માર્ચ 17, 2025 7:06 પી એમ(PM)

views 10

મહિલા રોકડ પુરસ્કાર યોજના માટે મહિલા ખેલાડીઓ આવતીકાલથી ઓન લાઇન અરજી કરી શકશે

મહિલા રોકડ પુરસ્કાર યોજના માટે મહિલા ખેલાડીઓ આવતીકાલથી ઓન લાઇન અરજી કરી શકશે. વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય સ્પર્ધાઓમાં અંડર ૧૪, ૧૭, ૧૯ વયજૂથમાં ભાગ લેનાર મહિલા ખેલાડી તેમજ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં રાજયનું પ્રતિનિધિત્વ કરનાર મહિલા ખેલાડીઓ આ પુરસ્ક...

માર્ચ 17, 2025 7:05 પી એમ(PM)

views 24

ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સિંગથી કાયદો અને વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી

ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સિંગથી કાયદો અને વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પોલીસના 100 કલાકના એક્શન પ્લાનની કાર્યવાહી અંગે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, તમામ પોલીસ કમિશનર રેન્જ IG અને જિલ્લા પોલીસ વડા જોડા...

માર્ચ 17, 2025 7:03 પી એમ(PM)

views 12

લખનઉ ડિવિઝનમાં ચાલતાં સમારકામને પગલે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ

લખનઉ ડિવિઝનમાં ચાલતાં સમારકામને પગલે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ થયેલ છે, જે મુજબ 21 અને 28 માર્ચ તેમજ 4, 11, 18, 25 એપ્રિલના રોજ ગાંધીધામથી ઊપડતી ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ટ્રેન રદ રહેશે, અને 21 અને 28માર્ચ તેમજ 4, 11, 18, 25 એપ્રિલે અમદાવાદથી ઊપડતી અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન રદ...

માર્ચ 17, 2025 7:02 પી એમ(PM)

views 19

કચ્છ જિલ્લાના રણકાંધી વિસ્તારના કેટલાંક ગામડાંઓમાં એક વિશિષ્ટ ખગોળીય ઘટના નોંધાઈ

કચ્છ જિલ્લાના રણકાંધી વિસ્તારના કેટલાંક ગામડાંઓમાં એક વિશિષ્ટ ખગોળીય ઘટના નોંધાઈ છે. કચ્છના આકાશમાં વહેલી સવારે 3 વાગીને 12 મીનીટે અચાનક તેજસ્વી પ્રકાશ પૂંજ જોવા મળ્યો હતો. કેટલીક ક્ષણો માટે દિવસ ઊગી નીકળ્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. આ ઘટના વિવિધ સીસીટીવી કેમેરાઓમાં પણ કેદ થઈ હતી. જાણીતા ખગોળશ...

માર્ચ 17, 2025 6:49 પી એમ(PM)

views 13

સરકારે 2014 થી 234 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા ઉમેરીને વીજળીની અછતના ગંભીર મુદ્દાને નિવારવાનો પ્રયાસ કર્યો

રાજ્યમંત્રી શ્રીપદ નાઈકે કહ્યું છે કે સરકારે 2014 થી 234 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા ઉમેરીને વીજળીની અછતના ગંભીર મુદ્દાને નિવારવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, શ્રીનાઈકે જણાવ્યું હતું કે, સરકારે દેશને વીજળીની અછતમાંથી પૂરતી વીજળીમાં પરિવર્તિત કર્યો છે. તેમણે કહ્યું કે, વીજળીના...

માર્ચ 17, 2025 6:42 પી એમ(PM)

views 13

ગયા મહિને ફુગાવો સામાન્ય વધારા સાથે 2.38 ટકા થયો

ગયા મહિને ફુગાવો સામાન્ય વધારા સાથે 2.38 ટકા થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ ફેબ્રુઆરીમાં ફુગાવાનો વધારો મુખ્યત્વે વનસ્પતિ તેલ અને પીણાં જેવી ઉત્પાદિત ખાદ્ય ચીજોના ભાવ વધારાને કારણે છે. આ વર્ષે જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક 2.31 ટકા હતો. માહિતી મુજબ, ફેબ્ર...

માર્ચ 17, 2025 6:39 પી એમ(PM)

views 14

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, બંને નેતાઓએ વ્યૂહાત્મક સુરક્ષા બંને દેશો વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક સહયોગનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ હોવાના મુદ્દા પર ભાર મૂક્યો હતો.શ્રી સિંહ અને શ્રીમતી ગબાર્ડે ભ...

માર્ચ 17, 2025 6:36 પી એમ(PM)

views 17

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે.આજે વહેલી સવારે આ અથડામણ શરૂ થઈ હતી. સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, જેનો જવાબ આપવામાં આવ્યો હતો અને એક આતંકવાદી ઠાર મરાયો હતો. અથડામ...

માર્ચ 17, 2025 6:35 પી એમ(PM)

views 17

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર અમેરિકા સ્થિત પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂને શેર કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર અમેરિકા સ્થિત પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂને શેર કર્યો હતો. ઇન્ટરવ્યૂ દરમિયાન, શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રમ્પ તેમના પહેલા કાર્યકાળ કરતાં રાષ્ટ્રપતિ પદ માટે ઘણા વ...

માર્ચ 17, 2025 6:33 પી એમ(PM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેબેન્દ્ર પ્રધાનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેબેન્દ્ર પ્રધાનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ગરીબી નાબૂદી અને સામાજિક સશક્તિકરણ પર ભાર મૂકવા માટે ડૉ. દેબેન્દ્ર પ્રધાનજીનું સાંસદ અને મંત્રી તરીકેનું યોગદાન નોંધપાત્ર છે. શ્રી મોદીએ X પર લખ્યું હતું કે ડૉ. દેબેન્દ...