જૂન 18, 2024 3:24 પી એમ(PM) જૂન 18, 2024 3:24 પી એમ(PM)

views 122

પ્રધાનમંત્રી મોદી આગામી 30 જૂનનાં રોજ ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30 જૂનનાં રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાનાં વિચારો રજૂ કરશે. દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમની આ 111મી કડી હશે. સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમ વાર મન કી બાત કાર્યક્રમ પ્રસારિ...

જૂન 18, 2024 3:12 પી એમ(PM) જૂન 18, 2024 3:12 પી એમ(PM)

views 36

શ્રીલંકાના નૌકા દળે આજે ચાર ભારતીય માછીમારોની ધરપકડ કરી

શ્રીલંકાના નૌકા દળે આજે ચાર ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. પુડુકોટ્ટાઇના આ માછીમારોએ શ્રીલંકાની જળ સીમાનું ઉલ્લંઘન કરતા નેદુન્થીવી નજીક તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમને વધુ તપાસ માટે કનકેસાંથુરાઇ બંદર પર લઈ જવામાં આવ્યા છે.

જૂન 18, 2024 3:05 પી એમ(PM) જૂન 18, 2024 3:05 પી એમ(PM)

views 17

I.C.C. T-20 ક્રિકેટ વિશ્વકપ માટે સુપર એઈટની ટીમો નક્કી

I.C.C. T-20 ક્રિકેટ વિશ્વકપ માટે સુપર એઈટની ટીમો નક્કી થઈ ગઈ છે. નેપાળને હરાવી બાંગ્લાદેશ આ તબક્કામાં પસંદગી પામનારી અંતિમ ટીમ બની ગઈ છે. સુપર એઈટની મેચો આવતીકાલથી 25 જૂન દરમિયાન રમાશે. પ્રથમ જૂથમાં ભારત, ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે. જ્યારે બીજા જૂથમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડીઝ ...

જૂન 14, 2024 5:07 પી એમ(PM) જૂન 14, 2024 5:07 પી એમ(PM)

views 69

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક માધ્યમ X પર ત્રિકોણાસનનો એક વીડિયો પોસ્ટ કર્યો

21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી આવૃત્તિ પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક માધ્યમ X પર ત્રિકોણાસનનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. વિડિયોમાં સ્વાસ્થ્ય લાભ માટે આ આસન વિશે માહિતી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ખભા, પીઠ અને એકાગ્રતા સુધારવા માટે ત્રિકોણાસનનો અભ્યાસ કરવાની સલાહ આપી હતી

જૂન 14, 2024 4:56 પી એમ(PM) જૂન 14, 2024 4:56 પી એમ(PM)

views 5

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઈકાલે એક ઓનલાઈન એપના કાર્યાલયો પર દરોડા પાડ્યા હતા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઈકાલે એક ઓનલાઈન એપના કાર્યાલયો પર દરોડા પાડ્યા હતા. કથિત રીતે આઈપીએલ મેચોના ગેરકાયદે પ્રસારણ અને લોકસભાની ચૂંટણી તેમજ મેચ પર સટ્ટાબાજી સહિતની પ્રવૃત્તિઓમાં સામેલગીરીના આધારે આ દરોડા પાડવામાં આવ્યાં હતાં.મુંબઈમાં કેટલાક એન્ટ્રી ઓપરેટરોને ત્યાં પણ શોધ હાથ ધરવામાં આવી હતી. E...

જૂન 14, 2024 4:46 પી એમ(PM) જૂન 14, 2024 4:46 પી એમ(PM)

views 14

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પૂર્વ વિસ્તારમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 42 લોકો માર્યા ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પૂર્વ વિસ્તારમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 42 લોકો માર્યા ગયા છે. પૂર્વી ઉત્તર કિવુ પ્રાંતમાં લુબેરો પ્રદેશમાં માયકેન્ગો ગામ પર બુધવારે હુમલો થયો હતો. પ્રારંભિક મૃત્યુઆંક 25 હતો. પરંતુ હવે તે વધીને 42 પર પહોંચી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ રહેવાસીઓને ...

જૂન 14, 2024 4:32 પી એમ(PM) જૂન 14, 2024 4:32 પી એમ(PM)

views 12

સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે ચૂંટણીના નિયમો અનુસાર સોરેંગ-ચકુંગ મતવિસ્તારમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી

સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે ચૂંટણીના નિયમો અનુસાર સોરેંગ-ચકુંગ મતવિસ્તારમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તાજેતરની ચૂંટણી દરમિયાન બે મતવિસ્તારોમાં જીત મેળવ્યા બાદ શ્રી તમાંગે આ નિર્ણય લીધો છે. ચૂંટણીના નિયમો મુજબ પરિણામ જાહેર થયાના 14 દિવસમાં તેનું પાલન કરવું જરૂરી હોય છે. તેમની પાર્...

જૂન 14, 2024 4:20 પી એમ(PM) જૂન 14, 2024 4:20 પી એમ(PM)

views 27

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમના પત્ની રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમના પત્ની રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે છે. આજે જેસલમેરમાં સીમા સુરક્ષા દળની 154મી બટાલિયનના કાર્યક્રમમાં હાજરી આપશે. ગઇકાલે તેઓ રાજસ્થાનના જેસલમેર પહોંચ્યા હતા. સંસદીય બાબતોના રાજ્યમંત્રી જોગારામ પટેલ અને જેસલમેર મહાનગરપાલિકા પરિષદના અધ્યક્ષે શ્રી ધનખડનું એરપોર્ટ પર સ્...

જૂન 14, 2024 3:57 પી એમ(PM) જૂન 14, 2024 3:57 પી એમ(PM)

views 19

આજથી પાંચ દિવસીય હજ યાત્રાનો પ્રારંભ

આજથી પાંચ દિવસીય હજ યાત્રાનો પ્રારંભ થયો છે. જેમાં વિશ્વભરમાંથી આશરે 20 લાખ હજયાત્રીઓ સાઉદી અરેબિયાના મીનામાં એકત્ર થઈ રહ્યા છે. ભારતમાંથી દર વર્ષે 1 લાખ 75 હજારથી વધુ હજયાત્રીઓ હજ યાત્રામાં ભાગ લે છે. તેમાંથી એક લાખ 40 હજાર 20 હજયાત્રીઓ હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા ત્યાં પહોંચ્યા છે. ભારતીય યાત્રાળુઓ...

જૂન 14, 2024 3:45 પી એમ(PM) જૂન 14, 2024 3:45 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-7 સમિટમાં વિશ્વનાં નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે G7 સમિટની સાથે વિશ્વના નેતાઓ સાથે શ્રેણીબદ્ધ દ્વિપક્ષીય બેઠકો કરશે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વિશ્વના નેતાઓ સાથે શ્રી મોદીની મુલાકાત વિષે વિગતો આપી હતી, જે મુજબ શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં,...