઉત્તર કોરિયાએ ટૂંકા અંતરની અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી

દક્ષિણ કોરિયામાં એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન-APEC સમિટ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતના થોડા દિવસ અગાઉ, આજે ઉત્તર કોરિયાએ ટૂંકા અંતરની અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી. દક્ષિણ કોરિયાના સંયુક્ત ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે મિસાઇલો ઉત્તર હવાંગે પ્રાંતના જુંઘવાથી છોડવામાં આવી હતી અને લગભગ 35...

ઓક્ટોબર 22, 2025 9:03 એ એમ (AM)

views 51

અમેરિકા પહેલી નવેમ્બરથી ચીનના માલ પર 155 ટકા ટેરિફ લાદશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, બેઇજિંગ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવાની તેમની ઇચ્છા હોવા છતાં, અમેરિકા 1લી નવેમ્બરથી ચીનના માલ પર 155 ટકા ટેરિફ લાદશે. રશિયાના સૌથી મોટા તેલ આયાતકાર તરીકે ચીનની ભૂમિકાનો ઉલ્લેખ કરતા, અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે આ ટેરિફ, વર્ષોથી ચાલી આવતી એ...

ઓક્ટોબર 21, 2025 7:52 પી એમ(PM)

views 134

યુરોપિયન સંઘના દેશો જાન્યુઆરી 2028 થી રશિયાની ઊર્જા આયાત પર પ્રતિબંધ મૂકવા સંમત થયા

યુરોપિયન સંઘના દેશો જાન્યુઆરી 2028 થી રશિયાની ઊર્જા આયાત પર પ્રતિબંધ મૂકવા સંમત થયા છે. ગઈકાલે લક્ઝમબર્ગમાં મળેલી બેઠક દરમિયાન, યુરોપિયન સંઘ-EU દેશોના ઊર્જા મંત્રીઓએ ડ્રાફ્ટ નિયમનની તરફેણમાં મતદાન કર્યું, જે રશિયા દ્વારા EU દેશોને પૂરા પાડવામાં આવતા પાઇપલાઇન તેલ અને પ્રવાહી કુદરતી ગેસ બંને પર લાગુ પ...

ઓક્ટોબર 21, 2025 1:37 પી એમ(PM)

views 26

જાપાનના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે તકાઈચી સાનેને ચૂંટાયાં; પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા

જાપાનમાં તકાઈચી સાનેન પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયાં છે. તેઓ જાપાન ઇનોવેશન પાર્ટી (જેઆઈપી) સાથે નવી ગઠબંધન સરકાર બનાવશે. સમ્રાટ દ્વારા નિયુક્ત થયા બાદ તેઓ આજે સાંજે ઔપચારિક રીતે પદ સંભાળશે, ત્યારબાદ તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂં...

ઓક્ટોબર 21, 2025 9:57 એ એમ (AM)

views 41

જાપાનમાં શાસક પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી LDP અને જાપાન ઇનોવેશન પાર્ટીએ ગઠબંધન કરારને ઔપચારિક બનાવ્યો

જાપાનમાં શાસક પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી LDP અને જાપાન ઇનોવેશન પાર્ટીએ ગઠબંધન કરારને ઔપચારિક બનાવ્યો છે. જેનાથી LDP નેતા સનાઇ તાકાઇચી દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે. ગઈકાલે સાંજે LDP નેતા સનાઇ તાકાઇચી અને જાપાન ઇનોવેશન પાર્ટીના નેતા હિરોફુમી યોશિમુરા વચ્ચે ડાયેટ ખાતે મળે...

ઓક્ટોબર 21, 2025 9:40 એ એમ (AM)

views 32

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ચીનને જો નવો વેપાર કરાર નહીં થાય તો આગામી પહેલી તારીખથી 155 ટકા સુધીનો ટેરિફ લાદવાની કડક ચેતવણી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને જો નવો વેપાર કરાર નહીં થાય તો આગામી પહેલી તારીખથી 155 ટકા સુધીનો ટેરિફ લાદવાની કડક ચેતવણી આપી છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથેની મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસમાં બોલતા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ચીન પહેલાથી જ અમેરિકાને થતી નિકાસ પર 5...

ઓક્ટોબર 21, 2025 9:26 એ એમ (AM)

views 44

અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ મહત્વપૂર્ણ ખનિજો અને સંરક્ષણ સહયોગ અંગે 8.5 બિલિયન અમેરિકી ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા

અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ મહત્વપૂર્ણ ખનિજો અને સંરક્ષણ સહયોગ અંગે 8.5 બિલિયન અમેરિકી ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ વચ્ચે ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન વ્હાઇટ હાઉસ ખાતે આ કરારને ઔપચારિક સ્વરૂપ અપાયું હતું.આ કરારનો ઉ...

ઓક્ટોબર 20, 2025 2:09 પી એમ(PM)

views 48

યમનના એડનના દરિયાકાંઠે કેમરૂનના LPG ટેન્કરમાં થયેલા વિસ્ફોટ બાદ ૨૩ ભારતીય ક્રૂ સભ્યોને બચાવાયા

યમનના એડનના દરિયાકાંઠે કેમરૂન-ધ્વજવાળા LPG ટેન્કર MV ફાલ્કનમાં થયેલા વિસ્ફોટ બાદ ૨૩ ભારતીય ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના ગઈકાલે બની હતી, જ્યારે જહાજ એડન કિનારાથી દક્ષિણ આફ્રિકન દેશ જીબુટી તરફ લગભગ ૧૧૩ નોટિકલ માઇલ મુસાફરી કરી રહ્યું હતું. ઘટનાનું ચોક્કસ કારણ શોધવામાં આવી રહ્યું છે. યુરો...

ઓક્ટોબર 20, 2025 2:08 પી એમ(PM)

views 22

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ભારત સાથે વ્યૂહાત્મક જોડાણ માટે ઉત્સુક્તા દર્શાવી

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ભારત સાથે વ્યૂહાત્મક જોડાણ બનાવવાની યોજના જાહેર કરી છે. આ પહેલનો હેતુ બંને દેશો વચ્ચે રાજકીય, આર્થિક અને તકનીકી સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. ઉપરાષ્ટ્રપતિ ગેરાલ્ડો અલ્કમિનની તાજેતરની ભારત મુલાકાતના સમાપન બાદ, શ્રી સિલ્વાએ ભારત સાથે દ્વિપક્ષીય સંબં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.