આંતરરાષ્ટ્રીય

નવેમ્બર 3, 2025 1:49 પી એમ(PM)

views 25

અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપને કારણે દસના મોત 260 ઇજાગ્રસ્ત

ગઈકાલે રાત્રે ઉત્તર અફઘાનિસ્તાનમાં 6.3 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેમાં દસ લોકો માર્યા ગયા હતા અને 260 લોકો ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાન રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર, વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો અને દેશના ઉત્તરપશ્ચિમ, મધ્ય, પશ્ચિમ, ઉત્તર, ઉત્તર-પૂર્વ અને પૂર્વીય ઝો...

નવેમ્બર 2, 2025 1:14 પી એમ(PM)

views 23

કેનેડાએ ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર થયેલા વિરોધ પ્રદર્શનની નિંદા કરી

કેનેડાએ ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર થયેલા વિરોધ પ્રદર્શનની નિંદા કરી છે, જ્યાં પ્રદર્શનકારીઓએ વિદેશ મંત્રી અનિતા આનંદ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના ફોટા પર ગોળીબાર કરતા બે માણસોની છબી પ્રદર્શિત કરી હતી. અધિકારીઓએ તેને લોકશાહી માટે ખતરો ગણાવ્યો હતો અને જવાબદારીની માંગ કરી હત...

નવેમ્બર 2, 2025 8:42 એ એમ (AM)

views 37

અમેરિકાના રાષ્ટ્રપતિએ નાઇજીરીયા પર ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસાનો આરોપ લગાવતા યુદ્ધ વિભાગને શક્ય લશ્કરી કાર્યવાહી માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાઇજીરીયા પર ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસાનો આરોપ લગાવતા યુદ્ધ વિભાગને શક્ય લશ્કરી કાર્યવાહી માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, જો નાઇજીરીયા ખ્રિસ્તીઓની હત્યાઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો અમેરિકા તાત્કાલિક નાઇજી...

નવેમ્બર 2, 2025 8:38 એ એમ (AM)

views 18

બહેરીનના વિદેશ મંત્રી આજથી ભારતની બે દિવસીય મુલાકાતે

બહેરીનના વિદેશ મંત્રી અબ્દુલલતિફ બિન રશીદ અલઝયાની આજે ભારતની બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. શ્રી અલઝયાની વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. શ્રી અલઝયાનીની આ મુલાકાત ગયા વર્ષે ડિસેમ્બરમાં ડૉ. જયશંકરની બહેરીનની મુલાકાત બાદ થઈ રહી છે.ગયા વર્ષની મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકરે ભારત-બહેરીન ઉચ...

ઓક્ટોબર 31, 2025 7:46 પી એમ(PM)

views 26

ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનના તાલીમ કેન્દ્રો પાકિસ્તાનમાં કાર્યરત હોવાનો અફઘાની મીડિયાનો દાવો

અફઘાન લશ્કરી વિશ્લેષકોનો દાવો છે કે ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનના તાલીમ કેન્દ્રો પાકિસ્તાનમાં કાર્યરત છે. અફઘાન મીડિયા અનુસાર, પાકિસ્તાન દ્વારા વારંવાર ઇનકાર કરવા છતાં, ISIS-ખોરાસનને હજુ પણ ત્યાં સુરક્ષિત આશ્રયસ્થાનો અને સક્રિય નેટવર્ક જાળવી રાખ્યા છે. સુરક્ષા સૂત્રોના અનુસાર નુસરત અથવા અબુ ઝાર તર...

ઓક્ટોબર 30, 2025 1:58 પી એમ(PM)

views 29

દક્ષિણ કૉરિયામાં ચીનના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ચીન પર વેરો ઘટાડવાની જાહેરાત કરી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ચીન પર લગાવવામાં આવેલા 57 ટકાના ટૅરિફ એટલે કે વેરાને ઘટાડીને 47 ટકા કરાશે. દક્ષિણ કૉરિયાના બુસાન શહેરમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે થયેલી બેઠક બાદ શ્રી ટ્રમ્પે આ જાહેરાત કરી. તેમણે કહ્યું, ચીન હવે તાત્કાલિક અમેરિકાથી સોયાબિનની ખરીદી શરૂ કરશે. ...

ઓક્ટોબર 29, 2025 7:51 પી એમ(PM)

views 32

ઇઝરાયલે ગાઝામાં કરેલા હુમલાઓમાં 104 પેલેસ્ટિનિયનોના મોત

ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથ હમાસ દ્વારા અમેરિકાની મધ્યસ્થી હેઠળના યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનના જવાબમાં ગઈકાલે રાત્રે ગાઝામાં અનેક આતંકવાદી સ્થળો અને આતંકવાદીઓ પર હુમલો કરાયો. પ્રદેશના હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇઝરાયલી હુમલાઓમાં 104 પેલેસ્ટિનિયનો માર...

ઓક્ટોબર 29, 2025 3:10 પી એમ(PM)

views 51

ઇઝરાયલના ગાઝા પર સતત હવાઈ હુમલામાં 33 પેલેસ્ટિનિયનો માર્યા ગયા

ઇઝરાયલના ગાઝા પર સતત હવાઈ હુમલામાં 33 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. ઇઝરાયલના સંરક્ષણમંત્રી ઇઝરાયલ કાત્ઝે હમાસ પર ગાઝામાં ઇઝરાયલી સૈનિકો પર હુમલો કરવાનો અને મૃત બંધકોના મૃતદેહ પરત કરવાની શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. જોકે, હમાસે આ આરોપોને નકારી કાઢ્યા છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્...

ઓક્ટોબર 28, 2025 2:01 પી એમ(PM)

views 21

અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસે આજથી તમામ ભારતીય નાગરિકોને ઈ-પાસપોર્ટની સુવિધા શરૂ કરી.

અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસે આજથી UAE માં રહેતા તમામ ભારતીય નાગરિકોને એમ્બેડેડ ચિપ્સ સાથે ઈ-પાસપોર્ટ જારી કરવા માટે અપગ્રેડેડ પાસપોર્ટ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આજથી, બધા પાસપોર્ટ અરજદારોએ પાસપોર્ટ સેવાઓનો ઉપયોગ કરવા માટે ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરવો આવશ્યક છે. નવી સિસ્ટમ UAE માં પાસપોર્ટ સંબંધ...

ઓક્ટોબર 27, 2025 9:37 એ એમ (AM)

views 27

અમેરિકાએ ભારતના હરિયાણાના 54 યુવાનોને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાના આરોપસર દેશનિકાલ કર્યા

અમેરિકાએ ભારતના હરિયાણાના 54 યુવાનોને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાના આરોપસર દેશનિકાલ કર્યા છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે, આ યુવાનો એક ઉડાન દ્વારા દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા હતા. ઉપલબ્ધ માહિતી મુજબ, દેશનિકાલ કરાયેલા મોટાભાગના યુવાનો 25 થી 40 વર્ષની વયના છે. જેમને કરનાલ પોલ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.