ઓગસ્ટ 20, 2024 8:01 પી એમ(PM)

views 15

મેડિકલ ક્ષેત્રના વ્યાવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી

સર્વોચ્ચ અદાલતે મેડિકલ ક્ષેત્રના વ્યાવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી છે. કોલકતાની હોસ્પિટલમાં એક ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડનાં વડપણ હેઠળની બેન્ચે ત્રણ સપ્તાહમાં વચગાળાનો અહેવાલ અને બે મહિનામાં અંતિમ અહેવાલ રજૂ કરવા...

ઓગસ્ટ 20, 2024 7:27 પી એમ(PM)

views 19

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વર્ચ્યુઅલ માધ્યમથી વાજબી ભાવની દુકાનોને ‘જન પોષણ કેન્દ્ર’માં પરિવર્તિત કરવાના પાઇલટ પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વર્ચ્યુઅલ માધ્યમથી વાજબી ભાવની દુકાનોને 'જન પોષણ કેન્દ્ર'માં પરિવર્તિત કરવાના પાઇલટ પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો હતો. આ પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં અમદાવાદ શહેરની કુલ ૧૫ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોને 'જન પોષણ કેન્દ્ર'માં પરિવર્તિત કરવામાં આવી હતી.દેશનાં ૪ રાજ્યોમાં...

ઓગસ્ટ 20, 2024 7:23 પી એમ(PM)

views 13

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં મુશળધાર વરસાદ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં મુશળધાર વરસાદ.બપોર બાદ થી વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. સાંબેલા ધાર વરસાદને કારણે રસ્તા ઉપરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં એક કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયોહતો જ્યારે બે કલાક દરમિયાન 91 મ...

ઓગસ્ટ 20, 2024 7:22 પી એમ(PM)

views 20

રાજ્યમાં કોલકતાની ઘટનાના વિરોધના પગલે ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજ દ્વારા આજે રેલી યોજાઇ

રાજ્યમાં કોલકતાની ઘટનાના વિરોધના પગલે ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજ દ્વારા આજે રેલી યોજાઇ હતી. જ્યારે દીવના ડોક્ટર એસોસીએશન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દરમિયાન સર્વોચ્ચ અદાલતે મેડિકલ ક્ષેત્રના વ્યાવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય કાર્યદળની રચના કરી છે. કોલકતાની હોસ્...

ઓગસ્ટ 20, 2024 7:20 પી એમ(PM)

views 26

કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ”ના ૮૨ લાભાર્થીઓને ૧૭ કરોડ રૂપિયાથી વધુની સહાય વિતરણ કરાઈ

કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે "સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ"ના ૮૨ લાભાર્થીઓને ૧૭ કરોડ રૂપિયાથી વધુની સહાય વિતરણ કરાઈ. ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (૨૦૧૬-૨૧) હેઠળ નોંધાયેલા કૃષિ ઉદ્યોગ સાહસિકોને સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. શ્રી પટેલે લ...

ઓગસ્ટ 20, 2024 7:18 પી એમ(PM)

views 18

ઇડરના રાજચંદ્ર વિહાર ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં “મહાવાવેતર’ અભિયાન યોજાયું

એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત, ઇડરના રાજચંદ્ર વિહાર ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં "મહાવાવેતર' અભિયાન યોજાયું. સાબરકાંઠા વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં ૫ હજાર ૧૬ હેકટર વિસ્તારમાં ૩૬ લાખ ૬૫ હજાર રોપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવા...

ઓગસ્ટ 20, 2024 7:15 પી એમ(PM)

views 12

રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪ હજાર ૩૭૩ ફરિયાદોની મધ્યસ્થી તથા સમજાવટથી ગ્રાહકોના હિતમાં ઉકેલ લાવવામાં આવ્યો :સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયા

રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪ હજાર ૩૭૩ ફરિયાદોની મધ્યસ્થી તથા સમજાવટથી ગ્રાહકોના હિતમાં ઉકેલ લાવવામાં આવ્યો છે, તેમ ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું. મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં વર્ષ ૨૦૧૦ થી ગ્રાહક સલાહકાર કેન્દ્રો ૨૧ જુદા- જુદા સ્થળે...

ઓગસ્ટ 20, 2024 7:12 પી એમ(PM)

views 15

એસ.ટી નિગમ દ્વારા 10 હજારથી વધુ ડ્રાઇવર, કન્ડક્ટર, મિકેનિકલ સ્ટાફ તથા વહીવટી સ્ટાફની ભરતી કરવામાં આવશે

રાજ્યમાં જાહેર પરિવહન સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા માટે એસ.ટી નિગમ દ્વારા 10 હજારથી વધુ ડ્રાઇવર, કન્ડક્ટર, મિકેનિકલ સ્ટાફ તથા વહીવટી સ્ટાફની ભરતી કરવામાં આવશે. આ માટેની તમામ મંજૂરી પણ લેવાઇ છે. એસ.ટી નિગમની ગુજરાતની ચાલીરહેલી સેવાની વાત કરવામાં આવે તો છેલ્લા દોઢ વર્ષમાં 166 કરોડ રૂપિયાના ખર્ચે નવી 280...

ઓગસ્ટ 20, 2024 4:03 પી એમ(PM)

views 30

NFSU ગાંધીનગર, ખાતે ‘નેશનલ સ્પેસ ડે’ના ઉપલક્ષ્યમાં એક દિવસીય ‘વર્કશોપ’ યોજાયો

ભારતમાં ગત વર્ષે 'ચંદ્રયાન-૩' મિશનની સફળતાના પરિણામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે ૨૩મી ઓગસ્ટે 'નેશનલ સ્પેસ ડે' તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી- NFSU ગાંધીનગર, ખાતે 'નેશનલ સ્પેસ ડે'ના ઉપલક્ષ્યમાં એક દિવસીય 'વર્કશોપ' યોજાયો હતો

ઓગસ્ટ 20, 2024 4:01 પી એમ(PM)

views 12

નવસારી પાસે ઉભરાટનાં દરિયામાં ડૂબી જવાની ત્રણ અલગ અલગ ઘટનામાં બે યુવાનોનાં મૃત્યુ થયા

ગઈકાલે રક્ષાબંધનના તહેવારના દિવસે નવસારી પાસે ઉભરાટનાં દરિયામાં ડૂબી જવાની ત્રણ અલગ અલગ ઘટનામાં બે યુવાનોનાં મૃત્યુ થયા છે. આ બે યુવાનો સુરતના લિંબાયત અને ભેસ્તાન વિસ્તારના હતા. આ ઘટનામાં એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.