માર્ચ 14, 2025 9:17 એ એમ (AM)

views 6

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે સત્તર નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે સત્તર નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેમાંથી નવ નક્સલીઓના માથા પર સામૂહિક રીતે 24 લાખ રૂપિયાનું રોકડ ઇનામ હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એક દંપતી સહિત તમામ કેડરોએ બીજાપુરમાં વરિષ્ઠ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ ...

માર્ચ 14, 2025 9:15 એ એમ (AM)

views 14

રશિયાએ જણાવ્યું છે કે તે હવે યુક્રેન સાથેનાં યુધ્ધ વિરામ માટે અમેરિકાની દરખાસ્ત પર ચર્ચા કરવા તૈયાર છે

રશિયાએ જણાવ્યું છે કે તે હવે યુક્રેન સાથેનાં યુધ્ધ વિરામ માટે અમેરિકાની દરખાસ્ત પર ચર્ચા કરવા તૈયાર છે. ક્રેમલિનના સહાયક યુરી ઉષાકોવે જણાવ્યું કે, શાંતિપૂર્ણ રીતે ચર્ચા ચાલી રહી છે અને મોસ્કો મંત્રણા માટે તૈયાર છે. જો કે તેમણે આ દરખાસ્ત યુક્રેનનાં લશ્કર માટે કામચલાઉ રીતે લાભકર્તા હોવા અંગે ચિંતા વ્ય...

માર્ચ 14, 2025 9:12 એ એમ (AM)

views 11

WPLમાં મુંબઇ ઇન્ડિયન્સ ગુજરાત જાયન્ટ્સને હરાવીને ફાઇનલમાં

મહિલા પ્રિમીયર લીગ ક્રિકેટ- WPL માં મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવીને સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ગઈ કાલે રાત્રે મુંબઇનાં બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઇએ હેલી મેથ્યુસ અને નેટ સ્કિવર બ્રન્ટનાં 77- 77 રનની મદદથી ચાર વિકેટે 213 રન કર્યા હતા. જવાબ...

માર્ચ 14, 2025 8:56 એ એમ (AM)

views 9

બેડમિન્ટનમાં ઓલ ઇંગલેન્ડ ચેમ્પિયનશિપ્સમાં ભારતના શટલર લક્ષ્ય સેને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કર્યો.

બેડમિન્ટનમાં, ઓલ ઇંગલેન્ડ ચેમ્પિયનશિપ્સમાં ભારતના શટલર લક્ષ્ય સેને વર્તમાન ચેમ્પિયન જોનાટન ક્રિસ્ટીને પરાજય આપીને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતની જોડી ટ્રીસા જોલી અને તેમના ભારતીય પાર્ટનર ગાયત્રી ગોપીચંદ મહિલા ડબલ્સ ક્વાર્ટરફાઇનલ્સમાં પહોંચ્યા છે. દરમિયાન, માલવિકા બંસોડ જાપાનના બે વખતના વિશ...

માર્ચ 14, 2025 8:51 એ એમ (AM)

views 15

દિલ્હીમાં રમાયેલ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં ભારતે પ્રથમ સ્થાન હાંસલ કર્યું

દિલ્હીમાં રમાયેલ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં ભારતે 45 સુવર્ણ, 49 રજત અને 49 કાંસ્યચંદ્રક સહિત કુલ 134 ચંદ્રકો મેળવીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ અસાધારણ દેખાવ કર્યો હતો. ગઈ કાલે સ્પર્ધાના અંતિમ દિવસે પુરુષોની શોટ પુટ F11-F20 કેટેગરીમાં...

માર્ચ 14, 2025 8:47 એ એમ (AM)

views 8

પૉલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ આન્દ્રેઝ ડૂડાએ અમેરિકાને પૉલૅન્ડમાં પરમાણું હથિયાર તહેનાત કરવા આગ્રહ કર્યો

પૉલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ આન્દ્રેઝ ડૂડાએ અમેરિકાને પૉલૅન્ડમાં પરમાણું હથિયાર તહેનાત કરવા આગ્રહ કર્યો છે. આ અનુરોધ તેમણે વર્ષ 2022માં પણ કર્યો હતો. શ્રી ડૂડાના સલાહકાર વોઝ્શિએક કૉલાર્સ્કીએ જણાવ્યું, પરમાણુ સુરક્ષા યુક્રૈન, બેલારૂસ અને રશિયાના કૈલિનિનગ્રાદની સરહદથી જોડાયેલા નાટો સભ્ય તરીકે દેશની સુરક્ષા...

માર્ચ 13, 2025 8:12 પી એમ(PM)

views 9

રંગોનો તહેવાર હોળી, આવતીકાલે દિલ્હી સહિત દેશભરમાં ઉજવવામાં આવશે.

રંગોનો તહેવાર હોળી, આવતીકાલે દિલ્હી સહિત દેશભરમાં ઉજવવામાં આવશે. હોળીના આ તહેવાર નિમિત્તે દિલ્હીના તમામ નાના-મોટા બજારો ધમધમી રહ્યા છે. બાળકો, પુખ્ત વયના લોકો અને વડીલો દુકાનોમાં પિચકારી, રંગો, હર્બલ ગુલાલ, મીઠાઈઓ અને અન્ય વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. હોળીને ધ્યાનમાં રાખીને, તહેવારને વધુ ખાસ બનાવવા ...

માર્ચ 13, 2025 8:11 પી એમ(PM)

views 12

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરોએ સ્પૅસ ડૉકિંગ પ્રયોગ- સ્પેડેક્સ મિશનના ભાગરૂપે બે ઉપગ્રહને અનડૉક કરવાનું કામ સફળતાથી પૂર્ણ કર્યું છે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરોએ સ્પૅસ ડૉકિંગ પ્રયોગ- સ્પેડેક્સ મિશનના ભાગરૂપે બે ઉપગ્રહને અનડૉક કરવાનું કામ સફળતાથી પૂર્ણ કર્યું છે, જે દેશની અવકાશ સંશોધન યાત્રામાં એક મહત્વનું સીમાચિહ્ન છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલૉજી રાજ્યમંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંઘે સ્પેડેક્સ મિશનના ભાગરૂપે અનડૉકિંગ પ્રયો...

માર્ચ 13, 2025 8:09 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને હોળીના પર્વની શુભેચ્છાઓ પાઠવી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને હોળીના પર્વની શુભેચ્છાઓ પાઠવી છે. સુશ્રી મુર્મૂએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું, રંગોનો આ તહેવાર આનંદ અને ઉત્સાહ લઈને આવે છે. આ તહેવાર આપણા જીવનમાં એકતા અને ભાઈચારાની ભાવનાને વધારે છે તેમજ હોળીના વિવિધ રંગ આપણા સમાજ...

માર્ચ 13, 2025 8:08 પી એમ(PM)

views 11

આજે વિશ્વ કિડની દિવસે દિલ્હીના આરોગ્ય મંત્રી પંકજ સિંહે લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી.

આજે વિશ્વ કિડની દિવસે દિલ્હીના આરોગ્ય મંત્રી પંકજ સિંહે લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી. તેમણે પત્રકારો સાથે વાત કરતાં સરકારની પ્રાથમિકતા લોકોને સારી સેવા આપવાની હોવાનું જણાવ્યું. શ્રી સિંહે કહ્યું, રોજિંદા જીવનમાં સારું ભોજન, કસરત, સારી જીવનશૈલી અને થોડા બદલાવથી સ્વસ્થ જીવન જીવી શકાય છે.