ડિસેમ્બર 14, 2025 9:10 એ એમ (AM) ડિસેમ્બર 14, 2025 9:10 એ એમ (AM)

views 4

અંડર-૧૯ એશિયા કપમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે

એશિયન ક્રિકેટ કાઉન્સિલ અંડર-૧૯ એશિયા કપમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. દુબઈમાં આ મેચ ભારતીય સમય મુજબ સવારે સાડા દશ વાગ્યે શરૂ થશે. શુક્રવારે ભારતે યજમાન સંયુક્ત આરબ અમીરાતને 234 રનના વિશાળ સ્કોરથી હરાવ્યું. ટુર્નામેન્ટમાં કુલ આઠ એશિયન ટીમો છે. ફાઇનલ ૨૧ ડિસેમ્બરે રમાશે.

ડિસેમ્બર 14, 2025 9:08 એ એમ (AM) ડિસેમ્બર 14, 2025 9:08 એ એમ (AM)

views 2

બેલારુસે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એલેસ બાયlલિયાત્સકી સહિત 123 કેદીઓને મુક્ત કર્યા

બેલારુસે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એલેસ બાયlલિયાત્સકી સહિત 123 કેદીઓને મુક્ત કર્યા છે. વિપક્ષી નેતાઓ મારિયા કોલેસ્નિકોવા અને વિક્ટર બાબરિકાનો પણ તેમાં સામેલ છે. ખાતર નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માટે અમેરિકા સાથે થયેલા કરાર બાદ આ મુક્તિ થઈ છે. બેલારુસિયન રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોને રશિયાના ન...

ડિસેમ્બર 14, 2025 9:06 એ એમ (AM) ડિસેમ્બર 14, 2025 9:06 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાતે જશે. પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જોર્ડનની બે દિવસીય મુલાકાતે જશે. તેમની મુલાકાત જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય બિન અલ હુસૈનના આમંત્રણ પર થઈ રહી છે. આ મુલાકાત ભારત અને જોર્ડન વચ્ચેના રાજદ્વારી સંબંધોની 7...

ડિસેમ્બર 14, 2025 9:05 એ એમ (AM) ડિસેમ્બર 14, 2025 9:05 એ એમ (AM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરશે. તેઓ ઉર્જા સંરક્ષણ પર રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પણ પુરસ્કાર આપશે અને સભાને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ પર યોજાઈ રહ્યો છે.

ડિસેમ્બર 14, 2025 9:04 એ એમ (AM) ડિસેમ્બર 14, 2025 9:04 એ એમ (AM)

views 1

નવી દિલ્હીની એઇમ્સે સ્ટ્રોકની સારવાર માટે સુપરનોવા સ્ટેન્ટ નામના સ્વદેશી ઉપકરણનું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) એ પહેલી વાર સ્ટ્રોકની સારવાર માટે સુપરનોવા સ્ટેન્ટ નામના સ્વદેશી ઉપકરણનું પરીક્ષણ કર્યું છે. એઇમ્સે જણાવ્યું હતું કે આ ઉપકરણ ભારતીય વાતાવરણ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યાં પશ્ચિમી દેશોની તુલનામાં નાની ઉંમરે સ્ટ્રોક વધી રહ્યા છે...

ડિસેમ્બર 14, 2025 9:03 એ એમ (AM) ડિસેમ્બર 14, 2025 9:03 એ એમ (AM)

views 2

વિશ્વ સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આજે ચેન્નાઈમાં ભારતનો મુકાબલો હોંગકોંગ સામે થશે

વિશ્વ સ્ક્વોશ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આજે ચેન્નાઈમાં ભારતનો મુકાબલો હોંગકોંગ સામે થશે. ગઈકાલે રાત્રે સેમિફાઇનલમાં ભારતે ઇજિપ્તને 3-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતના વેલાવન સેન્થિલ કુમારે ઇજિપ્તના ઇબ્રાહિમ એલ્કાબાનીને હરાવ્યો હતો જ્યારે અનાહત સિંહે ઇજિપ્તના નૂર હેઇકલ ગેરોસને હરાવ્યો હતો. અ...

ડિસેમ્બર 13, 2025 7:58 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:58 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકારે આગામી પાંચ વર્ષમાં બસ્તરને દેશનો સૌથી વિકસિત આદિવાસી વિસ્તાર બનાવવાનો સંકલ્પ કર્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર ઓલિમ્પિક્સના સમાપન સમારોહને સંબોધિત કરતાં જણાવ્યું કે આવતા વર્ષે બસ્તર ઓલિમ્પિક્સ યોજાશે ત્યાં સુધીમાં છત્તીસગઢનો બસ્તર પ્રદેશ જ નહીં પરંતુ આખો દેશ નક્સલ મુક્ત થઈ જશે. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકારે આગામી પાંચ વર્ષમાં બસ્તરને દેશનો સૌથ...

ડિસેમ્બર 13, 2025 7:57 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:57 પી એમ(PM)

views 2

દેશે આજે ૨૪ વર્ષ પહેલાં સંસદ ઉપરના આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવનારા સુરક્ષા કર્મચારીઓ અને પીડિતોને શ્રદ્ધાંજલિ

સમગ્ર દેશે આજે ૨૪ વર્ષ પહેલાં ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સંસદનું રક્ષણ કરતી વખતે પોતાનો જીવ ગુમાવનારા સુરક્ષા કર્મચારીઓ અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી પી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ પિયૂષ ગોયલ, જીતેન્દ્ર સિંહ,...

ડિસેમ્બર 13, 2025 7:56 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:56 પી એમ(PM)

views 1

EDએ સાકીબ નાચન કેસમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે રાજ્યોમાં 40 સ્થળોએ દરોડા પાડ્યા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ISIS સાથે જોડાયેલા સાકીબ નાચન કેસમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે, અનેક જિલ્લાઓ અને રાજ્યોમાં 40 સ્થળોએ દરોડા પાડ્યા છે. આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં સક્રિય સંડોવણી બદલ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા અગાઉ સાકીબ નાચનની ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટે મુંબઈ,...

ડિસેમ્બર 13, 2025 7:53 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:53 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનડીએ ઉમેદવારોને મતદાન કરવા બદલ કેરળના લોકોનો આભાર માન્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનડીએ ઉમેદવારો તરફી મતદાન કરવા બદલ કેરળના લોકોનો આભાર વ્યક્ત કર્યો. એક સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં પાર્ટીને મળેલો જનાદેશ કેરળના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું ક...