માર્ચ 18, 2025 8:50 એ એમ (AM)

views 8

પંચમહાલમાં હાલોલ જીઆઇડીસી ખાતે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને ઉપયોગના નિયંત્રણ માટે જિલ્લા કલેકટરે કાર્યદળની રચના

પંચમહાલ જિલ્લા સહિત હાલોલ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઇડીસી ખાતે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને ઉપયોગના નિયંત્રણ માટે જિલ્લા કલેકટરે કાર્યદળની રચના કરી છે. આ દળ સિંગલ યુઝ પ્લાસ્ટિક થેલી બનાવતા ઉત્પાદકોની તપાસ કરીને કાર્યવાહી કરશે.

માર્ચ 18, 2025 8:43 એ એમ (AM)

views 8

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આઠેક મહિના પછી ધરતી પર પરત ફરશે

અવકાશમાં ફસાયેલાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આઠેક મહિના પછી ધરતી પર પરત ફરશે. આ ઘટના અંગે રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગના વડા નરોત્તમ સાહુએ અવકાશયાત્રીઓના ધરતી પર પરત ફરવા અંગેની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી

માર્ચ 18, 2025 8:42 એ એમ (AM)

views 20

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા-U.C.C. માટે રચાયેલી સમિતિનાં સભ્ય ગીતા શ્રોફ અને દક્ષેશ ઠાકરે વડોદરાની મુલાકાત લીધી

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા-U.C.C. માટે રચાયેલી સમિતિનાં સભ્ય ગીતા શ્રોફ અને દક્ષેશ ઠાકરે વડોદરાની મુલાકાત લીધી. બંને સભ્યોએ શહેરના ધાર્મિક, સામાજિક અગ્રણીઓ તથા બુદ્ધિજીવીઓના પ્રતિભાવ મેળવ્યા અને પરામર્શ કર્યો હતો. બેઠક અંગે સમિતિના સભ્ય દક્ષેશ ઠાકરે કહ્યું, સમાન નાગરિક સંહિતા એ કોઇ ધર્મ કે સમાજના ર...

માર્ચ 18, 2025 8:16 એ એમ (AM)

views 9

રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની હવામાન ખાતાની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. તેમ છતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવનના કારણે બફારાનો અનુભવ થઈ શકે છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની પણ શક્યતા હોવાનું હવામાન ખાતાના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું છે. તેમણે કહ્યું, ...

માર્ચ 18, 2025 8:15 એ એમ (AM)

views 22

ધોલેરા SIR સંપૂર્ણ રીતે કાર્યરત્ થતાં આઠ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે

ધોલેરા SIR સંપૂર્ણ રીતે કાર્યરત્ થતાં આઠ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે. વિધાનસભા ગૃહમાં ધોલેરા અંગેના પ્રશ્નોનો જવાબ આપતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે ધોલેરા SIR ખાતે ટાટા પાવર દ્વારા ૩૦૦ મેગા વોટનો સોલાર પ્લાન્ટ પ્રસ્થાપિત કરાયો છે. સમગ્ર દેશમાં પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન...

માર્ચ 18, 2025 8:12 એ એમ (AM)

views 9

A.T.S. અને D.R.I.એ અમદાવાદના એક એપાર્ટમૅન્ટમાંથી 90 કિલોનું સોનું કબજે કર્યું

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમૅન્ટમાંથી 83 કરોડ રૂપિયાનું સોનું કબજે કરાયું છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે, આતંકવાદ વિરોધી દળ- A.T.S. અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજૅન્સ- D.R.I.ની ટુકડીએ પાલડીના આવિષ્કાર એપાર્ટમૅન્ટ અને તેની નજીક આવેલા એક બંગલામાં દરોડા પાડ્યા હતા. દરમિયાન 9...

માર્ચ 18, 2025 8:02 એ એમ (AM)

views 8

ભાવનગરની ગઢેચી નદી પાસેનાં ગેરકાયદે 811 જેટલા દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

ભાવનગરની ગઢેચી નદી પાસેનાં ગેરકાયદે 811 જેટલા દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પાંચ દિવસમાં તમામ ગેરકાયદે દબાણ દૂર કરાશે તેમ મહાનગરપાલિકાનાં અધિકારી મહિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું

માર્ચ 18, 2025 8:01 એ એમ (AM)

views 11

વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર

વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર છે. ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારી સંગઠનના આગેવાન રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે, આરોગ્યકર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત્ છે. કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માંર્ગે આંદોલન કરી રહ્યા છે.. તેમણે કહ્યું કે પગાર...

માર્ચ 18, 2025 7:59 એ એમ (AM)

views 78

ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે આજથી જ પગલાં લેવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ

રાજ્યના કાયદા અને વ્યવસ્થા અંગે યોજાયેલી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને અનેક આદેશ આપ્યા છે. તેમણે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી 100 કલાકમાં તૈયાર કરાયેલી અસામાજિક તત્વોની યાદી પર પગલા લેવા આદેશ આપ્યો છે. શ્રી સંઘવીએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે આજથી જ પગલાં લ...

માર્ચ 18, 2025 7:55 એ એમ (AM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક પેડ મા કે નામ’ અને વરસાદી પાણીના સંગ્રહના અભિયાનમાં જોડાવવા લોકોને અનુરોધ કર્યો

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા શ્રી ઉમિયા માતાજીના મંદિરના ઉમાપુરમ્ દશાબ્દિ મહોત્સવની ઉજવણીમાં ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. દરમિયાન તેમણે ‘એક પેડ મા કે નામ’ અને વરસાદી પાણીના સંગ્રહના અભિયાન ‘કેચ ધ રેઈન’માં જોડાઈ તેને પોતાનો સ્વભાવ બનાવવા લોકોને અપીલ કરી હતી. આ ઉપરાંત શ્રી પટેલે...