માર્ચ 12, 2025 9:45 એ એમ (AM)

views 13

મહિલા પ્રિમીયર લીગ ક્રિકેટ-WPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ-RCBએ મુંબઇ ઇન્ડિયન્સને 11 રને પરાજ્ય આપ્યો.

મહિલા પ્રિમીયર લીગ ક્રિકેટ-WPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ-RCBએ અંતિમ લીગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને 11 રને પરાજ્ય આપ્યો છે.ગઇકાલે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. આરસીબીએ મર્યાદિત 20 ઓવરમાં ત્રણ વિકેટે 199 રન કર્યા હતા. જવાબમાં મુંબઇ ઇન...

માર્ચ 12, 2025 9:44 એ એમ (AM)

views 8

30 દિવસ માટે તાત્કાલિક અને વચગાળાના યુધ્ધવિરામની અમેરિકાની દરખાસ્ત સાથે યુક્રેન સંમત.

અમેરિકાએ જણાવ્યું કે, 30 દિવસ માટે તાત્કાલિક અને વચગાળાના યુધ્ધવિરામ માટે તેની દરખાસ્ત સાથે યુક્રેન સંમત થયું છે અને હવે રશિયાએ તેનો પ્રત્યુત્તર આપવાનો છે. અમેરિકાએ યુક્રેનને ગુપ્તચર માહિતી અને લશ્કરી મદદ પૂરી પાડવા પરનો પ્રતિબંધ પણ ઉઠાવી લીધો છે.સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યુક્રેનના અધિકારીઓ સાથે બે...

માર્ચ 12, 2025 9:42 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરેશિયસના 57માં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરેશિયસના 57માં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. ગઈકાલે, શ્રી મોદીએ પોર્ટ લુઇસમાં તેમના મોરેશિયસ સમકક્ષ નવીન ચંદ્ર રામગુલામ સાથે ફળદાયી વાતચીત કરી હતી અને બંને દેશો વચ્ચેની ભાગીદારીની મજબૂતાઈનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબ...

માર્ચ 12, 2025 9:40 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે ચંદીગઢ ખાતે પંજાબ યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સાંજે મોહાલી ખાતે પંજાબ સરકાર દ્વારા તેમના સન્માનમાં આયોજિત નાગરિક સ્વાગત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુરુઓના આશીર્વાદ અને પ્રેરણાથી પંજાબની ભૂમિએ શહીદો અને ક્રાંતિકારીઓને જન્મ આપ્યો છે. તેમણે કહ્યું કે, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામન...

માર્ચ 12, 2025 9:39 એ એમ (AM)

views 9

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી- BLAએ જાફર એક્સપ્રેસ ટ્રેન પર હૂમલો કર્યો.

પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમી પ્રાંત બલુચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી- BLAએ જાફર એક્સપ્રેસ ટ્રેન પર હૂમલો કરીને ટ્રેન પર કબ્જો કરીને 450 પ્રવાસીઓને બંધક બનાવ્યા છે. આ ટ્રેન ક્વેટાથી પેશાવર જઈ રહી હતી, ત્યારે આ હૂમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ બાદમાં નાગરિક બંધકોને છોડી દીધા હતા અને લશ્કરી જવાનો સહિત...

માર્ચ 11, 2025 7:45 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ ધરમવીર ગોખૂલને મહાકુંભ મેળામાંથી પવિત્ર ગંગાજળ ભેટમાં આપ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ ધરમવીર ગોખૂલને મહાકુંભ મેળામાંથી પવિત્ર ગંગાજળ ભેટમાં આપ્યું. શ્રી મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ ધરમવીર ગોખૂલ અને પ્રથમ મહિલા વૃંદા ગોખૂલને ઓવરસીઝ સિટીઝન ઑફ ઈન્ડિયા-OCI કાર્ડ સોંપ્યા. બંને નેતાઓએ ભારત અને મોરેશિયસ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ...

માર્ચ 11, 2025 7:38 પી એમ(PM)

views 10

સરકારે આજે બે આતંકવાદી સંગઠનો આવામી એક્શન કમિટી AAC અને જમ્મુ અને કાશ્મીર ઇત્તિહાદુલ મુસ્લિમીન JKIM પર પ્રતિબંધ મૂક્યો

સરકારે આજે બે આતંકવાદી સંગઠનો આવામી એક્શન કમિટી AAC અને જમ્મુ અને કાશ્મીર ઇત્તિહાદુલ મુસ્લિમીન JKIM પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) કાયદા હેઠળ બંને જૂથોને ગેરકાયદે સંગઠન જાહેર કરાયા છે. મંત્રાલયે જણાવ્યું કે, AAC અને JKIM ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે, જે ...

માર્ચ 11, 2025 7:37 પી એમ(PM)

views 13

બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ પેશાવર-ક્વેટા જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો- 450થી વધુ મુસાફરોને બંધક બનાવાયા

પાકિસ્તાનમાં, આજે બલુચિસ્તાનના માચ વિસ્તારમાં સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા પેશાવર-ક્વેટા જાફર એક્સપ્રેસ પર હુમલો કરી 450 થી વધુ મુસાફરોને બંધક બનાવાયા છે. આ હુમલામાં છ લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા હતા. મીડિયા અહેવાલોમાં બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદને ટાંકીને કહેવાયુ છે કે, બલુચિસ્તાન પ્રાંતના ક...

માર્ચ 11, 2025 7:35 પી એમ(PM)

views 19

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે સ્વસ્થ સમાજ સુનિશ્ચિત કરવામાં તબીબો અને સંશોધકોની મહત્વની ભૂમિકા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે સ્વસ્થ સમાજ સુનિશ્ચિત કરવામાં ડોકટરો અને સંશોધકોની મોટી ભૂમિકા છે.પંજાબના ભટિંડા ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના-AIIMSના પ્રથમ પદવીદાન સમારોહને સંબોધતા, શ્રીમતી મુર્મુએ AIIMS ના ડોકટરોને અપીલ કરી કે તેઓ કૃષિ અને પર્યાવરણીય નિષ્ણાતો સાથે પરામર્શ કરીને સં...

માર્ચ 11, 2025 7:13 પી એમ(PM)

views 10

ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26 માટેનું એક હજાર 718 કરોડ રૂપિયાનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરાયું

ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26 માટેનું એક હજાર 718 કરોડ રૂપિયાનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરાયું છે. મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મેયર મીરાં પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં મહાનગરપાલિકાના તમામ સભ્યોએ અંદાજપત્રને સમર્થન આપ્યું હતું. મેયર મીરાં પટેલે આ અંગે માહિતી આપી હતી.